________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉઃ ૭.
[ ૩૧૭ ]
आहडं च णो साइज्जिस्सामि ।
जस्स णं भिक्खुस्स एवं भवइ- अहं च खलु तेण अहातिरित्तेण अहेसणिज्जेण अहापरिग्गहिएण असणेण वा ४ अभिकंख साहम्मियस्स कुज्जा वेयावडिय करणाए । अहं वा वि तेण अहातिरित्तेण अहेसणिज्जेण अहापरिग्गहिएण असणेण वा ४ अभिकख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि । लाघविय आगममाणे जाव सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :- આદુંગ લાવીને, રવિ- હું આપીશ, અતિરિક્તા = પોતાના ઉપયોગ પછી વધેલા, અદેણને = એષણીય, અપરિણિ = જેવા ગ્રહણ કર્યા છે તેવા, પણ = નિર્જરાની ભાવનાથી, સાહગ્નિસ = પોતાના સાધર્મિક સાધુની, જુના = કરીશ, વેચાવી = વૈયાવચ્ચ, ૨૧ = ઉપકારાર્થે, કર્તવ્યાર્થે. ભાવાર્થ :- જે સાધુ એવી પ્રતિજ્ઞા–સંકલ્પ કરે છે કે હું બીજા ભિક્ષુઓને અશન પાન, ખાદિમ, સ્વાદિમ લાવીને આપીશ અને તેના દ્વારા લાવેલા આહારને વાપરીશ. (૧)
જે સાધુની એવી પ્રતિજ્ઞા છે કે હું બીજા સાધુઓને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ લાવીને આપીશ, પરંતુ તેના દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ. (૨)
- જે ભિક્ષુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીજા ભિક્ષુઓને અશનાદિ લાવીને આપીશ નહિ પરંતુ તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ. (૩)
જે ભિક્ષુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીજા ભિક્ષુઓને અશનાદિ લાવીને આપીશ નહિ અને તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન પણ કરીશ નહિ. (૪)
(૧) જે ભિક્ષની એવી પ્રતિજ્ઞા(છૂટ)હોય કે હું મારી આવશ્યકતાથી વધારે પોતાની કલ્પમર્યાદાનુસાર એષણીય તેમજ ગ્રહણીય તથા પોતાના માટે જ લાવેલા અશનાદિમાંથી નિર્જરાના લક્ષ્ય પરસ્પર શાતા ઉપજાવવાના ભાવથી સાધર્મિક મુનિઓની સેવા કરીશ. (૨) હું પણ સાધર્મિક મુનિઓ દ્વારા પોતાની આવશ્યકતાથી વધારે પોતાના કલ્પ મર્યાદાનુસાર એષણીય-ગ્રહણીય તથા પોતાના માટે લાવેલા અશનાદિમાંથી નિર્જરાના લક્ષ્ય તેઓ દ્વારા કરાતી સેવાને રુચિ પૂર્વક સ્વીકાર કરીશ.
આ પ્રકારની પ્રતિજ્ઞાઓથી તે સાધકને લાઘવતાની પ્રાપ્તિ થાય છે અને તપનો લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે.
ભગવાને જે રીતે આ સેવાભાવનું તેમજ અભિગ્રહનું પ્રતિપાદન કર્યું છે, તેને તે રૂપમાં જાણીને–સમજીને સર્વ પ્રકારથી પૂર્ણરૂપે સારી રીતે આચરણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org