________________
૩૦૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પાન-દસિ = હું સમર્થ નથી, પરંતરસંવનન = એક ઘરથી બીજા ઘરમાં, બિહાર = ભિક્ષા માટે, અમાણ = જવામાં, પર્વ = આ પ્રમાણે, વ સ્ત્ર = કહેતા, પર = કોઈ ગૃહસ્થ, મહતું = ઘરેથી સામે લાવેલ, અસM વા ૪ = અશનાદિ ચારે ય, આદિત્યુ = લાવીને, તન્ના = આપવા લાગે, મોર = ખાવાનું, પાયા વા = પીવાનું,જો પ = કલ્પતું નથી, અને વ = અન્ય પદાર્થ પણ, ધ્યપ્રVIR= આ રીતે. ભાવાર્થ :- જે સાધકને એમ લાગે કે હું રોગાદિથી ઘેરાઈ જવાના કારણે દુર્બળ થઈ ગયો છું તેથી હું ગોચરી માટે ઘેર ઘેર જવામાં સમર્થ નથી. આ રીતે તેને કહેતા સાંભળીને અથવા બીજી કોઈ રીતે ખબર પડી જાય અને કોઈ ગૃહસ્થ પોતાના ઘરેથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લાવીને આપવા લાગે ત્યારે તે ભિક્ષુ પહેલાં જ અર્થાત્ પોતે જ કહી દે કે હે આયુષ્યમાન્ ગૃહસ્થ ! આ રીતે ઘરેથી સામે લાવેલા અનાદિ ચારે ય આહાર મારા માટે કલ્પનીય નથી. એ જ રીતે બીજા વસ્ત્રાદિ પદાર્થો પણ મારા માટે ગ્રહણીય નથી. વિવેચન :
વસ્ત્ર પ્રતિજ્ઞાના અભિગ્રહધારી કોઈ શ્રમણ અન્ય નિયમ, અભિગ્રહ પણ ધારણ કરી શકે છે. આ સૂત્રમાં સહાય ત્યાગના ત્યાગી એકાકી ભિક્ષુનું કથન છે. પુકો અવનો - કો ના ત્રણ અર્થ છે. (૧) રોગના કારણે (૨) તપસ્યાના કારણે (૩) વૃદ્ધાવસ્થાના કારણે. આ કોઈ પણ કારણે, અવતો = નિર્બળ, અસમર્થ થયેલ તે એકાકી અભિગ્રહધારી શ્રમણ ગોચરી માટે ફરી શકતા નથી. સાધકને દુર્બળ જાણીને કે સાંભળીને કોઈ ભાવિક હૃદયી ગૃહસ્થ અનુકંપા અને ભક્તિથી પ્રેરિત થઈને તેના માટે ભોજન ઉપાશ્રયાદિમાં લાવીને આપે તો તે સાધક તેને સદોષ જાણીને, ગૃહસ્થને પોતાનાં આચાર–વિચાર સમજાવીને નિષેધ કરે. આહાર સિવાય વસ્ત્ર, પાત્ર, ઔષધાદિનો પણ નિષેધ કરે.
પદ૬:- શ્રમણાચારની ઈર્યા આદિ પાંચ સમિતિ છે. તેમાં ત્રીજી એષણા સમિતિમાં આહારની શુદ્ધ ગવેષણા માટે ગોચરીના ૪૨ દોષ કહ્યા છે. સાધુના માટે સામે લાવેલ આહાર વગેરેને મદહું દોષથી સૂચિત કરેલ છે. તેનું તાત્પર્ય એ છે કે સાધુ માટે આહારાદિ લઈ ઘરેથી આવતાં, માર્ગમાં પગે ચાલતાં કે વાહન દ્વારા આવતાં ગૃહસ્થ દ્વારા જીવોની વિરાધના થાય અથવા તો ઘરેથી તે આહાર લઈ આવવામાં વાસણ, હાથ ધોવાં કે તે વસ્તુને બનાવવી, તૈયાર કરવી વગેરે પ્રવૃત્તિ ગૃહસ્થ કરે તો તેમાં પણ જીવ વિરાધના થાય. આ કારણે તે આહાર દોષયુક્ત થઈ જાય છે. તે દોષને અહીં બદલું = સામે લાવેલ દોષ કહ્યો છે.
આ પ્રમાણે તે વિશિષ્ટ અભિગ્રહધારી શ્રમણ પોતાની સામાન્ય શ્રમણ ચર્યાના નિયમોનું અતિક્રમણ કરતા નથી અને ક્ષુધા પરીષહ સહન કરે છે. સાધુ પોતાના કરેલા વિશિષ્ટ ત્યાગ, નિયમ અથવા અભિગ્રહ માટે સંયમના સામાન્ય-ધ્રુવ નિયમોનો ક્યારે ય ભંગ કરે નહીં. આહાર અભિગ્રહ :|४ जस्स णं भिक्खुस्स अयं पगप्पे- अहं च खलु पडिण्णत्तो अपडिण्णत्तेहिं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org