________________
પરિશિષ્ટ-૧
| ૩૮૫ |
પછી નિમિત્તોની અપેક્ષાએ ઓછા કે વધુ પ્રમાણમાં દેખાવું એ જુદી વાત છે અને જો એમ ન હોય તો વાસ્તવિક વિકાસ ન ગણાય. ધર્મને પણ આવી વિજ્ઞાનબુદ્ધિથી તપાસવો જોઈએ. જે સાધક ધર્મ સ્થાનમાં અસત્ય ન બોલે, પણ જીવન વ્યવહારને લગતી ક્રિયાઓમાં એટલે કે કાપડ માપતાં કે માલ લેતાં દેતાં જૂઠું બોલે તે સાધકે ધર્મની આરાધના કરી નથી એમ મનાય. એક ક્રિયા થાય એટલે બીજું તેની સાથે ને સાથે જ થાય છે. ઘડિયાળનું એક મુખ્ય ચક્ર ચાલે, એટલે બધાં ચક્રો અને તેના કાંટાઓ તેની સાથે જ ફરવાના. તેમ એક ક્રિયામાં સાચી શુદ્ધિ આવે એટલે આખા જીવનમાં દ્ધિનો સંચાર થયા વિના રહે નહિ.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૧૦) સૌ સુખને, આત્મસ્વરૂપને ઝંખે છે અને તે મેળવવા ભિન્ન ભિન્ન દિશામાં કોઈ બાહ્ય ભૌતિક ક્ષેત્રમાં, કોઈ માનસક્ષેત્રમાં અને કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ ભિન્ન ભિન્ન પ્રયત્નો પણ કરે છે; છતાં જે વસ્તુને એ ઈચ્છે છે તે શાથી નથી મળતી? એનો સૂત્રમાં સૂક્ષ્મ ખુલાસો છે. એ સૂત્રમાં પ્રથમ કર્મોના મૂળ કારણોને છેદવાનું કહી એમ કેવા માગે છે કે જ્યાં સુધી બાધક કારણોનો નાશ ન થાય ત્યાં સુધી ઈષ્ટસિદ્ધિ ન થાય, પછી ગમે તેટલી અને ગમે તેવી એ ક્રિયા સુંદર દેખાય તોયે તેમાંથી સંતોષ ન મળે. જેમ કે કોઈ ધ્રુવકાંટાને હાથમાં લઈ ગમે તેટલી આકરી પ્રતિજ્ઞાઓ આપે તોયે તે ઉત્તર દિશાભિમુખ રહેવાનો. તેને આંગળી વતી પૂર્વદિશાભિમુખ રાખવા પ્રબળ પ્રયત્ન કરો, તોયે તે સ્થાન પર આંગળી હોય ત્યાં સુધી જ તે પૂર્વ દિશા તરફ રહે અને આંગળી લઈ લો એટલે ફરીને તે ઉત્તર દિશા તરફ વળી જવાનો. આ રીતે સેંકડો વર્ષ સુધી કોઈયત્ન કરે તોયે તેનું મૂળ કારણ જાણી તે બાધક કારણ દૂર ન કરાય ત્યાં સુધી તે સ્થિતિમાં ફેર પડે નહિ. પણ જ્યારે તે પહેલાં તેનું બાધક કારણ શોધે, એટલે કે જ્યારે તેને ખ્યાલ આવે કે ધ્રુવકાંટા પર રહેલા લોહચુંબક નામનો ધાતુ ઉત્તર દિશામાં તેને આકર્ષે તેવા તેના ડુંગરાઓ છે અને તેથી તે તે દિશા તરફ ખેંચાય છે અને આમ જાણ્યા પછી તે ધાતુને ઉપરથી દૂર કરે ત્યારે તે મનુષ્ય તે કાંટાને ઈચ્છિત માર્ગે વાળી શકે તે રીતે જો સાધક પોતાની થતી ભૂલનું મૂળ શોધી તેને દૂર કરે તો જ તે ઈચ્છિત પંથે આગળ ધપે અને ધ્યેયની પ્રાપ્તિ કરી શકે.
(ઉદ્દેશક૪, સૂત્ર ૧૦) કષાયો એ જ ભવભ્રમણાનું મૂળ છે એટલે જેટલે અંશે કષાયોનું શમન તેટલી જ નિરાસક્તિ કે ત્યાગની સફળતા છે. કષાયોના શમનથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિની પરાકાષ્ઠાનું પ્રમાણ સર્વજ્ઞતાની પ્રાપ્તિ. કારણ કે જે એકને સંપૂર્ણપણે જાણે તે સમસ્તને સંપૂર્ણપણે જાણી શકે, એવો નૈસર્ગિક નિયમ છે. મહાન આત્માઓ જ આ સત્યમાર્ગનો પાર પામી શકે અને સર્વજ્ઞ બની શકે. જીવિતની આકાંક્ષાનો ત્યાગ પૂર્ણ નિર્ભયતા અને સત્યની અખંડ આરાધના એ વીરતાના લક્ષણો છે. જેની એક માર્ગશક્તિ હશે તે બીજે માર્ગે પણ વળી શકશે.
જ્ઞાનના મૂળમાં શ્રદ્ધાના અપૂર્વ બળની પ્રાપ્તિ છે. સત્પષ દર્શિત સત્ય માર્ગમાં પ્રવર્તવાની તાલાવેલી એ શ્રદ્ધાનું ચિહ્ન ગણાય. શ્રદ્ધાવાનને આત્મોન્નતિનો માર્ગ વધુ સરળ છે.
ચોથું અધ્યયન
(ઉદ્દેશક ૧, સૂત્ર ૧) વ્યાપક અહિંસાના પાલનમાં સમસ્ત પ્રાણી જાતની રક્ષા અને નિર્ભયતા સમાયેલાં હોઈ તેમાં વિશ્વશાંતિનું મૂળ છે, એમ પ્રથમ સૂત્રથી ફલિત થયું. આ સૂત્ર એમ કહે છે કે જે આવી જાતના વિશ્વપ્રેમના સંસ્કારોને સ્થાપિત કરાવે એ જ ધર્મ સાચો અને સનાતન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org