________________
| ૩૭૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન દેખાવા છતાં સ્થાવર જીવોમાંચૈતન્ય છે એ સિદ્ધ કરવાપણું આવિજ્ઞાનયુગમાં અવશેષ રહ્યું નથી. (ઉદ્દેશક ૪, સૂત્ર ૧) આત્મા અને સંસારના અન્ય પ્રાણીગણ આ જગતમાં પ્રત્યક્ષ વિદ્યમાન દેખાય છે. જુઓઘાટીલું શરીર, પુષ્ટ ઈન્દ્રિયો અને મનોહર અંગોપાંગ હોવા છતાં એક વસ્તુ વિના ક્ષણવારમાં તે સડવા લાગે છે; તેમાં મનોહરતાને બદલે બેડોળતા આવે છે; આકર્ષણ ને બદલે ધૃણા થાય છે. જે ચૈતન્યવિના સઘળુંનિરર્થક છે, એ વસ્તુ કઈ? તેનું જ નામ આત્મા. એ આત્માના ઉત્કર્ષ માટે સૌ જીવો શક્તિ અને સાધનોના પ્રમાણમાં સતત પ્રયત્ન કરે છે. આ રીતે તેનું અસ્તિત્વ અનુમાનથી સ્પષ્ટ થાય છે. તે વિષે શંકા કરવાનું કશું પ્રયોજન નથી. (ઉદ્દેશક ૪, સૂત્ર ૧) જે આ મહાસંસારમાં હિંસા તરફ બેદરકાર રહેતો નથી, તે જ સાચા સંયમનો રહસ્યવેત્તા છે અને જે સંયમનો જાણકાર છે, તે જ સાચી અહિંસાનો આરાધક છે. આ રીતે અહિંસા અને સંયમનો પરસ્પર પોપ્યપોષક ભાવ છે. અસંયમી કદી અહિંસક રહી શકે નહિ અને હિંસક કદી સંયમી બની શકે નહિ. ઈન્દ્રિયસંયમ, વાણીસંયમ અને મનસંયમ એ અહિંસકભાવ અને પ્રેમભાવના જનક છે. (ઉદ્દેશક ૪, સુત્ર ૫) અવિવેકી ક્ષણે ક્ષણે પાપ પરંપરા વધારે છે જ્યારે વિવેકી સાધક કાર્ય કરવા છતાં વિવેક દ્વારા જ પાપને ઘટાડે છે. (ઉદ્દેશક ૫, સૂત્ર ૨) સંસારનું ઉપાદાન (મૂળ) કારણ તો આસક્તિ જ છે અને વિષયો તો માત્ર નિમિત્ત (ગૌણ–આનુષંગિક) કારણો છે પરંતુ નિમિત્ત કારણો પણ ઉપાદાનનાં ઉત્તેજક તો છે જ. આથી નિમિત્ત કારણોથી સાવધ રહેવું એ સાધકની સાધનાનું પ્રથમ લક્ષ્ય હોવું ઘટે.વિષયોના દર્શનથી ગુપ્તવિષયવાસના જાગી ઊઠે છે; વિષયવાસના ઉદ્દભવ થવાથી ગાઢ આસક્તિ થાય છે અને ગાઢ આસક્તિને પરિણામે જડતા આવે છે. જ્યાં જડતા છે ત્યાં ચૈતન્યનો હાસ છે અને સંસારની વૃદ્ધિ છે.
વીતરાગતા પ્રાપ્ત કરવાની સાધનાનો પ્રારંભ વિષયવિરક્તિથી થાય છે. આથી એ સાધના કરવી અને વીતરાગની આજ્ઞા આરાધવી એ બંન્ને સમાન છે.
(ઉદ્દેશક ૭, સૂત્ર ૧) પોતાનું ચૈતન્ય અને અન્ય જીવોનું ચૈતન્ય એકસરખું છે. કર્મોની અસર પણ ઓછાવત્તા
સ્વરૂપમાં સૌ જીવોને (તેવા જ રૂપે) થતી રહે છે. આટલું જ વિચારી શકે છે, તે બીજાના ભોગે પોતાનું સુખ કદી વાંછતો નથી. અન્યને દુઃખ ઉપજાવી પ્રાપ્ત કરેલું સુખ એ સુખ નથી પણ સુખાભાસ છે. જ્યારે અન્યને શાંતિ પહોંચાડવાથી કદાચ સંકટ પ્રાપ્ત થાય, તો પણ તેના ગર્ભમાં સુખ જ છે.
(ઉદ્દેશક ૭, સૂત્ર ૬) જીવનું અસ્તિત્વ, કર્મબંધન અને મુક્તિ ઈત્યાદિ તત્ત્વો બતાવી તથા જીવનવિકાસ સારુ વિચાર, વિવેક અને સંયમ એ ત્રણ અંગોનું વર્ણન આપી આ અધ્યયનમાં ભાવહિંસાથી છૂટવાના સફળ અને સરળ ઉપાયોનું નિદર્શન કર્યું છે કારણ કે, અહિંસા એ જ એક પ્રકારનો સંયમ છે. અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે અહિંસા માત્ર સંયમથી જ સાધ્ય છે. કોઈને પ્રત્યક્ષ મારવું એ દ્રવ્યહિંસા છે અને અવિવેક, માનસિક દુષ્ટતા, વૈરવૃત્તિ, ઈર્ષ્યા વગેરેને આશ્રય આપવો તે ભાવહિંસા છે. ભાવહિંસા દ્રવ્યહિંસામાં પરિણમે છે અને એમ આત્મપતન થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org