________________
| ૩રર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
બીમારી આવે ત્યારે આકસ્મિક નિર્ણય કરી અનશન કરે તો તે અવિચાર અનશન કહેવાય છે. આ બંને પ્રકારોમાં ત્રણે ય પ્રકારના પંડિતમરણનું આરાધન કરી શકાય છે.
આ અધ્યયનમાં વિશેષ કરીને સવિચાર અનશનનું વિવરણ છે. તેને આનુપૂર્વી અનશન, અવ્યાઘાત અનશન, પરાક્રમ અનશન પણ કહેવાય છે.
અનુપુષ્ય વિનોદડું :- આ ગાથામાં ત્રણ પ્રકારના પંડિત મરણોને વિમોહ કહેલ છે કારણ કે આ સર્વમાં શરીરાદિ પ્રત્યેનો મોહ સર્વથા છોડવાનો હોય છે. સમાધિમરણ માટે ચાર વાત આવશ્યક છે જેમ કે– (૧) આ સર્વ વિમોહોને, સર્વ પ્રકારથી સારી રીતે જાણીને, તેમના વિધિ-વિધાનો, કૃત્ય-અકૃત્યોને સમજીને (૨) પોતાની ધૃતિ, સંહનન, બલાબલ આદિનું માપ કાઢીને (૩) સંયમરૂપ ધનથી ધનવાન, (૪) ધીર અને હેયોપાદેયની વિવેક બુદ્ધિથી ઓતપ્રોત ભિક્ષુએ, આમાંથી યથાયોગ્ય એક સમાધિમરણને પસંદ કરી સમાધિપૂર્વક તેનું પાલન કરવું જોઈએ.
ભક્તપ્રત્યાખ્યાન અનશન આરાધના :| २ दविहं पि विदित्ताणं, बुद्धा धम्मस्स पारगा ।
अणुपुव्वीए संखाए, कम्मुणाओ तिउट्टइ ॥ શબ્દાર્થ – વિહં કિ = બંને પ્રકારના અર્થાત્ બાહ્ય અને આત્યંતર પરિગ્રહને, વિદત્તાનું = જાણીને તેમજ ત્યાગ કરીને, વૃદ્ધા = તત્ત્વજ્ઞ પુરુષ, થર્મલ્લ પર = શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામી, અજુપુથ્વી = અનુક્રમથી સંયમની ક્રિયાઓનું પાલન કરે, સંસ્થા = યથાયોગ્ય મરણનો નિશ્ચય કરીને, બ્યુગો (આરબો ) = કર્મોથી, આરંભથી, તિરદૃ = છૂટી જાય છે. ભાવાર્થ :- ધર્મના પારગામી પ્રબુદ્ધ ભિક્ષુ બંને પ્રકારે શરીર ઉપકરણાદિ બાહ્ય પદાર્થો તથા રાગાદિ આંતરિક વિકારોની હેયતાનો અનુભવ કરી અનુક્રમથી વિચાર કરીને કોઈ એક અનશન દ્વારા કર્મનો ક્ષય કરે છે. | ३ कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए ।
अह भिक्खू गिलाएज्जा, आहारस्सेव अंतियं ॥ શબ્દાર્થ :- વસા = કષાયોને, પથgs = મંદ, પાતળા, વિરવા = કરીને, અખાદ્યારે = અલ્પઆહાર કરે, તિતિ = સહન કરે, મદ = જો આ રીતે કરતાં, fમજવૂ = સાધુ, નિત્તાક્યા = ગ્લાન થાય તો, આદરસેવ = આહારનો જ, તિય = અંત કરે. ભાવાર્થ :- પૂર્વે કહેલ સંલેખનાથી કષાયોને કૃશ કરીને, અલ્પાહારી બની પરીષહો તેમજ દુર્વચનોને સહન કરે, જો ભિક્ષુ આ પ્રકારે કરતાં સંલેખનાની મધ્યમાં ક્યારેક ગ્લાન થઈ જાય ત્યારે આહારનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org