________________
વિોશ અધ્ય−૮, ૯ : ટ
અનેક ક્લેશો, ઝંઝટોને ઊભી કરે છે. તેથી સાધક કુસંગનો ત્યાગ કરી, પ્રલોભનોથી પરોક્ષ બની સત્યની સાધના સ્વયં કરે અને અન્યને સાધનામાં ત્રિયોગથી પ્રેરક બને.
જગતમાં અનેક પ્રકારના વાદો, દર્શનો, માર્ગો છે. તેની સામે ત્રિકાલાબાધિત, વીતરાગી, જ્ઞાની આપ્તજનનું સત્યદર્શન અકાટય છે. તેના દ્વારા સમાધાન મેળવી કિઠનાઈઓથી પર બની જવાય છે. તેવા સમતાયોગી સાધક દેહની મમતા છોડી વૃત્તિને સંયમિત કરે છે. વસ્ત્ર, પાત્રાદિની મર્યાદા કરી દઢ સંકલ્પી બને છે. સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રતિજ્ઞા એ સાધકનું જીવન વ્રત છે. દિન પ્રતિદિન તે બાહ્ય સાધનોને ઘટાડતા આવ્યંતર ઉપાધિથી પણ હળવો બને છે કારણ કે જેટલી ઉપધિ ઓછી તેટલી ઉપાધિ ઓછી. ખાવામાં, પીવામાં કે બીજાની સેવા લેવાની પણ જીવનમાં મર્યાદા કરે છે. લઘુભાવને પ્રાપ્ત કરી, રસેન્દ્રિય ઉપર સંયમ કેળવી, શરીર ક્ષીણ થવા પર આયુના અણુબંધો જેટલા છે તેને પૂરા કરવા સતત સાવધાની પૂર્વક મર્યાદિત ક્ષેત્રમાં રહી ત્રણ પ્રકારના સંથારામાંથી કોઈ એક સંઘારાને ગ્રહણ કરે. હર્ષ કે વિષાદ વિના સ્વેચ્છાએ શરીર સાધનનો ત્યાગ કરી આત્મભાવમાં લીન રહે. આ પ્રકારે સાધક સંયમ ગ્રહણથી સમાધિ મરણ સુધીની સર્વ અવસ્થાઓમાં ક્રમથી ધૈર્યતા પૂર્વક પાર પામે છે.
Jain Education International
૩૩૫
જગતના સર્વ જીવોને આત્મસમ જાણી તેના પરિભ્રમણના સ્થાન પર વિજય મેળવવા સર્વ કષ્ટોને સહી, જ્ઞાનદષ્ટિ પૂર્વક નિરંજન, નિરાકાર આત્મ તત્ત્વને પ્રાપ્ત કરવા કર્મને ખંખેરી અનાદિના સંબંધે સંબંધિત એવા જીવ અને કર્મને સમાધિભાવ પૂર્વક વિયુક્ત કરી આત્માની શુદ્ધ દશા અર્થાત્ વિમોક્ષ ભાવને પ્રાપ્ત કરે છે.
DANAO
॥ અધ્યયન-૮/૮ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org