________________
લોકસાર અધ્ય—૫, ૯ : ૪
સમિતિના પાલનની સૂચના કરી છે. તે છ પ્રક્રિયાઓ આ છે– (૧) ગમન (૨) આગમન (૩) અંગોપાંગ સંકોચવા (૪) અંગોપાંગ ફેલાવવા (૫) વળાંક લેવો (૬) પ્રમાર્જન કરવું. આ સમસ્ત ક્રિયાઓ અને બીજી પણ સંયમ જીવનની દરેક કાયાની પ્રવૃત્તિમાં ઈર્યા સમિતિનું પાલન કરવું અર્થાત્ જોઈ, જાણી તે પ્રવૃત્તિઓ કરવી. આ પ્રવૃત્તિઓમાં ઈર્યા સમિતિનો વિવેક ન રાખવાથી જીવ વિરાધના થાય છે અને પહેલું અહિંસા મહાવ્રત દૂષિત થાય. માટે નયં વિહરી આદિ ચાર શબ્દોથી ચિત્તની એકાગ્રતા તથા પ્રાણીઓની રક્ષા કરતા વિવેકપૂર્વક ગમનાગમન કરવાનો ઉપદેશ છે. અહિં ગુરુસાનિધ્યમાં અભ્યાસ રૂપે એક ઈર્યા સમિતિનું કથન કરવામાં આવ્યું છે. તેના ઉપલક્ષણથી શેષ ચાર સમિતિ અને સમસ્ત સંયમ વિધિઓનું તથા શ્રુતજ્ઞાનનું અધ્યયન ગુરુ સાંનિધ્યમાં કરવાનું સમજી લેવું જોઈએ.
ઈર્યા સમિતિવંતને લઘુકર્મ બંધ :
૧૯૫
४ | एगया गुणसमियस्स रीयओ कायसंफासं समणुचिण्णा एगइया पाणा उद्दायंति, इहलोगवेयणवेज्जावडियं, जं आउट्टिकयं कम्मं तं परिण्णाय विवेगमेइ । एवं से अप्पमाएण विवेगं किट्टइ वेयवी ।
શબ્દાર્થ :- ર્યા = ક્યારેક, કોઈ સમયે, તુળસમિયસ્સ = ગુણોથી યુક્ત, ઈર્યા સમિતિની વિધિથી યુક્ત, રીવો = ઉપયોગ પૂર્વક ચાલતા, ક્રિયા કરતા સાધુના, વિસંગલ સમજુત્તિા = શરીરનો સ્પર્શ થવાથી, પાડ્યા = કોઈ, પાળા = પ્રાણી—જીવજંતુ, વૈદ્દાજંત્તિ = મરી જાય, Şહતો વેયળ वेज्जावडियं = = આ ભવમાં કર્મફળ, ભોગવાઈ જાય એવું કર્મ બંધાય, ગ = જે, આપટ્ટિય-મૂં= જાણી બુઝીને જીવહિંસા કરવાથી કર્મ બંધાય, તેં રખ્ખાય = તેને જાણીને, વિવેગમેડ્ = વિવેક કરે, વિવેક પ્રાપ્ત કરે, પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધિ થાય, વ = આ પ્રમાણે, અપ્પમાળ = અપ્રમાદ અર્થાત્ પ્રાયશ્ચિતથી, વિવેજ્ઞ = વિવેક–શુદ્ધિ, દૃિક્ = બતાવી દે, વેયવી - આગમજ્ઞાતા, આગમજ્ઞ.
ભાવાર્થ :- આ રીતે યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરતાં ગુણયુક્ત અપ્રમત્ત મુનિથી પણ કયારેક શરીરના સ્પર્શથી અનિચ્છાએ પણ કોઈ જીવ પરિતાપ પામે–મરી જાય તો તેને આ ભવમાં વેદવાયોગ્ય જે અલ્પસ્થિતિના કર્મનો બંધ થાય છે અને સંકલ્પપૂર્વક હિંસા કરનારને જે લાંબી સ્થિતિનો કર્મબંધ થાય છે તે બંનેના અંતરને જાણી મુનિ વિવેક પ્રાપ્ત કરે અને યત્નાપૂર્વક દરેક પ્રવૃત્તિ કરે.
આ રીતે આગમવેત્તા મુનિ અપ્રમાદ ભાવોથી યથોચિત્ત પ્રાયશ્ચિતાદિ ગ્રહણ કરે, કર્મબંધનો વિવેક કરી સાંપરાયિક કર્મબંધનો ક્ષય કરે.
Jain Education International
વિવેચન :
આ સૂત્રમાં ઈર્યાસમિતિપૂર્વક ગમન કરનાર સાધકના નિમિત્તથી થનારી આકસ્મિક જીવહિંસાના વિષયમાં ચિંતન પ્રસ્તુત કર્યું છે.
For Private Personal Use Only
www.jainelibrary.org