________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, ઉ : ૧
આવ્યો છું કે પશ્ચિમ દિશામાંથી આવ્યો છું કે ઉત્તર દિશામાંથી આવ્યો છું કે ઊર્ધ્વ દિશામાંથી આવ્યો છું કે અધો દિશામાંથી આવ્યો છું કે કોઇ અન્ય દિશામાંથી કે વિદિશામાંથી આવ્યો છું?
કોઇ પ્રાણીને એ જ્ઞાન પણ હોતું નથી કે મારો આત્મા ઔપપાતિક–જન્મ ધારણ કરનારો છે કે નહિ? હું પૂર્વ જન્મમાં કોણ હતો ? હું ક્યાંથી ચ્યવીને અહીં આવ્યો છું? અને હવે આયુષ્ય પૂર્ણ કરીને પરલોકમાં ક્યાં જઇશ? વિવેચન :સુવે ને ગાડાં-ચૂર્ણિ તથા શીલાંકવૃત્તિમાં સર્જનાબે પાઠાંતર છે–આવતે તથા મુલતે ક્રમથી તેનો અર્થ આ પ્રમાણે છે- ભગવાનની સમીપે રહેતાં તથા તેના ચરણોને સ્પર્શતાં, મેં આ સાંભળ્યું છે. તેનાથી એમ જણાય છે કે સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે સાક્ષાત્ રહીને આ વાણી સાંભળી છે. સUM :- સંજ્ઞાનો અર્થ છે ચેતના; ચેતના બે પ્રકારની છે– જ્ઞાનચેતના અને અનુભવચેતના. સંવેદન તે અનુભવચેતના છે. તે પ્રત્યેક પ્રાણીમાં હોય છે. જ્ઞાનચેતના અર્થાતુ વિશેષબોધ, તે જીવોમાં હીનાધિક અંશે વિકસિત હોય છે. અનુભવ ચેતનાના ૧૬ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સુખ, દુઃખ, મોહ, વિચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, શોક, લોક, ધર્મ તેમજ ઓઘસંજ્ઞા. જ્ઞાન ચેતનાના પાંચ ભેદ છે– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાન.
આત્માનું વર્તમાન અસ્તિત્વ તો સર્વજનો સ્વીકારે છે પરંતુ ભૂતકાળ-પૂર્વજન્મ અને ભવિષ્ય પુનર્જન્મના અસ્તિત્વમાં સર્વલોકો વિશ્વાસ કરતા નથી. આત્માની શૈકાલિક સત્તામાં જે વિશ્વાસ રાખે છે, તે આત્મવાદી છે. આત્મવાદીઓમાં પણ ઘણાને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હોતું નથી. સંસારમાં હું કઇ દિશા અથવા વિદિશામાંથી અહીં આવ્યો છું? હું પૂર્વજન્મમાં કોણ હતો? તે યાદ નથી હોતું. તેમજ ભવિષ્યનું પણ જ્ઞાન હોતું નથી કે હું અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જઇશ? અને હું શું થઇશ? પૂર્વજન્મ અને પુનર્જન્મ સંબંધી જ્ઞાનચેતનાની ચર્ચા આ સૂત્રમાં કરી છે. કિલો - નિયુક્તિકારે 'દિશા' શબ્દનું વિસ્તારથી વિવેચન કર્યું છે. જે તરફ સૂર્યોદય થાય છે, તે પૂર્વ દિશા કહેવાય છે. પૂર્વાદિ ચાર દિશાઓ; ઇશાન, અગ્નિ, નૈઋત્ય તેમજ વાયવ્યકોણ, એ ચાર અનુદિશાઓ છે તથા તેઓનાં અંતરાલમાં આઠ વિદિશાઓ છે, ઊંચી દિશા અને નીચી દિશા, આ પ્રમાણે ૧૮ દ્રવ્ય દિશાઓ છે. આગમમાં ઉત્કૃષ્ટ ૧૦ દિશાઓ કહેલ છે. વ્યાખ્યાકારે કહેલ આઠ અંતરાલ વધારાના છે કારણ કે વિદિશાઓ એક પ્રદેશ છે, જે ચારે ય દિશાઓની વચ્ચે આવેલ છે. તે જ અંતરાલરૂપ છે. બીજા આઠ અંતરાલ બને તેવી શક્યતા નથી.
૧૮ ભાવદિશાઓ છે, તે આ પ્રમાણે છે– મનુષ્યની ૪ દિશાઓ- (૧) સંમૂર્છાિમ (૨) કર્મભૂમિજ (૩) અકર્મભૂમિજ (૪) અંતરદ્વીપજ. તિર્યંચની ૪ દિશાઓ- (૧) બેઇન્દ્રિય (૨) તે ઇન્દ્રિય (૩) ચરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય. સ્થાવર કાયની ૪ દિશાઓ- (૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (૪) વાઉકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org