________________
| ઉપધાનશ્રુત અધ્ય-૯, ઉ : ૪
_
૩૭૩
ભગવાન છઘર્થીકાળમાં શરીરની આવશ્કતાઓને સહજભાવથી પૂરી કરી લેતા અને તુરંત ધ્યાનસાધનામાં જોડાઈ જતા હતા. ધ્યાન માટે તેઓ ગોદુહાસન, વીરાસન, ઉત્કર્કાસન આદિ આસનોમાંથી કોઈ પણ આસનમાં સ્થિત થઈને ધ્યાન કરતા હતા. ૩છું હે ય તિરિયં – ભગવાનના ધ્યાનનું આલંબન મુખ્યરૂપે ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં રહેલ જીવ, અજીવાદિ પદાર્થો હતા. આ વાક્યની મુખ્યરૂપે પાંચ વ્યાખ્યા થાય છે૧. ઊર્ધ્વલોક–આકાશ દર્શન, અધોલોક–ભૂગર્ભ દર્શન અને મધ્યલોક–તિર્યકુલોક દર્શન. આ ત્રણે
ય લોકમાં રહેલા જીવાદિ તત્ત્વોનું અને તેના દ્રવ્ય ગુણ પર્યાયનું નિત્ય અનિત્યતાનું ભગવાન ધ્યાન કરતા હતા. દીર્ઘદર્શી સાધક-ઊર્ધ્વગતિ, અધોગતિ અને તિર્યકગતિમાં જવાના જે કારણો છે, તેના ભાવોને
ત્રણે લોકના દર્શનથી જાણતા હતા. ૩. આંખોને ખુલ્લી રાખી અનિમેષદષ્ટિથી ઊર્ધ્વ, અધો અને મધ્યલોકના બિંદુ ઉપર ચિત્તને સ્થિર
કરીને ત્રણે લોકને જાણતા હતા. ઊર્ધ્વ, અધો અને મધ્યલોકના જીવો વિષય-વાસનામાં આસક્ત થઈને શોકથી પીડિત છે. આ પ્રમાણે દીર્ઘદર્શી ત્રિલોકનું દર્શન કરતા હતા.
૫.
લોકનો એક અર્થ એ છે કે–ભોગ્યવસ્તુ અથવા વિષય. શરીર ભોગ્યવસ્તુ છે. તેના ત્રણ ભાગ કરીને ત્રિલોક દર્શન કરવાથી ચિત્ત કામવાસનાથી મુક્ત બને છે. નાભિથી નીચે અધોભાગ, નાભિની ઉપર ઉર્ધ્વભાગ અને નાભિસ્થાન તિર્યક ભાગ છે.
અસારું વિવેદી :- ભગવાન અકષાયી, અનાસક્ત, શબ્દ અને રૂપાદિમાં અમૂચ્છિત તેમજ આત્મસમાધિ (તપ સમાધિ કે નિર્વાણ સમાધિ)માં સ્થિત થઈને ધ્યાન કરતા હતા. તેઓ ધ્યાન માટે સમય, સ્થાન કે વાતાવરણના આગ્રહી ન હતા. જ પમાયંસ વિશ્વસ્થા:- જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિચાર ઘાતિ કર્મનો સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી છમસ્થ અવસ્થા કહેવાય છે. ભગવાને તેમની છત્મસ્થ કાળની સાધનામાં પ્રમાદ કર્યો ન હતો પ્રત્યેક ક્ષણ તેઓ અપ્રમત્ત રહેતા હતા. તાત્પર્ય એ છે કે સંયમમાં કોઈ પણ જાતના દોષ સેવનરૂપ પ્રમાદનું આચરણ તેઓએ કર્યું ન હતું.
ચોથો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :- જીવથી લઈને શિવ સુધીની અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે એવા ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે પોતાના જીવનમાં અનુભવેલી અવસ્થાને સામે રાખી સાધકની સાધનામાં ઉપયોગી સૂત્રોને આ અધ્યયનમાં બતાવ્યા છે. કેવળ 'વોત્તેમિ મતે નહિ પરંતુ મિ મતે' અર્થાતુ આચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org