________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉઃ ૧
૨૭૧ |
lo)
આઠમું અધ્યયન-વિમોક્ષ
પહેલો ઉદ્દેશક
શ્રમણોમાં આહારનું આદાન-પ્રદાન :| १ से बेमि- समणुण्णस्स वा असमणुण्णस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा णो पाएज्जा, णो णिमंतेज्जा, णो कुज्जा वेयावडियं परं आढायमाणे । त्ति बेमि । શબ્દાર્થ :- તે નિ હું કહું છું કે, સમજુસ = જેના આચાર વિચાર સમાન છે, લિંગવેશ સમાન છે, પરંતુ આહાર વ્યવહારની મર્યાદા નથી, અમyપણ = જેના આચાર વિચાર સમાન નથી, નો પાળા= આપે નહિ, ખોતેિળા= તેને દેવા નિમંત્રણ કરે નહિ, જ્ઞાવેયાવથિંગ વૈયાવચ્ચ પણ કરે નહિ, પરં = અતિશય, આહાથમાણે = આદરપૂર્વક આપે.
ભાવાર્થ :- જેનો વેશ અને શ્રદ્ધા સમાન છે અથવા જેના આચાર વિચાર સમાન છે પરંતુ આહાર વ્યવહારની મર્યાદા નથી તેવા સમનોજ્ઞ સાધુને તથા જેના આચાર વિચાર સમાન નથી તેવા અસમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્ર, કામળી કે પાદપ્રીંછન કોઈ પ્રયોજન વિના આદરપૂર્વક આપે નહિ, આપવા માટે નિમંત્રણ કરે નહિ અને તેઓની વૈયાવચ્ચ કરે નહિ.
વિવેચન :
આ સૂત્રમાં જૈન શ્રમણોના પરસ્પરના આહાર વ્યવહારની વિશેષ મર્યાદાનું કથન છે. સ UUસ - આ શબ્દના ત્રણ અર્થ છે. (૧) વેશ અને શ્રદ્ધાથી સમાન તે સમનોજ્ઞ (૨) આચાર વિચારથી સમાન તે સમનોજ્ઞ (૩) જેના વેશ, દર્શન આચારનું અનુમોદન કરી શકાય તે સમનોજ્ઞ.
અસનપુuખસ :- આ શબ્દના પણ ત્રણ અર્થ છે. (૧) વેશ અને શ્રદ્ધાથી ભિન્ન (૨) આચાર વિચારથી ભિન્ન (૩) જેના વેશ દર્શન અને આચારનું અનુમોદન ન કરી શકાય તે અસમનોજ્ઞ.
જૈન શ્રમણોમાં કુલ, ગણ, સંઘ આદિ આગમ કથિત વિભાગો છે, તે તેની આત્યંતર સુવ્યવસ્થા માટે છે. પ્રત્યેક ગણનાયક પોતાની નિશ્રાગત શ્રમણ-શ્રમણીઓની શાંતિ અને સંયમ સમાધિ માટે આહારાદિના આદાન-પ્રદાન સંબંધી સુનિયોજિત એવી એક આચારસંહિતા-વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org