________________
૩૫૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અરવલ્થ પરંપાય - ચૂર્ણિ અનુસાર ભગવાને દીક્ષાના સમયે જે દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું હતું તે તેર માસ સુધી ધારણ કર્યું પરંતુ ઠંડી આદિથી રક્ષણ માટે તેનો ઉપયોગ કર્યો ન હતો. તેર માસ પછી વસ્ત્રનો ત્યાગ કર્યો. ત્યાર પછી પ્રભુએ અન્ય વસ્ત્ર ગ્રહણ કર્યું ન હતું. તેમજ તેઓ કરપાત્રી હોવાથી ગૃહસ્થના પાત્રનો પણ ઉપયોગ કર્યો ન હતો. ગૃહસ્થના વસ્ત્ર પાત્રનો ઉપયોગ શ્રમણો માટે નિષિદ્ધ છે કારણ કે તેને સાફ કરવામાં ગુહસ્થને સચેત પાણી આદિનો ઉપયોગ કરવો પડે છે, જેથી પશ્ચાત્કર્મ આદિ દોષોની સંભાવના રહે છે.
- નાલંદાની તંતવાયશાળામાં જ્યારે ભગવાન બિરાજતા હતા, ત્યારે ગોશાલકે પ્રભુ માટે આહાર લાવવાની આજ્ઞા માગી તો પ્રભુએ ના પાડી કારણ કે તે કદાચ ગૃહસ્થના પાત્રમાં આહાર લાવતો. કેવળજ્ઞાની થયા પછી સિંહા અણગાર દ્વારા લાવવામાં આવેલી ઔષધિ પણ ભગવાને પોતાના હાથમાં લઈને વાપરી હતી.
અM તિરિયું આદિ ગાથા ૨૧માં આવેલો 'અપ્પ' શબ્દ અલ્પ અર્થમાં નહીં પણ નિષેધ અર્થમાં છે. ચાલતા સમયે ભગવાનનું ધ્યાન પોતાની સામેના રસ્તા ઉપર જ રહેતું હતું, તેથી તેઓ પાછળ કે આજુ-બાજુ પણ જોતા નહિ અને રસ્તે ચાલતા કોઈની સાથે બોલતા ન હતા. અહિંસાના પાલક પ્રભુ જીવ દયાની દષ્ટિ કેળવતાં, ક્યાંય આડું અવળું ન જોતાં ઈર્યાસમિતિ પૂર્વક ચાલતા હતા.
વત્રત્યાગ શીત આતાપના :| २२ सिसिरंसि अद्धपडिवण्णे, तंवोसज्ज वत्थमणगारे ।
पसारित्तु बाहुं परक्कमे, णो अवलंबियाण खंधसि ॥ શબ્દાર્થ –લિસિસિ શિશિર ઋતુમાં, શીતકાળમાં, અ વળે માર્ગમાં, ચાલતાં, પરિઝુ = ફેલાવીને, વાદું = ભુજાઓને, રમે= ચાલતા હતા, નો અવાવિયાખ= અવલંબન લેતા નહતા, હસિક ખભાનો. ભાવાર્થ :- અણગાર ભગવાન મહાવીર સ્વામીએ શિશિર ઋતુમાં વિહાર કરતાં રસ્તામાં તે ઈન્દ્રપ્રદત્ત વસ્ત્રને વોસિરાવી દીધું તેમજ ઠંડીના પરીષહને સહન કરવા માટે બંને ભુજાઓને ફેલાવીને ઊભા રહેતા હતા પરંતુ બંને હાથને ખભા પર બાંધી છાતીને ઢાંકી રાખતા ન હતા અર્થાત્ ઠંડીથી બચવા શરીરને સંકોચતા ન હતા.
વિવેચન :
સિસિલિ અદ્ધપવિU:- ઠંડીમાં ભગવાન જ્યારે વિહારમાં હતા ત્યારે તેઓએ તે વસ્ત્રને વોસરાવી દીધું અર્થાતુ યોગ્ય જગ્યા જોઈ તે વસ્ત્રને ત્યાગી દીધું. આ ગાથામાં વસ્ત્ર ફાડીને કોઈને પણ આપવાનું કથન નથી અને સંયમ મર્યાદામાં વસ્ત્ર કોઈને દેવાનું હોતું નથી. ભગવાને પોતાની સાધના કાળમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org