________________
૨૭૬ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કરે છે. (૪) તે બીજાઓનું અનુસરણ કરી બોલે છે.
:- દરેક મત-મતાંતરવાળા પોતપોતાના સિદ્ધાંત કે વિચારણાઓનું અનુસરણ કરવાથી મુક્તિ કે કલ્યાણ થવાનું માને છે અને અમારા ધર્મથી કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે તેવી પ્રરૂપણા કરે છે. આ એન્મ શબ્દની જગ્યાએ ઘણી પ્રતોમાં સંસ્કૃત શબ્દ અવમા પણ મળે છે અને તેના વિવિધ પ્રકારે અર્થ કરાય છે. તે એક લિપિદોષ છે.
વિવિધ વાદ પ્રતિ વચનગુપ્તિ :| ४ एवं तेसिं णो सुअक्खाए णो सुपण्णत्ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं आसुपण्णेण जाणया पासया । अदुवा गुत्ति वओगोयरस्स । त्ति बेमि । શબ્દાર્થ – હિતેઓનો ધર્મ, જે ગુગલ- સારી રીતે કહેલો નથી, જે સુપત્તેિ સુપ્રજ્ઞપ્ત પણ નથી, જયંત્ર જે આ યથાર્થ, આલુપોષ = આશુપ્રજ્ઞ, નાખવા = જાણનાર-કેવળજ્ઞાની, પાયા - જોનાર–કેવળદર્શની, કુત્તિ ગુપ્તિ, વોયર = વચનની ગુપ્તિ, ભાષા સમિતિનો ઉપદેશ આપ્યો છે. ભાવાર્થ :- આ રીતે તે એકાંતવાદીઓએ કહેલો ધર્મ સુઆખ્યાત-યુક્તિસંગત પણ નથી અને સુપ્રરૂપિત પણ નથી. જે રીતે આશુપ્રજ્ઞ સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન મહાવીરે અનેકાંતરૂપ સમ્યક સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે તેવું તેઓનું પ્રતિપાદન નથી. મહાવીર સ્વામીએ વાણીનો વિવેક, પ્રરૂપણા વિવેક બતાવ્યો છે તે પૂર્ણ શુદ્ધ અને અનેકાંતિક છે. વિવેચન :નો સુયETS સુપUત્તે - અન્યતીર્થિકોનો ધર્મ(દર્શન) સમ્યક હેતુ, યુક્તિ, તર્ક પૂર્વકનો નથી અને સમ્યક પ્રકારે પ્રરૂપિત પણ નથી. તેમ છતાં સાધુઓ એકાંતવાદમાં ફસાઈન જાય તેથી સૂત્રકારે તેનું કથન કર્યું છે.
ત્તિ વાયરસ - ભગવાન મહાવીરે અનેકાંતરૂપ સમ્યગ્વાદનું પ્રતિપાદન કર્યું છે. અન્યદર્શની એકાંતવાદી સાધક સરળ હોય, જિજ્ઞાસુ હોય, તત્ત્વ સમજવા ઈચ્છતો હોય, તેને શાંતિ, ધૈર્ય અને યુક્તિથી સમજાવવામાં આવે તો તે અસત્ય અને મિથ્યાત્વથી મુક્ત થાય છે. જો તે જિજ્ઞાસુ કે સરળ ન હોય, વક્ર હોય, વિતંડાવાદી હોય, વચન યુદ્ધ કરવા તત્પર હોય અથવા શ્વેષ અને ઈર્ષાના કારણે લોકોમાં જૈન સાધુઓને બદનામ કરતો હોય, વાદ-વિવાદ અને ઝઘડા કરવા તૈયાર હોય તો શાસ્ત્રકાર કહે છે કેઆવી સ્થિતિમાં મુનિ વાણીની ગુપ્તિ રાખે. તે વચન ગુપ્તિના અહીં ત્રણ અર્થ છે– (૧) તે મુનિ પોતાની (સત્યમયી) વાણીની સુરક્ષા કરે, ભાષા સમિતિ પૂર્વક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહે. (૨) વચન ગુપ્તિ રાખે અર્થાત્ સર્વથા મૌન રાખે. (૩) અન્યમતની અનેક વાણી સંબંધી એકાંત પ્રરૂપણાના પ્રતિપક્ષમાં કહ્યું છે કે જિન શાસનમાં આવી એકાંત પ્રરૂપણા નથી પરંતુ વાણીનો પૂરો વિવેક રાખીને દરેક તત્ત્વોની પ્રરૂપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org