________________
પરિશિષ્ટ 1
જેમ માત્રાની દવાઓ પુષ્ટિકારક હોય છે અને માયાળુ વૈદ્ય પોતાના પ્રિય દર્દીને જલ્દી શક્તિમાન થવા ઈચ્છે છે. તો યે તે દર્દીની હોજરી બરાબર જીરવી શકે ત્યારે જ એને આપી શકે અને ત્યારે જ એને ફાયદો પડતો થાય. આમાં જેટલી ઉતાવળ તેટલું દર્દીને દુઃખ થવાનો સંભવ વિશેષ. આ વાત અનુભવસિદ્ધ હોવાથી હિતૈષી વૈધ, દર્દી ઉતાવળ કરે તો યે આવી ભૂલ કરતા નથી. તેમ જ્ઞાની પુરુષોએ પણ સાધકો પ્રત્યે તેટલું અને તેવું જ લક્ષ આપવું ઘટે. આ જ દૃષ્ટિબિંદુએ જ્ઞાની પુરુષો એવા સાધકોને માટે અમુક જ વાચન, અમુક જ સંગ, અમુક જ ખાનપાન અને વસ્ત્રાદિ સામગ્રી તથા અમુક જ સ્થાન નિયત કરી નિયમબદ્ધતા યોજી દે છે અને એમની પ્રત્યેક પ્રવૃત્તિ પર પછી પણ દષ્ટિપાત કરતા રહે છે. અમુક સાધકો એ કોટિના હોય છે કે જેઓ કાયમ ગુરુ આજ્ઞામાં ટકી રહે છે.
૪૦૭
પણ અહીં એવા સાધકોની વાત છે કે જે સાધકો પૂર્વગ્રહોને અધીન હોય છે. આવા સાધકો સત્પુરુષને સંપૂર્ણ અધીન થઈ કે રહી શકતા નથી અને તે કારણે એમની સ્થિતિ ત્રિશંકુ જેવી બની જાય છે. આવા સાધકો ગુરુઆજ્ઞાને બંધન માને છે. તોયે પોતાની વૃત્તિના બંધનમાં બરાબર જકડાઈ જાય છે અને તેથી જ કેવળ ઉદ્ધૃત બની ઊલટી પ્રવૃત્તિમાં પડી જાય છે. આ એક પ્રકારના પતનનો માર્ગ છે અને એવા સાધકોને એ વધુ પીડે છે. વધુ એટલા માટે કે એવા સાધકોનું શાસ્ત્રીય જ્ઞાન કેવળ વાચાળતારૂપ પરિણમવાથી તેઓ જ્ઞાનનો વેપાર કરવા મંડી પડે છે અને બીજાઓને સંબોધી બ્રહ્મચર્ય, સંયમ, ત્યાગ, તપ, અર્પણતા એવા એવા અનેક વિષયો પર સુંદર વક્તવ્ય કે લખાણ કરવા છતાં પોતાના જીવનમાં ઉતારવાનું ભૂલી જાય છે. આવા સાધકો જગતની દૃષ્ટિએ ત્યાગી કે સંયમી દેખાય છે; બહારની પુજા, પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકે છે; પણ આત્માના સન્માન પામી શકતા નથી. આખરે તો એમને પટકાઈને પણ સન્માર્ગે વળવું જ પડે છે અને તેમાંના ઘણાખરા વળે છેય ખરા. પણ જેટલો એ માર્ગે સમય વધુ પસાર કરે તેટલું જ તેમને પાછળથી પસ્તાવું અને સહવું પડે. કદાચ જન્મ આખો વીતી જાય તો યે યોગભષ્ટ થઈ અન્ય જન્મે ફરીથી સાધનાના માર્ગે જોડાયે જ એમનો છૂટકારો થાય છે.
બીજા સૂત્રમાં બીજી કોટીના સાધકોની વાત છે. એમાં આજ્ઞાની આરાધનાનો બહિષ્કાર તો છે જ, તોયે એમાં ઉદ્ધતાઈના અંશો નથી. એટલો ફેર છે. એટલે અહીં સાધકોનો બલાત્કૃત દોષ ન ગણાય. તેમના પૂર્વઅધ્યવસાયો જ એને વિષયો તરફ ખેંચી જાય છે અને તેઓ ખેંચાઈ જાય છે. જો કે આમ થવામાં મુખ્ય કારણભૂત તેમની અસાવધતા તો છે જ, કે જે ક્ષમ્ય ન ગણાય અને તે લગભગ સમજફેરથી જન્મી હોય છે; કારણ કે ત્યાગ એટલે પદાર્થ પર થતી લાલસા અને વિષયો તરફ ખેંચાતી વૃત્તિઓને રોકવાનો પ્રયોગ, અને તપ એટલે ઈચ્છાનો નિરોધ, એવું એને ભાન ન હોવાથી આ ગેરસમજ જન્મે છે અને તેથી એ માત્ર પદાર્થ ત્યાગ કરી સાધનાની ઈતિ સમાપ્તિ માની લે છે, અથવા આ વેગથી ખેંચાઈને પ્રયોગ કરવા માંડે છે. પણ આખરે સમજ વિનાનો આ વેગ અમુક સમય જ ટકે છે. એ ચાલ્યો જાય એટલે એમનો વેગ બદલાય છે અને પૂર્વઅધ્યાસો જાગૃત થતાં તે ખેંચાઈ જાય છે. આવા સાધકોને અવલંબન મળી જાય તો તે જલ્દી ઠેકાણે આવી જવાનો સંભવ રહે ખરો.
Jain Education International
(ઉદ્દેશક ૪, સૂત્ર ૮) અહીં સૂત્રકાર એવી કોટિના સાધકોની વાત કરે છે કે જે ધર્મચુસ્ત કહેવાય છે છતાં સાચા ધર્મથી વિમુખ હોય છે. વિમુખ શા સારું? એનો આકાર પણ ઉપરના સૂત્રમાં આપ્યો છે. એ પરથી સાપેક્ષવાદનું રહસ્ય પણ સમજાય તેમ છે. સૂત્રકારના આશય પ્રમાણે જોતાં ભિન્ન ભિન્ન ધર્મ મત કે સંપ્રદાયો ભિન્ન ભિન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org