________________
| ધૂત અધ્ય-૬, ઉ : ૩
_.
૨૪૭ |
અરતિની તુચ્છતા અને સાધકની મહત્તા બતાવે છે. રીતે કરવી :- વૃત્તિકારે રીવ શબ્દના દ્વીપ અને હિપ બંને રૂપો માનીને વ્યાખ્યા કરી છે. વિવ શબ્દનો દ્વીપ' અર્થ કરી વૃત્તિકાર જણાવે છે કે જેની ચારે બાજુ પાણી હોય તે દ્વીપ કહેવાય છે. સમુદ્રોના યાત્રિકો માટે દ્વીપ આશ્રયસ્થાન બને છે. તે દ્વીપના બે પ્રકાર છે– સંદીન દ્વીપ અને અસંદીન દ્વીપ.
(૧) સંદીન દ્વીપ- જે દ્વીપ ક્યારેક પાણીમાં ડૂબેલ હોય અને ક્યારેક ડૂબેલ ન હોય, તે દ્રવ્ય સંદીન દ્વીપ છે અને ઔપશમિક, ક્ષાયોપથમિક કે જે પ્રતિપાતિ સમ્યકત્વ છે, તે ભાવ સંદીન દ્વીપ છે. (૨) અસંદીન દ્વીપ- જે દ્વીપ ક્યારે ય પાણીમાં ન ડૂબે તે દ્રવ્ય અiદીન દ્વીપ કહેવાય છે અને અપ્રતિપાતિ એવું ક્ષાયિક સમ્યકત્વ ભાવ અસંદીન દ્વીપ છે.
લવ શબ્દનો દીપદીવો અર્થ કરતાં વૃત્તિકાર જણાવે છે કે અંધકારથી વ્યાપ્ત માર્ગમાં ઊંચી-નીચી જગ્યાએથી બચાવવા અને દિશા બતાવવા દીવો પ્રકાશ આપે છે. તે દીવાના બે પ્રકાર છે– સંદીન દીપ અને અસંદીના દીપ.
(૧) સંદીન દીપ- જે દીપનો પ્રકાશ બુઝાય જાય તે દ્રવ્ય સંદીના દીપ કહેવાય છે. શ્રુતજ્ઞાન ભાવ સંદીન દીપ છે.
(૨) અસંદીના દીપ- જે દીપનો પ્રકાશ ક્યારે ય બુઝાય નહીં તે દ્રવ્ય અસંદીના દીપ છે. જેમ કે ચંદ્ર-સૂર્યનો પ્રકાશ. કેવળજ્ઞાન કે આત્મજ્ઞાન ભાવ અiદીન દીપ છે.
સમ્યકત્વ રૂપી ભાવ દ્વીપ અને જ્ઞાનરૂપી ભાવ દીપ મોક્ષયાત્રી માટે આશ્રય અને પ્રકાશદાયક છે. વિશિષ્ટ સાધુ પણ ભાવ અસંદીન દ્વીપ કે દીપ રૂપ છે.
સંસાર સમુદ્રમાં ડૂબતા મુસાફરોને કે ધર્મજિજ્ઞાસુઓને ચારે બાજુથી કર્માસવરૂપી જળથી સુરક્ષિત ધર્મદ્વીપના શરણમાં લાવનાર સાધુ ભાવ અસંદીન દ્વીપ છે અને સમ્યજ્ઞાનથી જાગૃત બનેલ પરીષહ ઉપસર્ગોથી ચલિત નહિ થનાર સાધુ અસંદીના દીપ છે, તે મોક્ષયાત્રિકોને શાસ્ત્રજ્ઞાનનો પ્રકાશ આપતા રહે છે.
સાર એ છે કે ધર્માચરણ માટે સમ્યક ઉદ્યત સાધુ અતિથી પીડાતા નથી. આર્યપુરુષે બતાવેલા ધર્મ અનેક પ્રાણીઓના માટે હંમેશાં શરણદાયક તેમજ આશ્વાસનનું કારણ હોવાથી અસંદીન દ્વીપ છે. તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ ધર્મ, કષ, તાપ, છેદ દ્વારા સોનાની જેમ પરીક્ષિત છે અર્થાત્ તે કુતર્કોથી અકાટય તેમજ અક્ષોભ્ય છે માટે આ ધર્મ અiદીન છે.
શિષ્ય પ્રતિ ગુરુનું કર્તવ્ય :| ५ एवं तेसिं भगवओ अणुट्ठाणे जहा से दियापोए । एवं ते सिस्सा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org