________________
સંપાદન અનુભ]
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા માચાર પ્રથમ વર્ષ | જૈન ધર્મ આચાર પ્રધાન છે. સાધકોના આધ્યાત્મિક વિકાસ ક્રમમાં પણ સાધક ક્રમશઃ દર્શનમોહનીય એન ચારિત્રમોહનીય કર્મનો નાશ કરવા પુરુષાર્થશીલ રહી આચાર વિશુદ્ધિથી ચારિત્રગુણ પ્રગટ કરે છે. ચારિત્રવિશુદ્ધિથી વીતરાગદશા પ્રગટ થાય ત્યાર પછી જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે સાધનાના ક્ષેત્રમાં આચારની મહત્તા છે, તેથી જ દ્વાદશાંગી ગણિપિટકમાં શ્રી આચારાંગસૂત્રનું સ્થાન પ્રથમ
આગમ પ્રકાશનના ક્રમ અનુસાર શ્રી આચારાંગસૂત્રના સંપાદનનો પ્રારંભ થયો. આ શાચ ગદ્યાત્મક છે, તેની ભાષા અન્ય શાસ્ત્રોથી વધુ પ્રચીન હોય તેમ પ્રતીત થાય છે. તેમાં ઘણા સૂત્રો નાના છતાં અર્થસભર અને ગંભીર છે, તેથી અહીં સૂત્રોના અર્થ વૃત્તિ, ટીકા વગેરે ગ્રંથોના આધારે કર્યા છે. ઘણી વાર એક શબ્દના એક થી અધિક અર્થ થતાં હોય છે, તે દરેક અર્થને જોતાં સૂત્રના અર્થની વિશાળતા સમજી શકાય છે.
જેમ કે અધ્ય. ૧/૨ શસ્ત્રપરિસ્સામાં પંથે શબ્દનો પ્રયોગ છે. સામાન્ય રીતે “ગ્રંથ' શબ્દનો અર્થ પુસ્તક થાય છે. શબ્દકોષમાં ગ્રંથ શબ્દનો અર્થ ‘ગાંઠ' કર્યો છે. શરીરવિજ્ઞાનમાં ગાંઠ અર્થ સ્વીકાર્ય છે. જૈનાગમોમાં ગ્રંથે શબ્દનો વિશિષ્ટ અર્થ કર્યો છે. ટીકાકાર શ્રી મલયગિરીના કથનાનુસાર જેના દ્વારા જીવ બંધાય છે, તે ગ્રંથ છે. જીવ કર્મ દ્વારા જ બંધાય છે અને કર્મબંધનું મુખ્ય કારણ કપાય હોવાથી કષાય જ ગ્રંથ કે ગ્રંથી રૂપ છે. આ રીતે દરેક શબ્દોની વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થતાં શાસ્ત્રના ભાવોની વિશાળતા પ્રતીત થાય છે.
અધ્ય. ૩/૧માં પમાડું- પ્રમાદ શબ્દની સ્પષ્ટતા માટે પ્રમાદના પાંચ પ્રકાર, છ પ્રકાર અને આઠ પ્રકાર બતાવ્યા છે.
અધ્ય. ૨/૧માં gvi નાદિ પંgિ | સૂત્રમાં ‘ક્ષણ' શબ્દનો પ્રયોગ છે. વિવેચનમાં ટકાના આધારેદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ક્ષણના ચાર અર્થ કર્યા છે.
33.
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org