________________
વિોશ અધ્ય−૮, ૯ : ૪
પવેડ્યું – ફરમાવ્યું છે, તમેય - તેને જ, અભિસમેળ્વા – જાણીને.
–
ભાવાર્થ : – જ્યારે ભિક્ષુ એ જાણે કે 'હેમન્ત ઋતુ' હવે પસાર થઈ ગઈ છે, ' ગ્રીષ્મ ઋતુ' આવી ગઈ છે, ત્યારે જે જે વસ્ત્રો જીર્ણ થયા હોય તેને સંયમવિધિથી પરી દે, તે જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરી દે. આ પ્રકારે કયારેક તે ત્રણ વસ્ત્રોને ધારણ કરે અને એક જીર્ણ વસ્ત્રને છોડી દે તો બે વસ્ત્રથી રહે, જો બે જીર્ણ વસ્ત્રોનો ત્યાગ કરે તો એક વસ્ત્રવાન થઈને રહે અને જો સર્વ વસ્ત્રોનો, ત્રણે ય પછેડીનો ત્યાગ કરે તો અચેલ રહે પરંતુ મર્યાદિત સમયનો અભિગ્રહ હોવાના કારણે નવું વસ્ત્ર ન લે.
આ રીતે અલ્પોપધિ રૂપ લાઘવતાને પ્રાપ્ત કરતાં તે વસ્ત્રત્યાગી મુનિને સહજ રીતે જ ઉપકરણ ઊણોદરી અને કાયક્લેશ આદિ તપ થઈ જાય છે. ભગવાને જે રીતે આ વસ્ત્ર–પ્રતિજ્ઞાનું પ્રતિપાદન કર્યું છે, તેને તે રૂપમાં ઊંડાણપૂર્વક જાણીને સર્વપ્રકારે, પૂર્ણ રૂપે સમ્યક્ રીતે કાર્યાન્વિત કરે—સેવન કરે.
વિવેચન :
૨૯૫
મુક્તિ સાધનામાં લીન શ્રમણને સંયમ રક્ષા માટે વસ્ત્ર, પાત્રાદિ ઉપધિ રાખવી પડે છે. શાસ્ત્રમાં તેની આજ્ઞા આપી છે પરંતુ આજ્ઞાની સાથે વિવેક બતાવ્યો છે કે તે પોતાની આવશ્યક્તાઓને ઓછી કરતા જાય અને ઉપધિ સંયમ વધારતા રહે. આ બે સૂત્રમાં વસ્ત્રની અલ્પતા 'લાઘવ ધર્મ'ની સાધના બતાવી છે. તિòિ વત્યેષિ પરિવ્રુત્તિર્ :- આ બે સૂત્રમાં સાધુની ઉત્કૃષ્ટ કલ્પમર્યાદા અનુસાર ચાતુર્માસ પછી એકી સાથે ત્રણ ચાદર(પછેડી) ગ્રહણ કરી લીધા પછી શેષ કાળમાં બીજા વસ્ત્ર ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞાનું વર્ણન છે. અહીં પરિવૃત્સિત્ શબ્દનો અર્થ છે કે તે અભિગ્રહ કરનાર શ્રમણ ત્રણ વસ્ત્ર ધારણ કરતાં વિચરણ કરે છે.
પાયપર્ત્યદિ :- આ શબ્દથી તે વસ્ત્રાભિગ્રહધારી શ્રમણના પાત્રોનું કથન કર્યું છે. આ કથનમાં વસ્ત્રની જેમ સંખ્યાનો ઉલ્લેખ ન કરતાં બહુવચનવાળા શબ્દનો પ્રયોગ કરી કહ્યું છે કે ચોથા છે પાત્રો જેની પાસે. આ શબ્દથી સ્પષ્ટ છે કે તે શ્રમણને પાત્ર સંબંધી કોઈ વિશેષ પ્રતિજ્ઞા નથી. સ્વાભાવિક રીતે તેને પોતાની મર્યાદાનુસાર જે પાત્ર રાખ્યા છે તે પાત્ર તેની પાસે છે.
પાત્રનિયોંગ—પાત્ર સંબંધી ઉપકરણ – ટીકાકારે પાત્રના વિષયમાં સાત પ્રકારના ઉપકરણોનું કન કર્યું છે. પાત્ર ગ્રહણની સાથે પાત્ર સાથે સંબંધિત તેની ઉપયોગી વસ્તુ પણ તેમાં ગણાય જાય છે. જેમ કે–
पत्तं पत्ताबंधो, पायठवणं च पाय केसरिया । पडलाइ रवत्ताणं च गोच्छओ पाय णिज्जोगो ॥
Jain Education International
(૧) પાત્ર (૨) પાત્રબંધન(ઝોળી) (૩) પાત્ર સ્થાપન (માંડલીયુ) (૪) પાત્ર-કેસરી (પ્રમાર્જનિકા) (૫) પટલ(જીવરક્ષા માટે પાત્રની વચ્ચે રાખવાનું વસ્ત્ર) (૬) રજસ્ત્રાણ (૭) ગોચ્છગ (ગુચ્છા). આ સાતે ય મળીને પાત્ર નિર્યોગ કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org