________________
પરિશિષ્ટ-૧
૩૭૫ ,
પરિશિષ્ટ-૧
મુનિશ્રી સંતબાલજીના ચિંતનો
પ્રથમ અધ્યયન
(ઉદ્દેશક ૧, સૂત્ર ૧) વસ્તુતઃ જન્મ, જરા કે મરણ એ આત્માના ધર્મ જ નથી. આત્મા નિત્ય, અખંડ અને
જ્યોતિર્મય છે છતાં કર્મસંસર્ગથી જડરૂપ કર્મના ધર્મોની આત્મા પર પણ અસર થયા વિના રહેતી નથી અને તેથી કર્મસંગી ચૈતન્યને જન્મ, મરણાદિ ધર્મોમાં યોજાવું પડે છે. જો કર્મ છે તો કમેના પરિણામરૂપ પુનર્ભવ છે
(ઉદ્દેશક ૧, સૂત્રર) આત્મા નિત્ય છે, તરૂપ ચોક્કસ પ્રતીતિ થવી એ આત્મવાદ. સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન તે લોકવાદ, આત્મા પોતે કર્તા અને ભોક્તા છે તેવું ચોક્કસ કર્મજ્ઞાન તે કર્મવાદ અને કર્મબંધનથી છૂટી જવાની ક્રિયાઓનું જ્ઞાન થવું તેને ક્રિયાવાદ કહેવાય. આત્મવાદ, લોકવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ આ ચારે વાદોના એકીકરણથી જ સાચો આત્મવાદ સમજાય. (ઉદ્દેશક ૨, સૂત્ર ૧) કષ્ટ એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ કે અજ્ઞાનજન્ય ક્રિયાઓનું કટુ પરિણામ. અજ્ઞાનથી માત્ર અજ્ઞાનીને કષ્ટ થાય છે એવું નથી, અજ્ઞાનીનું અજ્ઞાન બીજાઓને પણ પીડે છે. વ્યક્તિ એ સમષ્ટિનું અંગ છે. તેની પ્રત્યેક ક્રિયાનો સમષ્ટિ સાથે ગાઢ સંબંધ છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૬) જે વૃત્તિની મન પર અસર વિશેષ રહેતી હોય તે વૃત્તિ પછી ટેવરૂપે થઈ જાય છે અને તે ટેવરૂપે થઈ ગયા પછી મનુષ્ય હંમેશાં એમાં જ વલખાં મારે છે અને આ રીતે વિવેકનો નાશ અને અનર્થની પરંપરા નોતરાતી જાય છે. (ઉદ્દેશક ૩, સૂત્ર ૧) જેવા વિચારો હોય તેવું જ બોલે અને જેવું બોલે તેવું જ ચાલે અર્થાત્ મન, વચન અને કાર્યની એક વાક્યતા એ સાધુતાનું પ્રથમ લક્ષણ છે. ત્યાગ ગ્રહણ કરી સતત જાગૃત રહે તે સાધુ કારણ કે સમર્થ આત્માઓ માટે પણ પૂર્વ સંસ્કારોને લઈને નિર્બળતા થવી સંભવિત છે. (ઉદ્દેશક ૩, સુત્ર ૩) તે જ સાચો નિર્ભય છે કે જેનાથી સૌ કોઈ નાનામોટા જીવોને અભય મળે છે. પોતાનાથી
જ્યારે કોઈ ભય ન પામે તેવો નિઃસ્વાર્થી અને નિર્વિકારી પ્રેમ અખંડ વહે, ત્યારે જ નિર્ભયતા પ્રાપ્ત થાય. નિર્ભય દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય એ સર્વોત્તમ અને કાર્યકારી ધ્યેય છે. જે નિર્ભયતામાં અસંયમ અને સ્વચ્છંદતા છે તે નિર્ભયતા ભયાનક છે અને એ નિર્ભયતા બહાર દેખાતી હોય તોયે એ નિર્ભયતા નથી પણ મહાન ડરપોકતા છે.
(ઉદ્દેશક ૩, સુત્ર ૪) જળમાં અનેક જીવો છે તે વૈજ્ઞાનિક શોધથી જગજાહેર થઈ ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં હાસ્ય, શોક, ભય, ક્રોધ, રાગ, અહંકાર એવી એવી લાગણીઓનો સ્પષ્ટ અનુભવ કરાવ્યો છે. એ પરથી હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org