________________
સાકાર કરવા આજીવન માનૈનવ્રતધારી પૂ. તપસ્વી ગુરુદેવનું અસીમકૃપાનું બળ સાંપડ્યું. જેના બળે સ્વલ્પ સમયમાં એક પછી એક આગમોનું ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશન થવા લાગ્યું છે.
ગુસ્વર્યોના આશીષે મારા સદ્ભાગ્યે આચારાંગ સૂત્રની સ્પર્શનાનો અવસર પ્રાપ્ત થયો. વીતરાગવાણી તો અનુપમિત છે છતા એક દૃષ્ટિએ તેને ઈશુની ઉપમા ઘટી શકે છે કારણ કે ઈશુને જ્યારે પણ જ્યાંથી ચૂસીએ ત્યારે તેમાંથી મીઠાસ જ પ્રાપ્ત થાય છે. તેમ આગમવાણીમાં જીવન ઉપયોગી અમૃતરસ જ ભર્યો છે. આગમોના અવલોકનમાં આચારાંગ સૂત્ર પણ રસ સભર છે. જેમ કે- જે મલ્થિ કાપડું રે વહિયાં નાપા, ને વદિ નાડુ સે અત્યં ગાડું ! જે પોતાના સુખ દુઃખને જાણે છે તે બીજાના સુખ દુઃખને જાણે છે. જે બીજાના સુખ દુઃખને જાણે છે તે પોતાના સુખ દુઃખને જાણે છે. આવી રહસ્ય યુક્ત અનેક સૂક્તિઓનો ખજાનો આ આગમમાં ભર્યો પડ્યો છે. તેના ભાવને પામી ભાવાનુવાદ કરવો એ મારા જેવી અલ્પજ્ઞ સાધ્વી માટે ઘણું કઠિન છે પરંતુ જેના મૂળમાં, જેના સોતમાં પૂ. તપસ્વી ગુરુદેવ અને પૂ. ગુજ્જી મૈયાનું કૃપા ઝરણું વહેતું હોય પછી તે કઠિન કાર્ય પણ સહજ બની જાય છે. આ જે કાંઈ તૈયાર થયું છે તે મારા ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ અને પૂ.ગુજ્જી દેવા પૂજ્યવરા મોટાસ્વામી તથા ભાવયોગિની પૂ. સ્વામીની અંતર પ્રેરણાના યોગે થયું છે. તેથી તે આપનું જ છે. આપની વસ્તુ આપને સમર્પિત કરું છું.
આગમના અવગાહનમય જ જેમનું જીવન છે અને જેઓ આગમ મનીષીના વિશેષણથી અલંકૃત છે તેવા પૂ.ત્રિલોકમુનિ મહારાજે અપ્રમત્તભાવે સતત જાગૃતિપૂર્વક મૂળપાઠ, અર્થપાઠ આદિનું અવલોકન કરી જે ઉપકાર કર્યો છે તે શબ્દાતીત છે. તેથી મનોયોગ અને કાયયોગના સાથે અંતરભાવની વંદના સહ જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે.
જેમનો કિંમતી સમય શાસ્ત્રના નિરીક્ષણ અને નિદિધ્યાસન સિવાય પ્રાયઃ ક્યાંય પણ બહાર નથી એવા મારા ગુસ્સીમૈયા ભાવયોગિની પૂ. બા.બ્ર. લીલમબાઈ મહાસતીજીએ એક એક અર્થ, ભાવાર્થ આદિને અવગાહીને રસ સભર કર્યું છે. તે ઉપકાર બદલ તેઓશ્રીના ચરણમાં હાર્દિક ભાવ વંદન સહ શું કહું? પૂ. ગુણી દેવા આપના ઉપકારે તો હું આ ભાર સભર છું. અમારા સહુના વડીલ ગુરુભગિની પૂ. બા.
52
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary