________________
વિમોક્ષ અધ્ય-૮, ૧ઃ૧
૨૭૯
શબ્દાર્થ :- સવ્વાનંતિ = સર્વ અનુદિશાઓમાં, પડિય' = પ્રત્યેક, જીવહિં = જીવોમાં,
મસમારંભેખ = જે કર્મનો સમારંભ થાય છે, વયં = અમે, તન્નાનો- શરમાઈએ છીએ, તેઓ પર અમને દયા આવે છે, તે પણ જોઈ શકીએ નહીં, પરિdણાય = જાણીને, = તે, અપ = મૃષાવાદાદિ, બીજા, મ = ઉપમર્દનરૂપ દંડથી ભય કરનારા, તો તમારાણિ = આરંભ કરે નહિ. ભાવાર્થ – ઊંચી, નીચી તેમજ તિરછી સર્વ દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારથી એકેન્દ્રિયાદિ જીવોમાંથી પ્રત્યેક દ્વારા કર્મ સમારંભ કરાય છે. મેધાવી સાધક તેનું જ્ઞાન કરીને, સ્વયં આ છકાય જીવોની હિંસા-સમારંભ કરે નહિ, બીજા પાસે આ જીવનિકાયનો દંડ-સમારંભ કરાવે નહિ અને આ જીવનિકાય પ્રતિ દંડ-સમારંભ કરનારની અનુમોદના કરે નહિ.
જે અન્ય ભિક્ષુ આ જીવનિકાયોનો દંડ સમારંભ કરે છે, તેના આ હલકા કૃત્યથી અમે લજ્જિત થઈએ છીએ અર્થાતુ તે કાર્યને અમે જોઈ શક્તા નથી, સહન કરી શક્તા નથી.
ઉપર કહેલા તત્ત્વોને સમજીને દંડનો ભય રાખનાર મેધાવી મુનિ તે જીવહિંસારૂપ દંડનો અથવા મૃષાવાદ આદિ કોઈ અન્ય દંડ-પાપનો સમારંભ કરે નહિ, હિંસાદિ પાપોનું આચરણ કરે નહિ. એમ ભગવાને કહ્યું છે.
ને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
આ સૂત્રમાં ઉદ્દેશકનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકારે હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો છે. ૩છું કહ્યું – સર્વ દિશાઓ અને વિદિશાઓમાં નાના મોટા જીવો રહેલા છે. પ્રત્યેક જીવ પોતાના જીવન-નિર્વાહ અર્થે વિવિધ ક્રિયાઓ કરે છે. તે સર્વ ક્રિયાઓમાં આરંભ-હિંસા અનિવાર્ય રીતે રહેલ છે. તેથી સર્વ જીવો કર્મ સમારંભવાળા છે. સાંસારિક ક્રિયા માત્ર કર્મબંધનરૂપ પાપ-પુણ્યમય છે. બુદ્ધિમાન સાધક હિંસાદિરૂપ આરંભ સમારંભ કરે, કરાવે કે અનુમોદે નહીં.
શબ્દકોષ અનુસાર 'દંડ' શબ્દના અર્થ આ પ્રકારે છે– (૧) લાકડી આદિ (૨) નિગ્રહ કે સજા કરવી (૩) અપરાધીને અપરાધ અનુસાર શારીરિક કે આર્થિક દંડ આપવો (૪) દમન કરવું (૫) મન, વચન, કાયાના અશુભ વ્યાપાર (૬) જીવહિંસા તથા પ્રાણીઓને પીડા દેવી આદિ. અહીં 'દંડ' શબ્દ પ્રાણીઓને પીડા દેવી, તેને મસળવા તથા મન, વચન અને કાયાનો દુપ્રયોગ કરવાના અર્થમાં વપરાયો
દંડના પ્રકાર :- દંડના ત્રણ પ્રકાર છે– (૧) મનોદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ. મનોદંડના ત્રણ ભેદ છે– (૧) રાગાત્મક મન (૨) દ્રષાત્મક મન અને (૩) મોહયુક્ત મન.
વચન દંડના સાત પ્રકાર છે– (૧) ખોટું બોલવું (૨) વચન કહીને કોઈના જ્ઞાનનો નાશ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org