________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
બંધનકર્તા છે. આથી એ ફલિત થયું કે સંસારનો અંત આંતરિક રિપુઓના નાશ વિના થઈ શકે નહિ.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૪) વિરત, ભિક્ષુ, ચિરસંયમી એ ત્રણ વિશેષણો મુનિ સાધકને માટે વાપરી એવા સાધકને પણ શું કંટાળો ઉપજે ? એવો સૂત્રકારે જ અહીં પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નની પાછળ એમનો દૃઢ અનુભવપૂર્વકનો નિશ્ચય રજૂ કરવા માગે છે. આવા સુયોગ્ય ભિક્ષુ સાધકને કોઈ સ્થળે કંટાળો હોય નહિ, એવી પાકી પ્રતીતિ તેઓ આપે છેક અને કહેવા માગે છે કે, આવા ભિક્ષુને કોઈ પણ પ્રલોભન કે સંકટના પ્રસંગો સ્પર્શી શકતા નથી અને સ્પર્શે તોય એમની વૃત્તિ ચલિત થતી નથી. આ ભૂમિકા ઘણી જ ઉચ્ચકોટિની છે. આટલી હદે પહોંચેલો સાધક નિરાસક્તિથી પરાકાષ્ઠાએ પહોંચ્યો ગણાય. અહીં ત્યાગના ફળનું માપ બતાવ્યું છે. સુંદર કે અસુંદર પ્રસંગો સાધકના મન પર કે કર્મ પર કેવી અસર ઉપજાવે છે, તે પરથી એ સાધકે કેટલો વિકાસ સાધ્યો છે અને કેટલી દિવ્યતા મેળવી છે, એનું માપ કાઢી શકાય. સારાંશ કે, જેમનામાં સમતા છે, એમને સારા કે માઠા પ્રસંગો કશી અસર કરી શકતા નથી.
४०६
(ઉદ્દેશક ૪, સૂત્ર ૧) આ વિશ્વના રંગમંડપ પર ઘણા નટ થઈ નાચે છે અને ઘણા દષ્ટ બની જુએ છે. પણ નાચનારા કે જોનારામાંના વિરલને જ આ બધું નાટક માત્ર છે તેવું ભાન થાય છે. આવું કંઈક ભાન જાગે કે જાગવાની તૈયારી થાય ત્યારે જ સાધનાનો માર્ગ ગમે. ત્યાં સુધી તો માનવમાત્ર સાધનનો જ દુરુપયોગ કરે એ સ્વાભાવિક છે. જગતમાં આવું જ કંઈ દેખાય છે. પણ સૂત્રકાર માનવને સંબોધીને માનવજાતને સંબોધે છે; કારણ એ છે કે તેઓને સાધનામાં જોડાવાની યોગ્ય સામગ્રી સહજ પ્રાપ્ત હોય છે અને એથી કુદરતનો સંકેત એમને માટે સ્વતંત્ર અને સહજ છે. એટલે માનવ ધારે તો આવી સંસારની ગતાનુગતિક પ્રવૃતિનો તે પલટો કરી શકે છે અને એમ કરવું એ માનવજીવનનો પ્રધાન હેતુ પણ છે.
પરંતુ અહીં સાધનામાર્ગ ગમે, તોયે કેવળ ગમવા માત્રથી તે માર્ગે જવાતું નથી, એ વાત ભૂલવી જોઈએ નહીં. એટલે જેણે એ માર્ગે જવા યોગ્ય આંતરિક બળ ખીલવ્યું હોય તે જ અહીં પગ મૂકી શકે.
ઘણીવાર કેટલાક સાધકોના સંબંધમાં એવું પણ બને છે કે એકને આકસ્મિક રીતે પ્રથમ બધા અનુકૂળ સંયોગો મળી રહે છે; જેવા કે, સદ્ગુરુ કે સરળ ઉપસાધકોનો યોગ, સુંદર અને સરળદર્શન, ભક્તિમાન અને ગુણાન્વેષી ભક્તમંડળ અને સાધના માટે સહજપ્રાપ્ત થતાં ભોજન, વસ્ત્રાદિ સાધનો વગેરે. આથી 'અમે પૂર્વે આંતરિક બળ કેળવ્યું હશે તેથી તો આજે સાધનો પામી આંતરિક બળને લીધે જ આગળ ધપીએ છીએ' એમ માની એ સાધકો હવે જાણે આંતરિક બળ ખીલવવાની એમને જરૂર જ ન હોય તેમ વર્તવા માંડે છે. પણ કસોટીના સંયોગો ઉપસ્થિત થતાં એમની માન્યતા જૂદી પડે છે અને એમને પોતાની આંતરિક નબળાઈઓનું ભાન પણ થાય છે. એટલે સૂત્રકારના આશય પ્રમાણે પ્રથમથી જ આંતરિક તૈયારી કરવી જોઈએ, જેથી પાછળ થી પસ્તાવું ન પડે. પૂર્ણ આંતરિક તૈયારી વિના અનુકૂળ પ્રતિકૂળ કોઈ પણ સંયોગો પચતા નથી. એક સંયોગ ઉદ્ધત બનાવે છે, તો બીજો સંયમમાં શિઘિલતા લાવે છે. આટલું સાધક અવશ્ય વિચારે.
જ્ઞાનનું અજીર્ણ થયું હોય તેવા સાધકોનો સૂત્રમાં નિર્દેશ છે. 'અનુભવ વિના જ્ઞાન પચે નહિ,' એ સૂત્ર ખરેખર મનનીય છે. જ્યારે ગુરુશિષ્યની પૂર્ણ રીતે માનસચિકિત્સા કર્યા વગર, એ શિષ્યની અનુભવદષ્ટિ જ્યાં ન પહોંચી શકતી હોય એવું જ્ઞાન આપી દે છે, ત્યારે જ આવું અજીર્ણ થવાનો ભય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org