SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, ઉ: ૩ ૨૪૧ | સંબંધી સર્વ એષણાઓથી સંબધિત છે. અહીં એષણા શબ્દ તુષ્ણા, ઈચ્છા, પ્રાપ્તિ કે લાભના અર્થમાં નથી પરંતુ સાધુની ત્રીજી સમિતિ માટે છે. તેના માધ્યમથી તે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે. એષણા એટલે નિર્દોષ આહારાદિની ગવેષણા કરવી. એષણાના મુખ્ય ત્રણ પ્રકાર છે– (૧) ગવેષણેષણા (૨) ગ્રહણષણા (૩) ગ્રામૈષણા કે પરિભોગેષણા. ગવેષણેષણાના બત્રીશ દોષ છે– ૧૬ ઉગમના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ ગ્રહણેષણાના દોષ તથા ૫ ગ્રામૈષણાના દોષ છે. આ ૪૭ દોષરહિત આહાર,ધર્મોપકરણ, શય્યા આદિ વસ્તુઓનું અન્વેષણ, ગ્રહણ અને ઉપભોગ કરવો તે શુદ્ધ એષણા કહેવાય છે. આહારાદિના અન્વેષણથી સેવન કરવા સુધી મુનિની સર્વ એષણાઓ શુદ્ધ હોવી જોઈએ. ખેરવાપાળ પાને વિનંતિ - સંયમી મુનિ કર્મોને શીઘ્ર ક્ષય કરવા એકલવિહાર ચર્યા અંગીકાર કરે છે. આ સાધના સામાન્ય મુનિઓની સાધનાથી કંઈક વધારે વિશિષ્ટ હોય છે. એકચર્યાની સાધનામાં મુનિની સર્વ એષણાઓ શુદ્ધ હોય અને તે ઉપરાંત મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અનુભવ થાય તો રાગદ્વેષ કરે નહિ. જનશૂન્ય સ્થાનોમાં, શમશાનાદિમાં કદાચ ભૂત-પ્રેત, રાક્ષસોના ભયંકર રૂપ દેખાય કે તેના શબ્દો સંભળાય કે કોઈ હિંસક કે ભયંકર પ્રાણી કષ્ટ આપે તો તે સમયે એકલ વિહારી સાધક જરા પણ ક્ષુબ્ધ થયા વિના ધેર્યથી સમભાવ પૂર્વક સહન કરે, તો જ તેના પૂર્વસંચિત કર્મોનો ક્ષય થઈ શકે છે. સુત્રકતાંગ સુત્ર અધ્યયન ૧૨ ગાથા ૧૦ માં આહારાદિની શદ્ધ ગવેષણાની દઢતા માટે મુનિને એકલા વિચરણ કરવાની પ્રેરણા કરેલ છે. આ સૂત્રમાં શુદ્ધ ગવેષણાના દઢ સંકલ્પી મુનિની એકલવિહાર ચર્ચાનું કથન કર્યું છે. જ્યારે પૂર્વે પાંચમા અધ્યયનમાં અયોગ્ય અને અવ્યક્ત સાધકને ગુરુકુળવાસની પ્રેરણા કરવામાં આવી છે. ત્યાં શુદ્ધ ગવેષણા કે ઉચ્ચ આરાધનાનાના લક્ષ્ય અયોગ્ય, અવ્યક્ત, અપરિપક્વ, અબહુશ્રુત શ્રમણને અને તષ્ણને એકલવિહાર કરવાનો સ્પષ્ટ નિષેધ છે. એકલવિહાર કરનાર શ્રમણને આ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે તરુણ અવસ્થામાં અને શાસ્ત્રજ્ઞાનની અપરિપક્વતામાં એકલવિહાર કરવો કદાપિ ઉચિત કે હિતાવહ નથી. પ્રૌઢ અવસ્થા અને શ્રુત સંપન્નતા પ્રાપ્ત કર્યા પછી જ શાંતિપૂર્વક એકલવિહાર કરી શકાય છે. મેરવાTIST :- ભેરવા શબ્દના બે પ્રકારે અર્થ કરાય છે– (૧) આ શબ્દને સ્વતંત્ર માનીને ભયાનક એવા શબ્દ અને રૂપથી સાધક ભયાક્રાંત ન બને પરંતુ ઉપસર્ગને વૈર્યપૂર્વક સહન કરે (૨) ભેરવા શબ્દને પ્રાણીઓનું વિશેષણ માનીને ભયાનક પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત મારણાંકિત કષ્ટોને પણ તે એકાકી વિહારી શ્રમણ ધૈર્યતાપૂર્વક સહન કરે. એકલવિહાર ચર્યા માટે ધૈર્ય ગુણની વિશેષ આવશ્યકતા ઠાણાંગ સુત્રમાં દર્શાવેલ છે. II અધ્યયન-કોર સંપૂર્ણ | જીdeo છછું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક 100 અચેલક મુનિનાં સંયમ તપ :| १ एयं खु मुणी आयाणं सया सुअक्खायधम्मे विधूतकप्पे णिज्झो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy