________________
સૌભાગ્યમલજી મ. અને આચાર્ય સમ્રાટ આત્મારામજી મ.એ આચારાંગ પર હિંદીમાં હૃદયગ્રાહી વિવેચન લખ્યું છે. પ્રબુદ્ધ પાઠકોના માટે તે વિવેચન ઉપયોગી છે. હીરાકુમારી જૈને આચારાંગનો પ્રથમ શ્રુતસ્કંધ બંગાળી ભાષામાં અનુવાદ કરી પ્રકાશિત કર્યો હતો. તેરાપંથી સમુદાયના પંડિત મુનિ શ્રી નથમલજીએ મૂળ અને અર્થ સાથે જ વિશેષ સ્થળે ટિપ્પણ લખી છે. આ રીતે આધુનિક યુગમાં અનુવાદની સાથે આચારાંગના અનેક સંસ્કરણો પ્રકાશિત થયા છે. મૂળપાઠ રૂપે પણ કોઈ ગ્રંથો થયા છે. તેમાં આગમ પ્રભાવક મુનિ શ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત મૂળપાઠ સંશોધનની દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાથે વિશ્વભારતી લાડનૂનો મૂળ પાઠ પણ શ્રમયુક્ત છે.
સ્થાનકવાસી સમાજ એક મહાન ક્રાંતિકારી સમાજ છે. સમયે સમયે તેણે જે ક્રાંતિકારી ચિંતનપૂર્વકના પગલા ભર્યા છે તેથી વિદ્યણ આશ્ચર્યચકિત થતા રહે છે.
આચાર્ય અમોલખઋષિજી મ., પૂજ્ય ઘાસીલાલજી મ, ધર્મોપદષ્ટા ફૂલચંદજી મ. દ્વારા આગમ બત્રીસીનું પ્રકાશન થયું છે. તેમજ દઢ સંકલ્પી પૂ. મધુકરમુનિજી મ. હિંદી વિવેચન સાથે આગમ પ્રકાશનની યોજનાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. તેનો મુખ્ય આધાર લઈ અમો પણ ગુજરાતીમાં અનુવાદ વિવેચન કરવાના સર્ભાગી બન્યા છીએ.
આગમ મનીષી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે. તે સામાન્ય, પ્રૌઢ અને વૃદ્ધજનોને ઉપયોગી થાય એમ છે.
શ્રમણસંઘીય આગમજ્ઞાતા પ. ૨. શ્રી કવૈયાલાલજી મ.સા. "કમલ" એ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે આઠ ભાગોમાં બત્રીસ સૂત્રોના સંપૂર્ણ મૂળપાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. તે દરેક ગ્રંથ આગમ વિષયોના અન્વેષણકર્તાઓ માટે ઘણાં જ ઉપયોગી છે.
પ્રસ્તુત સંસ્કરણ :
આગમિક ભાવોને જેઓએ હૃદયસ્થ કર્યા હતા તેવા પૂ. ગુરુપ્રાણની જન્મશતાબ્દીના અવસરે મારા ગુરુભગિની પૂ.બા.. ઉષાબાઈ મહાસતીજીને શાસ્ત્રોના ભાવોને માતૃભાષામાં સહજ અને સરળ કરવાની ભાવના યોગાનુયોગ જાગી. પૂ. ગુણી દેવોએ તેમજ સંયમી સાથીઓએ તે ભાવોને ઉલ્લાસિત કર્યા. આ સર્વની ભાવનાને
|
51
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary