________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, ઉ: ૪.
૩૭૧ |
વિવેચન :
આ ગાથાઓમાં ભગવાનની એષણા સમિતિ અંગે વિશિષ્ટ સાવધાની અને અહિંસક વૃત્તિનું આબેહુબ વર્ણન છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકર પણ સાધક અવસ્થામાં જ હોય છે. તેઓને પણ સમિતિ અને ગુપ્તિની અને અન્ય વિધિ નિયમોની આરાધના કરવાની હોય છે. આ વાત આ ગાથાઓથી સ્પષ્ટ થાય છે. આવતનો વિE:- આયત યોગ એટલે મન, વચન કાયાની સંયત પ્રવૃત્તિ. આયત યોગને તન્મયતા યોગ પણ કહી શકાય. ભગવાન કોઈ પણ ક્રિયા કરતા હતા તેમાં તન્મય બની જતા હતા. ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યની કલ્પનાથી દૂર રહીને કેવળ વર્તમાનમાં રહેવાની આ યોગ પ્રક્રિયા છે. તેઓ ચાલવા, ખાવા-પીવા, ઊઠવા-બેસવા, સૂવા, જાગવા; આ સર્વ ક્રિયાઓમાં હંમેશાં આયતયોગનો આશ્રય લેતા હતા. ચાલવાના સમયે તેઓ જ્યાં-ત્યાં નજર દોડાવતા નહિ, પરસ્પર વાતો, સ્વાધ્યાય કે ચિંતન પણ કરતા નહિ. કેવળ ઈર્યાસમિતિનું જ ધ્યાન રાખતા હતા. આ રીતે વર્તમાનમાં જે ક્રિયા હોય તેમાં તે સંપૂર્ણ સમર્પિત રહેતા હતા તેથી તેઓ આત્મવિભોર બની જતા અને તેથી જ તેઓને ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિની અનુભૂતિ થતી ન હતી. તેઓએ ચેતનાની સંપૂર્ણ ધારાને આત્મા તરફ વાળી લીધી હતી. તેઓનું મન, બુદ્ધિ, ઈન્દ્રિય, અધ્યવસાય અને ભાવના એ સર્વ એક જ દિશામાં ગતિમાન થઈ ગયા હતા. મુવં:- આ શબ્દના અનેક અર્થ છે – (૧) દહીં આદિથી પલાળેલા ભાત. (૨) દહીં સાથે ભાત મિશ્ર કરીને બનાવેલી ઈંસ. (૩) સંસ્કારિત પદાર્થ. (૪) વ્યંજન સહિત પદાર્થ. (૫) રસાળ પદાર્થ. તfષ અદ્ધિ:- લુખા, સુકા, નીરસ પદાર્થોનો આહાર પણ ભગવાનને ક્યારેક પૂરતો મળે, ક્યારેક ન મળે તોપણ તેઓ રાગદ્વેષ રહિત થઈ સંયમ ભાવમાં લીન રહેતા હતા.
ભગવાનની ધ્યાન પરાયણતા :| १४ अविझाइसे महावीरे, आसणत्थे अकुक्कुए झाणं ।
उर्ल्ड अहे य तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥ શબ્દાર્થ :- ફા = ધ્યાન કરતા હતા, આ ત્યે = ઉત્કર્ક, વીરાસન આદિ આસનોમાં બેસીને, અર્થ = નિર્વિકાર ભાવથી, ચંચળતા રહિત, જ્ઞાળ = ધર્મધ્યાન, શુલધ્યાન, ઉર્દુ = ઊર્ધ્વલોક, અદે = અધોલોક, તિચિ = મધ્યલોક, પેદમા = જીવાદિ પદાર્થોને જોતાં, સમર્દિ = પોતાના અંતઃકરણની શુદ્ધિને, કાપડિvu = પ્રતિજ્ઞાથી કે સંકલ્પથી રહિત થઈને.
ભાવાર્થ :- ભગવાન મહાવીર ઉક્કડુ આસન, વીરાસનાદિ આસનોમાં સ્થિત અને સ્થિરચિત્ત બનીને ધ્યાન કરતા. ઊર્ધ્વ, અધો અને મધ્યમ લોકમાં રહેલા જીવાદિ પદાર્થોના દ્રવ્ય-પર્યાય, નિત્યાનિત્યને ધ્યાનનો વિષય બનાવતા હતા અને સંકલ્પો વિકલ્પોથી દૂર રહીને આત્મસમાધિમાં જ લીન રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org