________________
૨૬o
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભેદભાવ વિના સર્વ જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે તથા વિશ્વબંધુત્વની ભાવનાથી સર્વને સન્માર્ગે ચઢાવવાનો પ્રયત્ન કરે. માફ - સામાન્ય રૂપે વસ્તુ સ્વરૂપને દર્શાવતાં ઉપદેશ આપે. વિભા:- તે વિષયને વિસ્તારથી ભેદ પ્રભેદ કરતાં સ્પષ્ટીકરણ કરીને સમજાવે. gિ :- વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન, સંયમ અને તપનો મહિમા કરે, ઉત્તમ ફળ બતાવે. સુલૂસમાસુ - જે સાંભળવાના ઈચ્છુક છે, શાંતિથી બેસીને સાંભળવા ઈચ્છે છે તે ઉત્યિત- ધર્મમાં જોડાઈ ગયેલ હોય અથવા અનુત્થિત-ધર્મ ક્યારે ય ન પામ્યા હોય એવા કોઈપણ બાલ, વૃદ્ધ જે ઉપસ્થિત થયા હોય તે સર્વને સંસાર સાગર પાર કરવા માટે મુનિ ધર્મનું કથન કરે.
અહીં શાસ્ત્રકારે ઉપદેશના વિષયોને ૯ શબ્દોમાં સમાવિષ્ટ કર્યા છે– (૨) સંતિ-જીવાદિ પદાર્થોનું, તત્ત્વનું કથન કરે. દ્રવ્યોના અસ્તિત્વ ભાવને સમજાવે, સમ્યફ શ્રદ્ધા યોગ્ય તત્ત્વોને સમજાવે. (૨) વિરડું- હિંસાદિ પાપકાર્યોના ત્યાગને, દેશવિરતિ ધર્મ અર્થાત્ ગૃહસ્થ જીવનના વ્રત નિયમો સમજાવે અથવા યોગ્ય પાત્ર સમજીને સર્વવિરતિ ધર્મનું સ્વરૂપ સમજાવે તેમજ સંસારથી વિરક્ત થવાનો ઉપદેશ આપે. અન્ય પણ સપ્તવ્યસન, રાત્રિભોજન ત્યાગ, ચૌદ નિયમ ધારણા વગેરેનો ઉપદેશ આપે. (૩) ૩વસમ- કષાય ત્યાગનો, ઉપશમ ભાવ રાખવાનો ઉપદેશ આપે. ક્રોધ ત્યાગના ઉપદેશ સાથે ક્ષમાનું મહાભ્ય સમજાવે. (૪) fuળ્યા- આત્મભાવમાં પરમશાંતિ, ધૈર્ય, કર્મ નિર્જરા અને નિર્વાણનો વિષય સમજાવે. (૬) સોય- હૃદયની પવિત્રતા, નિર્મળતા રાખવાનો, હંમેશાં કલુષિતતા રહિત રહેવાનો ઉપદેશ આપે. (૬) અન્નવિર્ય- સરળ નિષ્કપટ ભાવમાં રહેવાનો, માયા, છળકપટ ત્યાગનો ઉપદેશ આપે. (૭) કવિ- નમ્ર, નિરહંકારી, મૃદુ, કોમળ, વિનીત બનવાનો ઉપદેશ આપે. (૮) નાવિય- આસક્તિભાવ છોડવાનો, નિર્મમત્વી રહેવાનો, મોહ મમત્વ ઓછા કરવાનો, પરિગ્રહ અલ્પ કરવાનો અને બાહ્ય જવાબદારીથી નિવૃત્ત થઈ લઘુભૂત બનવાનો ઉપદેશ આપે. (૧) ગરિયં- આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) લીધેલા વ્રતોને શુદ્ધ દઢતા સાથે પાલન કરવાનો. (૨) સૂક્ષ્મ, બાદર હિંસાનું સ્વરૂપ બતાવી અહિંસા ધર્મમાં જોડવાનો ઉપદેશ આપવો. (૩) આગમોમાં જે વસ્તુ જે રૂપે કહી છે, તેને તે જ વસ્તુસ્વરૂપે કહેવી અર્થાત્ વસ્તુ સ્વરૂપથી વિરુધ્ધ કથન કરે નહિ, તેનું અતિક્રમણ કરીને ધર્મકથા કરે નહિ.
આ રીતે શાસ્ત્રકારે નવ શબ્દોમાં ઉપદેશના સર્વ વિષયોનું સંકલન કરી દીધું છે. વ્યાખ્યાતાએ આ વિષયોમાંથી યોગ્ય સમયે વિવેક સાથે ઉપદેશ આપવો જોઈએ. અનાવશ્યક મનોરંજનકારી, નિંદાકારી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org