________________
| ૨૩૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પરિપૂર્ણ થઈ બાળકરૂપે પરિણત, મiq = ગર્ભથી બહાર નીકળીને જન્મ ધારણ કરી વૃદ્ધિને પામેલા, માંગુઠ્ઠા = બોધ પ્રાપ્ત કરી જાગૃત થયેલ, સત્, અસના વિવેકથી યુક્ત, મગજતા = દીક્ષા અંગીકાર કરીને, પુલ્લેખ = અનુક્રમથી, મહામુળ = મહામુની થાય છે. ભાવાર્થ - હે શિષ્ય! તમે ધ્યાનપૂર્વક સાંભળો અને સમજો. હવે ધૂતવાદ-કર્મક્ષય કરવાના માર્ગનું નિરૂપણ કરીશ. આ સંસારમાં પ્રાણી પોતે કરેલાં શુભ કર્મના ઉદયથી પ્રેરિત થઈને તે તે કુળોમાં શુક્ર-શોણિત (વીર્ય-લોહી)ના અભિષેકથી-સંયોગથી માતાના ગર્ભમાં કલરૂપે (પ્રવાહીરૂપે) થયા; પછી અર્બુદ(માંસ) અને પેશી રૂપ બન્યા; ત્યારબાદ અંગોપાંગ-સ્નાયુ, નસ, રોમાદિના ક્રમથી વિકસિત થયા પછી જન્મ લઈને વૃદ્ધિને પામ્યા; ત્યાર બાદ સંબોધિને પ્રાપ્ત થયા; પછી વિરક્ત બનીને અભિનિષ્ક્રમણ કર્યું, આ પ્રમાણે ક્રમથી તે મહામુનિ બને છે. વિવેચન :ધુવારું પર્વ જ્ઞામિ :- ધૂત' નો અર્થ છે કર્મનન અને તેનો માર્ગ તે ધૂતવાદ. કર્મ ક્ષય કરવાનો ધોરીમાર્ગ છે સંયમ, માટે આ સૂત્રમાં માનવની પ્રારંભિક ગર્ભ અવસ્થાથી લઈ ક્રમિક વિકાસ બતાવતાં પરિવારનો ત્યાગ કરી મહામુનિ થવા સુધીનો ક્રમ બતાવ્યો છે. ધૂતવાદને શા માટે સ્વીકારવો અને સાંભળ વો જોઈએ? તેની ભૂમિકા અહીં બાંધી છે. વાસ્તવમાં સાંસારિક જીવોને વિવિધ પ્રકારના દુઃખ, કષ્ટ અને રોગ આવે છે. તેનો પ્રતિકાર કરવા તે બીજાને પીડા આપે છે; પરંતુ જ્યાં સુધી તેના મૂળ એવા કર્મનો નાશ નહિ કરે, ત્યાં સુધી દુઃખ, રોગ અને કષ્ટ નાશ પામતાં નથી. કર્મનો નાશ એ જ ધૂત છે. કર્મનાશનો સર્વોત્તમ ઉપાય છે, શરીર અને શરીર સંબંધિત સજીવ, નિર્જીવ દ્રવ્યો ઉપરની આસક્તિ, મોહાદિનો ત્યાગ. ત્યાગ અને તપ વિના કર્મનિર્મૂળ થતાં નથી. તેના માટે સૌથી પ્રથમ ગૃહાસક્તિ અને સ્વજનાસક્તિનો ત્યાગ કરવો અનિવાર્ય છે અને તે સ્વચિંતનથી જ થાય છે. કર્મોનો ક્ષય કરીને પૂર્વોક્ત દુઃખોથી સર્વથા મુક્ત થઈ શકે છે. આ જ કારણે શાસ્ત્રકારે સાધકને વારંવાર પોતાને જોવા તેમજ સમજવા, વિચારવાની પ્રેરણા આપી છે. તે સ્વયં વિચાર કરીને મનને આસક્તિના બંધનમાંથી મુક્ત કરી શકે છે.
પૂર્વ સૂત્રમાં રોગ અને દુઃખોનું કરેલ વર્ણન સ્વચિંતનને પ્રેરિત કરે છે. આ સ્વચિંતન જ સંયમની ભૂમિકા છે. તેના વિરોધી અસંયમ અને તે અનુસાર વર્તવાના દુષ્પરિણામોને જાણી-સમજી તથા સારી રીતે જોઈને, સાંભળીને, સાધક તેનાથી નિવૃત્ત થઈ જાય. સંસારની મોહજાળથી મુક્ત થવા અણગારે, મુનિ બનીને મોહથી મુક્ત સંયમી જીવન પસાર કરવું અનિવાર્ય છે.
વૃત્તિકારે આઠ પ્રકારનાં કર્મોને ખંખેરવાની પ્રક્રિયાને ધૂત કહેલ છે અથવા જ્ઞાતિ–પરિજનોના ત્યાગને પણ ધૂત કહેલ છે. ચૂર્ણિકારે વ્યાખ્યા કરી છે કે જેણે તપશ્ચર્યાથી કર્મોનો ક્ષય કર્યો છે તે ધૂત કહેવાય છે. ધૂતનો વાદ-સિદ્ધાંત કે દર્શન તે ધૂતવાદ કહેવાય છે.
નાગાર્જુનીય વાચનાનુસાર પાઠ આ પ્રમાણે છે– 'ધૂતોવાયં પતિ ધૂતો પાયનું પ્રતિપાદન કરે છે. ધૂતોપાયનો અર્થ છે કે આઠ કર્મોનો ક્ષય કરવાનો ઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org