________________
પરિશિષ્ટ-૧
૩૯૭ |
મૂર્તિ. નિઃસ્પૃહતા વિના સ્વાનુભાવ ન જાગે. બીજાં વચનો અનેક વાર સાંભળ્યા છતાં હૃદયના તાર ને જગાડે, હૃદયે ન સ્પર્શે, પણ સાચા સંતનું એક વાક્ય જીવન પલટી શકે.
સત્સંગની મહત્તા આ દષ્ટિએ છે પરંતુ જ્યાં વ્યક્તિના વ્યક્તિત્વને બદલે વ્યક્તિના ખોખાં તરફ ઢળવાની ક્રિયા થાય ત્યાંસત્સંગ ફળદાયી નીવડે અને વાસ્તવિક રીતે તો એ સત્સંગ પણ ન કહેવાય.વ્યક્તિરાગમાં બંધાયેલાને મુક્ત કરે, સ્વતંત્ર બનાવે અને પોતાનો અનંતકાળનો પૂર્વગ્રહ દુરાગ્રહ છોડાવે, તે જ સત્સંગ.
સુત્રમાં બાહ્ય પદાર્થના ત્યાગની જરૂરિયાત બતાવી અને ત્યાગભાવના ક્યારે અને કઈ રીતે જાગે તેના ઉપાયો વર્ણવ્યા. પરંતુ ત્યાગના સંબંધમાં કેટલીક વાર ગેરસમજ ઊભી થવાનો સંભવ રહે તેથી તેનો ઉકેલ સૂત્રમાં આપવા પ્રયાસ કરે છે.
ધર્મ સમતામાં છે એમ બોલીને સૂત્રકાર કહે છે કે, ત્યાગ સમભાવથી જાગ્યો હોવો જોઈએ. ત્યાગમાં સમતા જોઈએ જ. આમ કહેવાનો આશય એ છે કે, પદાર્થ ત્યાગમાં બે ભાવના દેખાય છે. એક તો પદાર્થો પ્રત્યેની ધૃણા અને બીજી પદાર્થો પ્રત્યેની અતૃપ્તિ(પદાર્થો વડે થતી અતૃપ્તિની સમજ). આ ભાવનાના મૂળ ઉપર જ ત્યાગની શુદ્ધિ અશુદ્ધિનો આધાર છે. જે ત્યાગમાં પદાર્થ પર તિરસ્કાર છે તે ત્યાગમાં શુદ્ધિ કે સમજણ નથી, એમ કહી શકાય; કારણ કે જે વૃત્તિનો આજે પદાર્થ પર તિરસ્કાર છે તે વૃત્તિનો પ્રસંગ આવ્યે સંયમ પર પણ તિરસ્કાર નહિ થાય એની ખાતરી શી? કથિતાશય એ છે કે વૃત્તિના મૂળમાં જે દોષ હોય તે આજે એક જ ક્ષેત્રમાં દેખાતો હોય તો પણ વહેલો યા મોડો એ બીજા ક્ષેત્રમાં પણ દેખાવાનો જ. જે સાધકે પદાર્થત્યાગથી સુખ છે એવું મીઠું પ્રલોભન કયાંકથી સાંભળી ત્યાગ કર્યો છે અને આજે તેની વૃત્તિનો વેગ સંયમ તરફ વાળવા પ્રયત્ન કરી રહ્યો છે, તે સાધક કદાચ એ માર્ગમાં સુખનો અનુભવ ન કરી શકે અને બીજા બાધક કારણો નડે, ત્યારે બીજી તરફ ઢળ્યા વગર કેમ રહી શકશે? ત્યાગનો હેતુ વેગની દિશા બદલવાનો નહિ પણ વેગને શમાવવાનો છે અને એ વેગનું શમન ઊંડી વિચારણા વગર શક્ય નથી. જ્યારે માનવીને ભાન થાય કે પદાર્થોમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી, તે તો નિમિત્ત માત્ર છે, મારી વૃત્તિએ જ અજ્ઞાનથી પદાર્થોમાં સુખ કે દુઃખની કલ્પના કરી છે. જેને એક વસ્તુ જોઈએ છે તે વસ્તુ નહિ મળે તો તેને દુઃખ થશે, અગર એને એ વસ્તુ સંબંધીનું કંઈ પણ સુખદુઃખ થવાનું નથી. સુખ કે દુઃખનું કારણ બહાર નથી પણ મારી સમજણમાં છે– ત્યારે જ સાચો ત્યાગ જન્મશે. એટલે જ સૂત્રકાર કહે છે કે, ત્યાગ સમતાથી જન્મવો જોઈએ અને આ ભાવના પ્રગટયા પછી જ વૃત્તિને શુદ્ધ કરવા માટે નિમિત્તોથી દૂર રહેવાની આવશ્યક્તા જણાય છે અને એ સમજણપૂર્વક જે ત્યાગ થાય છે તે ત્યાગમાં સમભાવ હોવાની પૂર્ણ સંભાવના છે.
સર્વજ્ઞ પુરુષોએ સમભાવની પરાકાષ્ઠા પોતે અનુભવી છે. એથી જ તેઓ ધર્મને સમતાથી વર્ણવી શકે છે. સત્યનો અનુભવી જ સત્ય દર્શાવી શકે, બીજાં નહિ; એવો ભાવ પણ આ સૂત્રમાં ટપકે છે. આ સૂત્રના બીજા ભાગમાં શ્રી તીર્થકર ભગવાનના શ્રીમુખેથી "મેં અહીં કર્મ ખપાવ્યા છે તે રીતે બીજે ખપાવવાં મુશ્કેલ છે" એમ કહેવાયું છે, એ કથનમાંથી એ સાર નીકળે છે કે આ માર્ગ– સમતાનો માર્ગ જેટલો સરળ છે તેટલો બીજો નથી. અમે સમતાયોગની સાધના કરી કર્મ ખપાવ્યા છે. તમે પણ ખપાવી શકશો એમ એ જ્ઞાની પુરુષો પોતાના અનુભવની ચોક્કસતા બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org