________________
શસ્ત્ર પરિશા અધ્ય–૧, ૯:૧
પૂર્ણ કરે છે. તેઓ અનેક પ્રકારની જીવાયોનિને પ્રાપ્ત કરે છે અને ત્યાં અનેક પ્રકારના સ્પર્શોનો અર્થાત્ સુખ–દુઃખનો અનુભવ કરે છે.
५ तत्थ खलु भगवया परिण्णा पवेइया - इमस्स चेव जीवियस्स, પરિવવળ- માળળ-પૂયળા, ના-મળ-મોયળા, ટુવડિયાય હેૐ । एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।
૭
શબ્દાર્થ:- તત્ત્વ = અહીં, આ વિષયમાં, ભાવયા = ભગવાને, હજુ= આ અવયવ છે, પપ્પા પવેડ્યા = બોધ આપેલ છે, રૂમલ્સ = આ, ગૌવિયલ્સ = જીવન માટે, ચેવ = અને, વિવળમાળળપૂવખાણ્ = પ્રશંસા, માન, પૂજા, પ્રતિષ્ઠા માટે, ગાર-મોયા=જન્મ મરણથી છૂટવા માટે, ટુવરૂપડિયાય ફ્રેૐ = દુઃખોનો નાશ કરવા માટે, સ્થાવૃત્તિ = એટલા, આ પ્રકારના, સબ્બાબંતિ-બધા, સંપૂર્ણ, લોસિ લોકમાં, જમ્મૂલનારમા = કર્મસમારંભ, ક્રિયાઓ, પરિગાળિયવ્વા મવતિ =જાણવા યોગ્ય છે, જ્ઞ પરિજ્ઞાથી જાણવા યોગ્ય છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા યોગ્ય છે.
=
ભાવાર્થ :(કર્મબંધનાં કારણોના વિષયમાં) ભગવાને પરિજ્ઞા—વિવેકનો ઉપદેશ આપ્યો છે. માનવ આ આઠ કારણે હિંસા કરે છે– પોતાના વર્તમાન જીવન માટે, પ્રશંસા કે યશ માટે, સમ્માનની પ્રાપ્તિ માટે, પૂજાને માટે, જન્મ મરણથી મુક્તિ મેળવવા માટે અર્થાત્ ધર્મ માટે, દુઃખોના પ્રતિકાર માટે અર્થાત્ રોગ, આતંક–અસાધારણ બીમારી, ઉપદ્રવાદિ દૂર કરવા માટે. લોકમાં આ સર્વ કર્મ સમારંભ–હિંસાનાં કારણો જાણવા યોગ્ય છે અને ત્યાગવા યોગ્ય છે.
વિવેચન :
જસા :– 'સ્પર્શ' શબ્દ આગમમાં અનેક અર્થોમાં આવેલો છે. સામાન્ય રીતે ત્વચા–ઇન્દ્રિયગ્રાહ્ય સુખ, દુઃખાત્મક સંવેદનને સ્પર્શ કહે છે પરંતુ પ્રસંગાનુસાર 'સ્પર્શ' શબ્દના અન્ય ભાવો પણ આગમમાં સૂચિત કર્યા છે. જેમ કે– તે શો સિળા પાલા –[સૂત્રકૃતાંગ. ૧/૩/૧]. અહીં સ્પર્શનો અર્થ પરીષહ કર્યો છે. આચારાંગ સૂત્રમાં અનેક અર્થોમાં તેનો પ્રયોગ છે. જેમ કે– ઇન્દ્રિયસુખ[અધ્ય.પ,ઉ.૪], ગાઢ પ્રહારાદિથી ઉત્પન્ન થયેલી પીડા [અધ્ય.૬, ઉ.૧ ], ઉપતાપ એટલે કે દુઃખ વિશેષ [અધ્ય.૮, ઉ.ર. ].
=
અન્ય સૂત્રોમાં પણ 'સ્પર્શ' શબ્દના ભિન્ન—ભિન્ન અર્થ પ્રસંગાનુસાર કહ્યા છે, જેમ કે– પરસ્પરનું સંઘટ્ટન (બૃહત્કલ્પ ૧/૩). સંપર્ક–સંબંધ (સૂત્રકૃતાંગ ૧/૫/૧). સ્પર્શના-આરાધના (બૃહત્કલ્પ ૧/૨). સ્પર્શન– અનુપાલન કરવું (ભગવતી સૂત્ર શતક. ૧૫, ઉ.૭).
Jain Education International
પરિબ્બા :– પરિક્ષા બે પ્રકારની છે– (૧) 'જ્ઞ' પરિક્ષા– વસ્તુનું જ્ઞાન કરવું–સાવધક્રિયાથી કર્મબંધ થાય છે એમ જાણવું. (૨) પ્રત્યાખ્યાન પરિજ્ઞા− બંધના કારણોનો અર્થાત્ સાવધયોગનો ત્યાગ કરવો. તંત્ર ज्ञपरिज्ञया- सावद्य व्यापारेण बंधो भवतीत्येयं भगवता परिज्ञा प्रवेदिता । प्रत्याख्यान परिज्ञया च - सावद्ययोगा बंधहेतवः प्रत्याख्येया इत्येवंरूपा चेति । - [આચારાંગશીલાંક ટીકા રૃ.૨૩].
For Private Personal Use Only
www.jainelibrary.org