________________
| ઉપધાનશ્રુત અધ્ય-૯, ઉઃ ૩ _
[ ૩૫૯] | १६ एस विही अणुक्कतो, माहणेण मईमया।।
अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (बहुसो अपडिण्णेण भगवया एवं रीयंति ॥ त्ति बेमि ॥)
II વિડ્યો તો સમરો | ભાવાર્થ :- જ્ઞાનવાન, અપ્રતિજ્ઞ, મહામાહણ (અહિંસક) કાશ્યપ ગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું જોઈએ.) - એમ ભગવાને કહ્યું છે.
| બીજો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
ગાથા ૧૩ થી ૧૬ સુધીની આ ગાથાઓમાં અન્ય ગૃહત્યાગી શ્રમણ, પરિવ્રાજક કે અણગારોની શીતકાલીન સ્થિતિ, આચરણ અને મનોદશાને બતાવી, તેની તુલનામાં ભગવાનની સહનશીલતાનો મહિમા દર્શાવ્યો છે. ભગવાનની મહાન શુરવીરતા દર્શાવતાં કહ્યું છે કે જ્યાં અન્ય શ્રમણો ઠંડીથી બચવાના પ્રયત્નો કરે છે ત્યાં તે જ હિમપાતની ઠંડીને ભગવાન ચારે તરફથી ખુલ્લી જગ્યામાં કોઈ સંકલ્પ વિકલ્પ કર્યા વિના જ ઠંડીને સહન કરતા અને ક્યારેક એવી ઠંડીમાં મકાનની બહાર જઈ કાયોત્સર્ગ કરી લેતા હતા. આ પ્રમાણે પ્રભુની અદ્ભુત કષ્ટ સહિષ્ણુતા હતી. વિય:- આ શબ્દ આગમોમાં અનેક અર્થમાં પ્રયુક્ત થયો છે. તેનું વિવરણ નિશીથ સૂત્ર ઉદ્દેશક ૧૯માં આપેલ છે. અહીં આ શબ્દ ચારે ય તરફથી ખુલ્લા અને ઉપરથી ઢાંકેલા સ્થાન માટે વપરાયો છે. એવા સ્થાનમાં પ્રભુ સહજ રોકાઈ જતા અને હિમપાતની ઠંડીને પણ પ્રસન્નતાથી સહન કરી લેતા.
આ રીતે આ સંપૂર્ણ ઉદ્દેશકમાં પ્રભુના રહેવાના સ્થાનો, તેમાં આવતા કો તથા ભગવાનની અપ્રમત્ત દશાનું વર્ણન છે.
|| અધ્યયન-૯/ર સંપૂર્ણ II Odd નવમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક
000
લાટદેશમાં પ્રભુની ઉપસર્ગમય સાધના :| १ तणफासे सीयफासे य, तेउफासे य दंसमसगे य ।
अहियासए सया समिए, फासाई विरूवरूवाई ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org