________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, ૩ઃ૨.
[ ૧૫ ]
જોતા, સાંભળતા નથી તો પછી તેમાં જીવ છે તે કેમ માની શકાય? આ શંકા સ્વાભાવિક છે. આ શંકાનું સમાધાન કરવા સૂત્રકારે ચાર દષ્ટાંતો આપીને પૃથ્વીકાયની વેદનાનો બોધ તથા અનુભૂતિ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ૧. કોઇ મનુષ્ય જન્મથી જ અંધળો, બહેરો, મૂંગો અથવા અપંગ છે. તેનું કોઇ વ્યક્તિ છેદન- ભેદન કરે તો તે વાણીથી વ્યક્ત કરી શકતો નથી, દુઃખ થવા છતાં ચાલી શકતો નથી તેમજ અન્ય કોઇ પ્રતિક્રિયાથી વેદનાને વ્યક્ત કરી શકતો નથી, તેટલા માત્રથી તેમાં જીવ નથી. અથવા તેને છેદન–ભેદન કરવાથી પીડા થતી નથી તેમ કહી શકાતું નથી. જેમ તે જન્માંધ વ્યક્તિ વાણી, આંખ, ગમન આદિના અભાવમાં પણ પીડાનો અનુભવ કરે છે, તેમ પૃથ્વીકાયના જીવો પણ અપૂર્ણ ઇન્દ્રિયના યોગમાં પીડાને અનુભવે છે.
૨. આ દષ્ટાંતમાં કોઇ સ્વસ્થ મનુષ્યની ઉપમા આપીને સમજાવ્યું છે. જે રીતે સ્વસ્થ વ્યક્તિના પગથી લઈને મસ્તક સુધીના બત્રીસ અવયવોનું કોઈ એક સાથે છેદન, ભેદન કરે, તે સમયે તે વ્યક્તિ સ્પષ્ટ રૂપે દુઃખાનુભૂતિ કરે છે તે જ રીતે પૃથ્વીકાયમાં પ્રગટ ચેતનાનો અભાવ હોવા છતાં તેને પણ દુઃખાનુભૂતિ હોય છે. કારણ કે તેનામાં પ્રાણોનું સ્પંદન-ચેતના છે અને તેની આ વેદનાને અવ્યક્ત વેદના કહી છે.
૩. જેમ કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ એક જ પ્રહારમાં પ્રાણરહિત કરી દે ત્યારે તેને વેદના થાય છે, તેમ પૃથ્વીકાયના જીવોને પણ વેદના થાય છે.
૪. જેમ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ માર મારીને મૂચ્છિત કરે અથવા મૂચ્છિત કરીને કષ્ટ આપે, તો તેને વેદના થાય છે, તેમ પૃથ્વીકાયના જીવોને પણ વેદના થાય છે. ભગવતી સૂત્ર શ. ૧૯, ઉ. ૩. માં કહ્યું છે કેજે રીતે કોઈ તણ અને બલિષ્ઠ પુરુષ, કોઈ વૃદ્ધાવસ્થાથી ક્ષીણ થયેલ વ્યક્તિના મસ્તક ઉપર બંને હાથથી પ્રહાર કરે, તેને મારે ત્યારે તે જે અનિષ્ટ વેદનાનો અનુભવ કરે છે, તેનાથી પણ અનિષ્ટતર વેદનાનો અનુભવ પૃથ્વીકાયિક જીવોને પ્રહાર કરવાથી થાય છે. પૃથ્વીકાયની હિંસાનો ત્યાગ :| ६ एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी व सयं पुढविसत्थं समारंभेज्जा, णेवऽण्णेहिं पुढवि सत्थं समारंभावेज्जा, णेवऽण्णे पुढविसत्थं समारंभंते समणुजाणेज्जा ।
जस्सेते पुढविकम्मसमारंभा परिण्णाया भवंति । से हु मुणी परिण्णायकम्मे। त्ति बेमि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org