________________
| લોકસાર અધ્ય-૫, :૪
| ૧૯૭ |
आकृष्टेन मतिमता तत्त्वार्थान्वेषणे मतिः कार्या । यदि सत्यं कः कोपः? स्यादनृतं किं नु कोपेन। ॥१॥ अपकारिणि कोपश्चेत् कोपे कोपः कथं न ते ?
धर्मार्थकाममोक्षाणां, प्रसह्या परिपन्थिनि ॥२॥ જ્યારે ક્રોધ આવે ત્યારે બુદ્ધિમાન સાધુએ વાસ્તવિક્તાનું સંશોધન કરવું જોઈએ, તેને બુદ્ધિ લગાડવી જોઈએ કે જો (બીજાએ કહેલી વાત) સાચી છે તો પછી મારે ક્રોધ શા માટે કરવો જોઈએ, જો તે વાત ખોટી છે તો પછી ક્રોધ કરવાથી શું લાભ?
જો અપકારી પ્રત્યે ક્રોધ કરવો જ છે, તો પછી મારો વાસ્તવિક અપકારી ક્રોધ છે તેના પ્રત્યે જ ક્રોધ કેમ ન કરું? કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ય પુરુષાર્થો માટે સૌથી વધારે બાધક શત્રુ તે ક્રોધ જ છે. ઠાણાંગના ૮ પ૯૪ માં એકલા વિચરણ કરનાર સાધુમાં આ આઠ ગુણોનો ઉલ્લેખ છે– (૧) દઢ શ્રદ્ધાવાન, (૨) પુરુષાર્થી, (૩) મેધાવી, (૪) બહુશ્રુત, (૫) (શારીરિક)શક્તિમાન, (૬) અલ્પ ઉપધિવાળા, (૭) ધૃતિમાન-વૈર્યસંપન્ન તથા (૮) વીર્ય સંપન્ન- આત્મશક્તિ (ઉત્સાહ સંપન્ન). અવ્યક્ત સાધુમાં આ ગુણો હોતા નથી તેથી તેનું એકલું વિચરવું બિલકુલ અહિતકારી છે.
પર્વ સત્સવંસ - કોઈપણ મોક્ષાર્થી સાધક એવી પરિસ્થિતિમાં ન આવી જાય તે માટે તીર્થકર કે સુત્રકારે આ પ્રમાણે બોધ આપ્યો છે. તેને સારી રીતે સમજી હૃદયમાં વિચારી દરેક સાધકે સાવધાની રાખી ગુરુકુળવાસનું સેવન કરવું તે હિતાવહ છે.
સમર્પણભાવે ગુરુ સાંનિધ્ય :
२ तद्दिट्ठिए तम्मुत्तीए तप्पुरक्कारे तस्सण्णी तण्णिवेसणे । શબ્દાર્થ :- તંદિઠ્ઠી = દ્રવ્ય અને ભાવથી ગુરુ-આચાર્યની દષ્ટિમાં, તમ્મરણ = ગુરુમાં જ તન્મય રહે, તપુરવાર = ગુસ્ના બહુમાન પૂર્વક,દરેક કાર્યમાં ગુરુની પ્રમુખતા, તરૂft = ગુરુ નિર્દેશનું પાલન કરે,ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ, તuિgવેલ = ગુરુની સમીપ વસવું.
ભાવાર્થ :- પરિપક્વ થવા માટે સાધક આચાર્ય–ગુરુમાં જ એક માત્ર દષ્ટિ–લક્ષ્ય રાખે, ભક્તિ અને બહુમાન પૂર્વક તેઓમાં જ તન્મય રહે, દરેક કાર્ય અને નિર્ણયમાં તેઓને જ આગળ રાખીને વિચરણ કરે, તેઓ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રાખે. તેઓ દ્વારા ઉપદિષ્ટ આચારમાં તલ્લીન થઈને સ્થિત રહે, ગુરુ સાંનિધ્યમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org