________________
બની, આત્માના ગુણોને માણો.
આવું સુંદર સત્વ તત્ત્વથી ભરપૂર ગહનતમ વાતોને ગદ્ય-પદ્યમાં બતાવીને આત્માના ગુણોથી સભર જ્ઞાન કરાવતાં પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા વિદુષી સુશિષ્યા હસુમતીશ્રી. તેમણે શ્રમણી વિદ્યાપીઠમાં શાસ્ત્ર વિશારદ સુધીનો અભ્યાસ કર્યો છે. પંડિત શોભાચંદ્ર ભારિલ્લ સાહેબના હોંશિયાર વિદ્યાર્થિની થઈ પ્રિયપાત્રી બની રહ્યા છે. તેઓએ ગુજરાતી અનુવાદનો પ્રશંસનીય પુરુષાર્થ કર્યો છે. તેઓ સિદ્ધાંત અનુસાર સાધક દશા કેળવે તેવી શુભેચ્છા. આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દનો ભાવ ભરી અલંકૃત કરનાર પૂ. ત્રિલોકમુનિરાજને શત્ કોટી વંદના. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીવૃંદને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિ ભાવથી ભરેલા ભામાશા રમણિકભાઈ એવં આગમ પ્રકાશન કરવાનાં અડગ ભેખધારી દઢ સંકલ્પી તપસ્વિની માતુશ્રી વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાન દાતાઓ વગેરેને અભિનંદન સહ અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ સંશોધન સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વે પ્રકાશિત આગમોના પ્રકાશક સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ. આ આગમ અવગાહન કરવામાં કોઈ ત્રુટિ રહી જવા પામી હોય, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુરુણી "ઉજમ-ફૂલ અંબામાત" ને, વંદન કરું ભાવભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો, માગુ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
પ.પૂ. શ્રી સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા
-આર્યા લીલમ
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt