________________
| ૨૫૦]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કરવામાં આવ્યું છે. પUMળમુવમઃ - હે શિષ્ય! કેટલાક સાધક મુનિધર્મ જેવી પવિત્ર ઉચ્ચ સંયમ સાધનામાં પ્રવ્રજિત થઈ મહાન પરાક્રમી પ્રબુદ્ધ આચાર્ય ગુજનો દ્વારા રાતદિન ક્રમથી પ્રશિક્ષિત, સંપદ્ધિત થઈને, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ગર્વિષ્ઠ થઈ જાય છે. બહુશ્રુત થઈ જવાના મદમાં ઉન્મત્ત થઈ ગુએ કરેલા સર્વ ઉપકારોને તે ભૂલી જાય છે, તેથી તેઓના પ્રતિ વિનય, નમ્રતા, આદર, સત્કાર, બહુમાન, ભક્તિભાવાદિને રાખી શકતા નથી અને જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા અજ્ઞાન, મિથ્યાત્વ તેમજ ક્રોધાદિ ઉપશમ કરવાને બદલે તેઓ ઉપશમ ભાવને છોડીને ઉપકારી ગુરુજનો પ્રત્યે કઠોરતા ધારણ કરે છે. તે ગુર્જનોને અજ્ઞાની, કુદષ્ટિવાન તેમજ ચારિત્રભ્રષ્ટ કહી નિંદા કરે છે, આ રીતે તે કતની બની જાય છે.
આ સૂત્રમાં ઋદ્ધિ ગૌરવની અંતર્ગત જ્ઞાનઋદ્ધિગર્વ કેવો ભયંકર હોય છે તેનું આબેહુબ ચિત્ર પ્રગટ કર્યું છે. જ્ઞાન ગર્વથી યુક્ત સાધક ગુજ્જનોની સાથે વિતંડાવાદમાં ઊતરી જાય છે. જેમ કે કોઈ આચાર્યે તેના શિષ્યને કોઈ શબ્દોનું રહસ્ય બતાવ્યું, તો તે શિષ્ય સામે તર્ક કરે કે તમે જે અર્થ કહ્યો છે તે બરાબર નથી, તમે તે અર્થ ને જાણતા નથી અથવા સહાધ્યાયી કોઈ સાધક એમ કહે કે– 'અમારા આચાર્ય આ રીતે કહે છે, તે સાંભળીને અવિનીત તેમજ અભિમાની શિષ્ય તરત જ જવાબ આપે છે કે– અરે ! તે તો બુદ્ધિહીન છે, તેની વાણી પણ જડ છે, તે શું જાણે છે? તું પણ તેના દ્વારા પોપટની જેમ કેવળ પઢાવાયેલો છે, તારી પાસે કોઈ તર્ક–વિતર્ક નથી, યુક્તિ નથી. આ પ્રમાણે કોઈ શબ્દને દુરાગ્રહપૂર્વક પકડીને તે અવિનીત શિષ્ય જ્ઞાનને વિપરીત રૂપ આપી ઉડતાપૂર્વક કઠોર વચન બોલે છે.
આM તં ો મામા:- કોઈ સાધક ગુજ્જનોના સાનિધ્યમાં વર્ષો સુધી રહીને તેના દ્વારા અનુશાસિત થયા પછી પણ જ્ઞાન સમૃદ્ધિના ગર્વથી આવેશમાં આવીને તેઓની આજ્ઞાનો તિરસ્કાર કરતાં આવેગ પૂર્વક બોલી ઊઠે છે કે આ તીર્થકરની આજ્ઞા નથી. શાતા –સુવિધા માટે અપવાદ સૂત્રોનો આધાર લે છે, જ્યારે આચાર્ય તેને ઉત્સર્ગ સૂત્રોનુસાર ચાલવા પ્રેરણા કરે છે તો તે કહી દે છે કે આ તીર્થકરની આજ્ઞા નથી. વાસ્તવમાં આવા સાધક શારીરિક સુખની શોધમાં અપવાદ માર્ગનો ધ્રુવ આશ્રય લઈ લે છે. સમy[UM ગવિજ્ઞાન :- સંયમ ગ્રહણ કરતાં પહેલાં પ્રત્યેક સાધકનો એ સંકલ્પ હોય છે કે જિનાજ્ઞાના અનુરૂપ સંયમી જીવન જીવીશ પરંતુ કોઈ એક સાધક નીચે કહેલા દુર્ગુણોથી ઘેરાઈ જાય છે
(૧) રત્નત્રયરૂપ મોક્ષમાર્ગે ચાલવાના પોતાના પ્રારંભિક સંકલ્પ પ્રત્યે નિષ્ઠાવાન રહેતા નથી. (૨) શબ્દાદિ કામભોગોમાં અત્યંત આસક્ત થઈ જાય છે. (૩) સુખ મેળવવા હંમેશાં લાલાયિત રહે છે. (૪) તીર્થકરોએ કહેલી સમાધિનું આચરણ કરતા નથી. (૫) ઈર્ષા, દ્વેષ, કષાયાદિથી બળતા રહે છે. (૬) આચાર્યાદિ શાસ્તા શાસ્ત્રવચનના માધ્યમે તેને અનુશાસિત કરે, તો તેઓનો કઠોર વચનોથી તિરસ્કાર કરે
જાહિં જિલ્લા ચોવવUT :- શબ્દાદિ કામોમાં આસક્ત તેમજ વધારેમાં વધારે વિષયોમાં ગ્રસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org