________________
| પરિશિષ્ટ-૧
_ _
૪૧૭
વિગત છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૩) જૈન દર્શનનો સ્યાદ્વાદવિશ્વ પરના બધા મત, પંથ, સંપ્રદાય કે ધર્મોનો આ રીતે સમન્વય સાધી આપે છે. તે એમ શીખવે છે કે જગતના બધાં દર્શનો અમુક અમુક અપેક્ષાએ સત્યના જ અંશો છે, કોઈ વિકસિત અને કોઈ અવિકસિત. પરંતુ અમુક અંશ જ્યારે બીજા અંશોમાં ભળી ન શકે, એક બીજાને તિરસ્કાર કરે ત્યારે એ વિકૃત થાય છે અને સત્ય મટી સત્યાભાસ બને છે. જ્યારે આ સ્થિતિ થાય ત્યારે તે મત અને તેના અનુયાયીઓ માટે તે નાવ મટી પથ્થરરૂપ બને છે; આ સંસારરૂપી મહાસાગરમાં પોતે ડૂબે છે અને તેને પકડનારને પણ ડુબાડે છે. પણ જે મત, પંથ કે દર્શન બીજા સત્યોને પચાવવાનો અવકાશ રાખે છે, તે ઉદાર અને સંગઠિત બની પૂર્ણ સત્યના માર્ગે ગતિ કરે છે અને પોતાના અનુયાયીઓને પણ વિકાસનો માર્ગ શોધી આપે છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૩) આ સૂત્રમાં અનેકાંતવાદનાં કિરણો વધુ પ્રકાશિત રૂપે નજરે પડે છે. અહીં જૈનદર્શન શું છે એ સ્પષ્ટ સમજાય છે. સૂત્રકાર કહે છે કે માન્યતાના ભ્રમમાં આગ્રહ બુદ્ધિને વધુ અવકાશ છે અને આગ્રહ કદાગ્રહનું સ્વરૂપ પકડે છે. કદાગ્રહ એટલે પોતાના મતને પકડી રાખવાની જટિલ અને જડ વૃત્તિ. આ વૃત્તિને મહાપુરુષોએ જળોનું સ્વરૂપ આપ્યું છે. આ વૃત્તિ અનિષ્ટ કરાવે છે, તે કોનાથી અજાણ છે? ધર્મને ઓઠે થયેલા અનર્થોનો તથા વટાળ વૃત્તિ માટે થયેલી હિંસાનો ઈતિહાસ આ વાતના પુષ્ટ પ્રમાણરૂપ છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૪) ધર્મ વિવેકમય દષ્ટિમાં છે એવું ઉપરનાં સૂત્રમાં સ્પષ્ટ કથન છે. જે માન્યતા, વિચારણા કે ક્રિયામાં વિવેકબુદ્ધિનું સ્થાન ન હોય તેમાં અનેક દોષોનો સંભવ છે. એમ કહી સૂત્રકાર એ બતાવે છે કે વિવેકબુદ્ધિ પર ધર્મનો મોટો આધાર છે. બીજી વાત એ છે કે સ્થાનની કશી મહત્તા નથી. જોઈએ તો વસતિવાસ કરો કે જોઈએ તો જંગલમાં જઈ વસો. અનુભવ એમ જ કહે છે કે જેનામાંવિવેકબુદ્ધિ જાગૃત થઈ નથી તેને વસતિ અને જંગલ બન્ને સમાનઅસર ઉત્પન્ન કરે છે, જંગલમાં જઈને પણ અવિવેકી પોતાના સંસારને કલ્પના દ્વારાખડો કરી શકે છે; જ્યારે વિવેકી સાધક વસતિમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહી શકે છે. સારાંશ કે પતન અને વિકાસનો સંબંધ સ્થાન, ક્ષેત્ર છે તેવાં કોઈ બાહ્યનિમિત્તો સાથે નથી, ઉપાદાન સાથે છે. આથી એટલું ફલિત થયું કે કોઈ પણ બાહ્ય નિમિત્તો, સંયોગ કે ક્રિયા જેટજેટલે અંશે ઉપાદાનની શુદ્ધિમાં સહાય કરે તેટલું જ તેનું મહત્ત્વ અને ઉપયોગીપણું છે. (ઉદ્દેશક ૧, સૂત્ર ૪) જે સાધક વૃત્તિમાં નિર્મમત્વ લાવવાનો પ્રયત્ન કરતો હોય તે જનનેન્દ્રિયનો અને બીજી ઈન્દ્રિયોનો પણ સંયમી તો હોય જ. સૌથી પ્રથમ સ્ત્રી મોહનો ત્યાગ અને પછી પદાર્થની સંગ્રહબુદ્ધિનો ત્યાગ, એ બન્ને નિર્મમત્વમાં પ્રવેશવાની પ્રથમ ભૂમિકાઓ છે. એટલે આ રીતે એ ત્રણે વ્રતોમાં પાંચ વ્રતોનો એક યા બીજી રીતે સમાવેશ થઈ જાય છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૪) ક્રોધાદિરિપુઓ સાથેનું તંદ્ર તો વીતરાગભાવની પૂર્ણ પરાકાષ્ઠાએ ન પહોંચાય ત્યાં સુધી ચાલવાનું જ. પરંતુ સાધકમાં અને સામાન્ય જીવમાં એટલો જ ફેર કે એક એની સામે લડવા ઊભો રહે અને બીજો એને વશ થાય. જે લડવાને તૈયાર થયો છે તે કદાચ પ્રથમ હારે તોય તેમાં જીતવાની અભિલાષાનું હોવાપણું છે, એટલે બમણા જોરથી સામગ્રી મેળવવાના પુરુષાર્થની તક છે, અને બીજાને એ નથી. જ્યાં સુધી આટલી તૈયારી ન થાય ત્યાં સુધી પદાર્થોથી દૂર રહેવું ભલે શક્ય થાય, પણ પાપકર્મથી છૂટવું શક્ય નથી અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org