________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
ચલિત થઈ જાય છે. એકાંતમાં રહેનાર વ્યક્તિ ક્યારેક સ્વછંદી બની જાય, તેની પાપવૃત્તિ વધી જાય છે.
કેટલાકની શ્રદ્ધા અને પ્રરૂપણા સર્વથા વિપરીત જ હતી. તેઓના મતાનુસાર સાધના માટે જંગલ આદિ એકાંત સ્થાન જ યોગ્ય છે. જનસમૂહની વચ્ચે રહેવાથી રાગદ્વેષ થવાની કે મોહભાવનાની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. આ બંને એકાંતવાદોનું પ્રતિવાદ કરતાં શાસ્ત્રકાર કહે છે–
૨૭૮
णेव गामे, णेव रणे ઃ– ગામમાં રહેવાથી કાંઈધર્મ થતો નથી કે જંગલમાં વનવાસી થઈને રહેવાથી કાંઈ ધર્મ થતો નથી. ધર્મનો આધાર ગામ, જંગલાદિ કોઈપણ સ્થાન નથી, તેનો આધારતો આત્મા છે, આત્માના ગુણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં ધર્મ છે. જેને જીવ, અજીવાદિનું જ્ઞાન હોય, તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોય અને મોક્ષમાર્ગનું યથાર્થ આચરણ હોય તો તે કોઈ પણ સ્થાને ધર્મ ક્રિયા કરી શકે છે.
जामा तिणि उदाहिया । ઃ— 'યામ' શબ્દના ત્રણ અર્થ છે– પ્રહર, અવસ્થા, વ્રત. અહીં અનેકાંતનો પ્રસંગ હોવાથી અને ગ્રામાદિ સર્વત્ર ધર્મ થઈ શકે એ કથનને અનુરૂપ જીવનની ત્રણ અવસ્થાનો અર્થ વિશેષ પ્રાસંગિક છે. અર્થાત્ બાલ, યુવા અને વૃદ્ધ આ ત્રણે અવસ્થા ધર્મારાધન માટે યોગ્ય છે. ટીકામાં કહ્યું છે કે— મુનિધર્મની ત્રણ અવસ્થાઓ છે– પહેલી આઠ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની, બીજી અવસ્થા એકત્રીસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની અને ત્રીજી અવસ્થા તેનાથી આગળની છે. આ ત્રણ અવસ્થા સંયમ ધર્મની તે 'ત્રિયામ' છે. ઠાણાંગ સૂત્રમાં આ કથન પ્રથમ, મધ્યમ અને અંતિમ 'યામ' થી કર્યું છે.
યામ શબ્દનો મહાવ્રત અર્થ પણ થાય છે અને ત્તિષ્ણુિ શબ્દથી અહિંસા, સત્ય અને અપરિગ્રહ આ ત્રણ મહાવ્રત ગ્રહણ કરાય છે. અપરિગ્રહમાં અદત્તાદાન અને મૈથુન વિરમણ સમાઈ જાય છે.
મનુસ્મૃતિ અને મહાભારતાદિ ગ્રંથોમાં એક પ્રહરને યામ કહે છે, તે દિવસનો અને રાત્રિનો ચોથો ભાગ હોય છે. દિવસ રાતના કુલ આઠ યામ થાય છે.આ રીતે યામ શબ્દ કાલાવધિને પણ બતાવે છે. અભિયાળા :– નિદાન શબ્દ અહીં કર્મો માટે વપરાયો છે. તેથી અનિયાણનો અર્થ છે, કર્મથી રહિત, કર્મોથી મુક્ત. અહીં કહ્યું છે કે જે પાપકાર્યોથી નિવૃત્ત થાય છે તે કર્મોથી મુક્ત કહેવાય છે.
દંડ સમારંભ-વિમોક્ષ :
I
६ उड्डुं अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियक्कं जीवेहिं कम्मसमारंभेणं । तं परिण्णाय मेहावी णेव सयं एतेहिं काएहिं दंड समारंभेज्जा, वऽण्णेहिं एतेहिं काएहिं दंडं समारंभावेज्जा, णेवण्णे एतेहिं काएहिं दंडं समारभंते वि समणुजाणेज्जा । जे य अण्णे एतेहिं काएहिं दंड समारभंति तेसि पि वयं लज्जामो । तं परिण्णाय मेहावी तं वा दंडं, अण्णं वा दंड, णो दंडभी दंड समारंभेज्जासि । त्ति बेमि । ॥ ૫મો ઉદ્દેશો સમત્તો ॥
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org