________________
| ૨૭૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તૃતીય ઉદ્દેશકમાં યુવાનીમાં દીક્ષિત સાધુની વિકટ સાધના, લોકોનો ભ્રમ, તેનું નિવારણ અને સાવધાનીથી સંયમ સમાચારી પાલનનું કથન છે.
ચોથા ઉદેશકમાં આઠ માસ પર્યત ત્રણ વસ્ત્ર(પછેડી)ની પ્રતિજ્ઞા ધારણ કરનારની સાધના અને અંતે બ્રહ્મચર્ય ભંગ ન કરવા માટે વૈહાયસ મરણ(ફાંસીથી મરણ)નો સંકેત અને આરાધના નિરૂપિત
પાંચમા ઉદ્દેશકમાં બે વસ્ત્રની પડિમા–પ્રતિજ્ઞા, નિર્બળતામાં પણ સામે લાવેલું કાંઈ પણ ગ્રહણ ન કરવાની દઢતા, વૈયાવચ્ચ સંબંધી પ્રતિજ્ઞાની ચૌભંગી, અંતે અસ્પષ્ટ ભક્ત પ્રત્યાખ્યાનનો સંકેત અને તેની આરાધનાનું સ્પષ્ટ કથન છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં એક વસ્ત્રની આઠ માસની પ્રતિજ્ઞાનું વર્ણન, અનાસક્ત ભાવે આહાર કરવાની વિધિનો નિર્દેશ, અંતે ઈગિનીમરણ અનશનનું વર્ણન છે.
સાતમા ઉદ્દેશકમાં આઠ માસ પર્યત નિર્વસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા અથવા કટિબંધન (ચોલપટ્ટક) માત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા, આહાર આદાન-પ્રદાન સંબંધી પ્રતિજ્ઞા અને ચૌભંગી, અંતે પાદપોપગમન સંથારાનું વર્ણન છે.
આઠમા ઉદેશકમાં ત્રણ પ્રકારના પંડિતમરણ-સંથારાનું પદ્યાત્મક વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org