________________
૩૧૮
વિવેચન :
પૂર્વે પાંચમાં ઉદ્દેશકમાં સહાય ત્યાગના આહાર અભિગ્રહધારી શ્રમણ માટેની ચૌબંગી(ચાર ભંગ) કહી છે. ત્યાં સેવા માટેના બે આગારના વિકલ્પ કહ્યા છે. આ સૂત્રમાં પણ સહાય ત્યાગની તેવી જ ચૌભંગી છે પરંતુ વિકલ્પ રૂપે વધારાના આહાર સંબંધી આદાન પ્રદાનનું કથન છે અર્થાત્ આ સૂત્ર વર્ણિત અભિગ્રહધારી શ્રમણ પોતાના અભિગ્રહ અનુસાર સદાય ત્યાગમાં રહે. ક્યારેક તેની પાસે આહાર વધી જાય તો આહારને અન્ય શ્રમણને દેવાનો વિકલ્પ આગાર રાખે છે અને બીજા શ્રમણને ક્યારેક આહાર વધી જાય તેઓ આપે તો સ્વીકાર કરવાનો પણ આગાર રાખે છે. પૂર્વ ઉદ્દેશકથી આ સૂત્રમાં એટલો જ તફાવત છે કે આ શ્રમણ બીમારી વિના જ વધેલા આહારના આપ-લે ની છૂટ રાખે છે. બીજી વિશેષતા એ છે કે પૂર્વ ઉદ્દેશકમાં આહારની ગવેષણા અન્ય શ્રમણ માટે કરવાની છૂટ છે જયારે આ સૂત્રમાં પોતાને માટે ગવેષણા કરી લાવેલ આહારમાંથી દેવાનો વિકલ્પ છે.
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આ સૂત્રનો બીજી રીતે પણ અર્થ થાય છે કે પોતાના માટે ગ્રહણ કરેલ આહારમાંથી બીજા શ્રમણને સેવાર્થે શાતા પહોંચાડવા માટે આપવાનો વિકલ્પ હોય છે તેમજ બીજા શ્રમણના સ્વયં માટે લાવેલા આહારમાંથી તે સેવાર્થે કે શાતા ઉપજાવવા દેવા ઈચ્છે તો આહાર લેવાનો પણ તેને વિકલ્પ હોય છે. આ પ્રકારના વિકલ્પમાં વિશેષતા એ છે કે તે બીજા માટે આહારાદિ લાવતા નથી અને તેના માટે કોઈ લાવીને દે તો લેતા નથી પરંતુ પોતપોતાના માટે લાવેલા આહારમાંથી સેવાર્થે આપ—લે કરવાનો તેઓને વિકલ્પ–આગાર હોય છે. પોતાના આહારમાંથી અન્ય સાધુને દેતાં ઊણોદરી તપ થાય છે. દીધા પછી પોતાના માટે બીજી વાર લેવા જતાં નથી.
મહાતિત્તેિન :- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે. (૧) આહાર કર્યા પછી વધેલો આહાર. (૨) આહાર કર્યા પહેલાં વધારે દેખાતો આહાર. (૩) સ્વયં ઊણોદરી કરી શકે, ઓછા આહારથી ચલાવી શકે, આ અપેક્ષાએ વધારાનો આહાર.
વેયાવહિયં વળાવ્ :– (૧) વૈયાવૃત્ય કરવાના ભાવોથી અર્થાત્ શાતા પહોંચાડવા માટે (૨) સેવાનો અર્થ ન કરતાં કેવળ ઉપયોગ માટે આહાર દેવામાં આવે તેને અહીં વૈયાવૃત્ય જ કહેલ છે (૩)વ્યવહારસૂત્રમાં પોતાના માટે ગોચરી લાવવાને પણ વૈયાવૃત્ય શબ્દથી કહેલ છે તેથી અહતિજ્ઞેળ ના ત્રણે ય અર્થમાં વૈયાવૃત્ય શબ્દ ઘટિત થાય છે.
Jain Education International
સૂત્રોક્ત ચાર અભિગ્રહોમાંથી જેમાં બીજા પાસેથી આહાર મંગાવવાનો કે બીજા માટે લાવવાનો ત્યાગ હોય તેમાં આ બે આગાર હોય છે. (૧) થયાપ્રાપ્ત આહારમાંથી આપીને નિર્જરા તેમજ પરસ્પર ઉપકારની દૃષ્ટિથી સાધર્મિકોની સેવા કરીશ. (૨) તે સાધર્મિકો પાસેથી પણ આ જ દૃષ્ટિથી સેવા લઈશ. ચૂર્ણિકારે આને પણ પ્રતિમા તથા અભિગ્રહ વિશેષ કા છે.
પાદપોપગમન અનશન :
૪ जस्स णं भिक्खुस्स एवं भवइ से गिलामि च खलु अहं इमम्मि
For Private & Personal Use Only
www.jainelibrary.org