________________
| ધૂત અધ્ય-૬, :૧.
[ ૨૨૯ ]
ચિકિત્સા વિધિઓથી, પયં = આ સાવધ ચિકિત્સામાં થતી જીવ હિંસા, અભયં = મહાન ભયદાયક, ખાવાણા = હિંસા ન કરો, ૨ પ = કોઈ પણ પ્રાણીની. ભાવાર્થ :- પ્રાણીઓ નિર્બળ, નિઃસાર અને ક્ષણભંગુર એવા શરીરના સુખ માટે બીજા જીવોની હિંસા કરે છે. વેદનાથી પીડિત તે મનુષ્ય ઘણું દુઃખ પામે છે અને પોતાની વેદનાને ઉપશાંત કરવા તે અજ્ઞાની જીવ અનેક પ્રયત્નો કરે છે અને પ્રાણીઓને ક્લેશ પહોંચાડે છે. આ(પૂર્વોક્ત) ઉત્પન્ન થયેલા અનેક રોગોને જાણીને તે રોગોની વેદનાથી વ્યાકુળ માનવ ઔષધ માટે બીજા જીવોને પરિતાપ આપે છે.
હે શિષ્ય! તું વિશુદ્ધ વિવેકદષ્ટિથી જો. તે પ્રાણનાશક ઔષધ પદ્ધતિ કર્મોદય જનિત રોગોને શાંત કરવા સમર્થ નથી, તેથી જીવોને પરિતાપ આપનાર અને પાપકર્મને ઉત્પન્ન કરનાર ચિકિત્સા વિધિઓથી તમારે દૂર રહેવું જોઈએ. | મુનિવર ! તું જો આ હિંસામૂલક ચિકિત્સા લોકમાં મહાનભય રૂ૫ છે. (માટે ચિકિત્સાના નિમિત્તે પણ) કોઈ પણ જીવનો વધ કરવો જોઈએ નહિ. વિવેચન :તે તેને દૂર્વી મારા પરિવાવ:-પોતાનાં જ કરેલાં કર્મો વિવિધ રોગોના રૂપે ઉદયમાં આવે છે. આ ઉદિત કર્મને શાંત કરવા માણસ અનેક પ્રાણીઓની હિંસા કરે છે, કરાવે છે, તેમના લોહી, માંસ, કાળજા, હાડકાં આદિનો પોતાની શારીરિક ચિકિત્સા માટે ઉપયોગ કરે છે. આ રીતે ઉપચાર કરાવવા છતાં પ્રાયઃ તે રોગ જતો નથી, કારણ કે રોગનું મૂળ અનેક પ્રકારના કર્મો છે, કર્મોની નિર્જરા વિના રોગ કેવી રીતે જાય? પરંતુ મોહથી ઘેરાયેલ અજ્ઞાની જીવ આ વાતને સમજી શકતો નથી. તે પ્રાણીઓને કષ્ટ આપીને બીજા અનેક કર્મોનો બાંધ કરે છે. તેથી સાધકને આ રીતની હિંસા મૂલક ચિકિત્સા માટે આ સૂત્રમાં નિષેધ કર્યો છે કે આ શરીર ક્ષણભંગુર છે. તેનો મોહ કરી અજ્ઞાની પ્રાણીઓ પુનઃ પુનઃ નવા કર્મોનો સંગ્રહ કરે છે. પરંતુ જ્ઞાની સાધકોએ આ શરીરનો મોહ અને સાવધ ચિકિત્સાનો ત્યાગ કરવો જોઈએ.
માનવનો મહામુનિ સુધીનો વિકાસક્રમ - | ७ आयाण भो ! सुस्सूस भो ! धूयवायं पवेयइस्सामि ! इह खलु अत्तत्ताए तेहिं तेहिं कुलेहिं अभिसेएण अभिसंभूया अभिसंजाया अभिणिव्वट्टा अभिसंवुड्डा अभिसंबुद्धा अभिणिक्खंता अणुपुव्वेण महामुणी । શબ્દાર્થ :- આયાખ = તમે સમજો, મો = હે શિષ્ય! સુલૂસ = સાંભળવાની ઈચ્છા કરો, ધૂચવાયે = કર્મોનો ક્ષય કરવાનો માર્ગ, પથમિક હું વર્ણન કરીશ, અત્તત્તાપ = પોત પોતાના કર્મો અનુસાર,
મપિ = શુક્ર અને શોણિતના અભિસિંચનથી, સંયોગથી, બિભૂવા = ગર્ભાવસ્થામાં કલલભાવ (પ્રવાહરૂ૫)ને પ્રાપ્ત, સિંગાથા = પેશીરૂપે બનેલ, વિશ્વ = ત્યાર પછી અંગ, ઉપાંગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org