________________
| વિમોશ અધ્ય-૮, ૯:૧.
૨૭૫ |
છે. કેટલાક લોકને ધ્રુવ, કેટલાક અધુવ, કેટલાક લોકને સાદિ, કેટલાક અનાદિ, કેટલાક લોકને સાંત, કેટલાક અનંત માને છે. આ જ રીતે સુકૃત-દુષ્કત, પુણ્ય-પાપ, સારું-નરસું, સિદ્ધિ-અસિદ્ધિ અને સ્વર્ગ-નરકની બાબતમાં પરસ્પર વિરોધી માન્યતાઓ પ્રવર્તે છે.
આ પ્રમાણે પરસ્પર વિરોધી વાદોને માનતા, અનેક પ્રકારના આગ્રહને રાખતા, આ મતવાદી પોત પોતાના ધર્મની પ્રરૂપણા કરે છે અને કહે છે કે અમારા આ ધર્મનો સ્વીકાર કરવાથી કર્મ રહિત અવસ્થાની પ્રાપ્તિ થાય છે, એમ તમે જાણો. વિવેચન :
પૂર્વ સુત્રમાં અન્યધર્મી શ્રમણોના સંપર્કનો નિષેધ છે તેના આચાર અને વિચારની ભિન્નતારૂપ બે કારણ આ સૂત્રમાં બતાવ્યા છે. (૧) લોકમાં અન્ય ધર્મ સાધુઓના આચાર વિભિન્ન પ્રકારના હોય છે. કેટલાકના આચાર ગૃહસ્થ જેવા હોય છે. તેઓ જમીન, જાયદાદ, સ્ત્રી, પરિવાર, મઠ વગેરે રાખે છે. તેઓને સ્નાન, મંજન, ક્રય, વિક્રય, વાહન વ્યવહાર હોય છે, તો કેટલાક આ બધાના ત્યાગી હોય તોપણ પૃથ્વી, પાણી, અગ્નિ, કંદમૂળ આદિ વનસ્પતિની હિંસા વિવિધ પ્રકારે કરતા કે કરાવતા હોય છે. (૨) તેઓના વિચારો અને સિદ્ધાંતો એકાંતિક છે. તેને શાસ્ત્રકારે લોક, નૃત્ય, સાધુ અને સિદ્ધિ તથા નરકના આલંબને પ્રકટ કર્યા છે. આમાંથી કોઈ, કોઈ તત્ત્વનું પ્રતિપાદન કરે તો બીજા તેનો સર્વથા નિષેધ કરી અન્ય રીતે પ્રતિપાદન કરે છે. કોઈ લોકની ઉત્પત્તિ ઈડાથી માને છે. કોઈ લોકને નિત્ય માને, કોઈ અનિત્ય માને છે. વેદાંત દર્શન લોકને ધ્રુવ માને છે તો બૌદ્ધદર્શન લોકને અધ્રુવ માને છે. કોઈ વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થતા કમલથી સૃષ્ટિનું સર્જન માને છે.
કોઈ દીક્ષા-ગૃહત્યાગ ને શ્રેષ્ઠ કહે તો કોઈ તેનો નિષેધ કરે છે, કોઈ ઉંમરથી દીક્ષાનો સંબંધ કરે છે, તો કોઈ બાલ બ્રહ્મચારી ઋષિ મહર્ષિઓને સ્વીકારે છે. કોઈ ધર્મને કલ્યાણકારી માને છે. તો કોઈ ધર્મને નિરર્થક કૃત્ય કહે છે. કોઈ સાધુઓનું મહત્વ સ્વીકારે છે, તો કોઈ તેઓને ઢોંગી કે પૃથ્વી પર ભારભૂત માનીને તિરસ્કાર કરે છે. કોઈનરક, સ્વર્ગ આ મૃત્યુલોકમાં જ માની લે છે, સ્વતંત્ર અસ્તિત્વ માનતા નથી. કોઈ મોક્ષ, મુક્તિ, સિદ્ધાત્માને જ માનતા નથી. આ પ્રકારે વિભિન્ન એકાંતવાદ લોકમાં પ્રવર્તે છે. વર્તમાને કોઈ એકાંત નિશ્ચયવાદી હોય છે, કોઈ ભાવવાદી હોય છે, કોઈ પુનર્જન્મ સ્વીકારતા નથી તો કોઈ યોનિ પરિવર્તન માનતા નથી અર્થાત્ મનુષ્ય મનુષ્ય જ થાય, પશુ પશુ જ થાય, સ્ત્રી સ્ત્રી જ થાય, આવા ઘણા એકાંતવાદ છે. જ્યારે વીતરાગ સિદ્ધાંત અનેકાંતમય છે. તે સર્વનો સમન્વય સ્યાદ્વાદથી કરે છે. વસ્તુના અનેક ધર્મને યથાર્થરૂપે જાણીને તેની પ્રરૂપણા કરે છે. સુ તે - આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (૧) તે અન્ય ધર્મીઓને જૈન સાધુઓના આચારનું સાચું જ્ઞાન હોતું નથી. (૨) તેઓનો આચાર સુવિચારપૂર્ણ કે યોગ્ય નથી, માટે સાધુ થઈને પણ તે આરંભ સમારંભ કરે છે. અદત્ત પણ(આજ્ઞા વિના–આપ્યા વિના)ગ્રહણ કરી લે છે. અવયના :- આ શબ્દના વિવિધ પ્રકારે અર્થ થાય છે– (૧) ઔદેશિક આહારાદિ ગ્રહણમાં ધર્મ કહે છે. (૨) પ્રાણીઓની હિંસા કરો તેમ કહી હિંસાનો આદેશ કરે છે. (૩) તે આરંભના કાર્યની અનુમોદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org