________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, ૧ : ૧
૩૪૯ |
અદીન ભાવથી.
ભાવાર્થ :- ભગવાન ગૃહસ્થના વસ્ત્રનું સેવન કરતા ન હતા, બીજાના પાત્રમાં ભોજન પણ કરતા ન હતા. તેઓ અપમાનની પરવા કર્યા વિના, કોઈનું શરણ લીધા વિના, અદીનભાવે ભિક્ષાના સ્થળે ભિક્ષા માટે જતા હતા. | २० मायण्णे असणपाणस्स, णाणुगिद्धे रसेसु अपडिण्णे ।
अच्छिपि णो पमज्जिज्जा, णो वि य कंडूयए मुणी गाय ॥ શબ્દાર્થ :-માયuખે= માત્રાને જાણતા હતા, માત્રજ્ઞ હતા, મસળપણમ્સ= આહાર પાણીની, બાપુનદ્દે = આસક્ત થતા નહતા તથા, લેસુ = રસોમાં, ગાંડ = પ્રતિજ્ઞાથી રહિત, ઋ= આંખનું, ગોપ પન્નાના પ્રમાર્જન કરતા નહતા, સાફ કરતા નહતા, નેવ દૂર ક્યારેયખંજવાળતા નહતા, મા = પોતાના શરીરને.
ભાવાર્થ :- ભગવાન અશન, પાનની માત્રા જાણતા હતા, તેઓ રસમાં આસક્ત ન હતા, તેઓ અનુકૂળતા માટે ભોજન વિષયક પ્રતિજ્ઞા કે સંકલ્પ કરતા ન હતા. આંખમાં રજકણાદિ પડે તો તેઓ તેનું પ્રમાર્જન કરતા ન હતા, તેને સાફ કરતા ન હતા અને શરીરને ક્યારેય પણ ખંજવાળતા ન હતા. | २१ अप्पं तिरियं पेहाए, अप्पं पिट्ठओ उ पेहाए ।
अप्पं बुइए अपडिभाणी, पंथपेही चरे जयमाणे ॥ શબ્દાર્થ –અવં પેદા નહિ જોતા, તિરિયં તિરછા,વિઠ્ઠો = પાછળ પણ, પેદા નહિ જોતા, ૩= પણ, અM ગુરૂષ = મૌન રહેતા હતા, પકિમળ = કોઈના બોલાવવા પર પણ ન બોલતા, પ્રત્યુત્તર ન આપતા, પંથપેદી= કેવળ પોતાના રસ્તાને જોતા, વર= ચાલતા હતા, નયનાબ = યત્નાપૂર્વક. ભાવાર્થ :- ભગવાન ચાલતા સમયે જમણી બાજુ, ડાબી બાજુ, તિરછા તથા પાછળ જોતા ન હતા. તેઓ મૌનપૂર્વક ચાલતાં, કોઈ પૂછે તો તેનો જવાબ પણ ન આપતા, યત્નાપૂર્વક માર્ગને જોઈને ચાલતા હતા.
વિવેચન :
ગાથા ૧૮ થી ૨૧ સુધીની ચાર ગાથાઓમાં પ્રભુની ઈર્ષા, ભાષા અને એષણા સમિતિનું વર્ણન છે. જેમ કે– ૧.આધાકર્મ આદિ દોષયુક્ત આહાર ત્યાગ.ર.સચેત આહાર ત્યાગ.૩.પર–પાત્રમાં આહાર ન વાપરવો.૪.ગૃહસ્થાદિ પાસેથી આહાર મંગાવીને લેવાનો ત્યાગ, નિમંત્રણ પૂર્વકના આહારનો, આગ્રહ કે સન્માનની અપેક્ષાનો ત્યાગ.૫જેટલી જરૂર છે તે કરતા વધારે આહાર કરવાનો ત્યાગ..સ્વાદની લોલુપતાનો ત્યાગ. ૭.મનોજ્ઞ આહારના સંકલ્પનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org