________________
[ ૧૯૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પરિપક્વ થયા ન હોય.
અવ્યક્તની ચૌભંગી- (૧) કોઈ સાધક શ્રુત અને વય બંનેથી અવ્યક્ત હોય છે. તેની એકચર્યા સંયમ અને આત્મવિરાધના કરનારી છે. (૨) કોઈ સાધક શ્રુતથી અવ્યક્ત પરંતુ વયથી વ્યક્ત હોય છે. અગીતાર્થ હોવાના કારણે તેની એકચર્યા પણ સંયમ અને આત્મવિરાધના કરનારી છે. (૩) કોઈ સાધક શ્રુતથી વ્યક્ત પરંતુ વયથી અવ્યક્ત હોય છે. બાળક, તણ કે યુવાન હોવાના કારણે તેની એકચર્યા પણ જોખમયુક્ત હોય છે. (૪) કોઈ સાધક શ્રત અને વયથી પૂર્ણ પરિપક્વ હોય છે. તે એકલવિહારને યોગ્ય હોય છે. તેવા યોગ્ય સાધકને પણ કોઈ અત્યાવશ્યક આગમસમ્મત પ્રયોજનથી એકલવિહાર કરવો યોગ્ય છે, પરંતુ કારણના અભાવમાં તેને પણ એકલ વિહાર કરવાની આજ્ઞા નથી. તેને પણ એકલા વિચરણ કરવાનું પ્રાયશ્ચિત આવે છે, તેવું કથન ભાષ્યમાં છે.
વય તથા શ્રતથી અયોગ્ય, અપરિપક્વ સાધકના એકલા વિચરણમાં અનેક દોષોની સંભાવના છે. શાસ્ત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં એકાકી વિચરણ કરનારા સાધુના વિભિન્ન દોષોનું વર્ણન કર્યું છે, આ ઉદ્દેશકમાં તે જ વિષયનું અન્ય પ્રકારે નિરૂપણ છે.
અહીં બે પ્રશ્ન છે કે (૧) અવ્યક્ત સાધુ એકલા વિચરણ શા માટે કરે છે? (૨) તેનાથી તેને શું નુકસાન થાય છે?
(૧) કોઈ અવ્યક્ત સાધુને સંયમી જીવનમાં પ્રમાદ આવી જવાથી ગુર્નાદિકો તેને ઉપાલંભ આપે કે કઠોર વચન કહે ત્યારે તે ક્રોધિત થાય છે, ક્રોધાંધ અવ્યક્ત, અપરિપક્વ સાધક મહોદયને વશ થઈને ગચ્છને છોડીને એકલ વિહારને સ્વીકારી લે છે.
(૨) અપરિપક્વ સાધકના એકલ વિહારમાં અનેક દોષોની સંભાવના છે, (૧) તેને વાયુ, પિત્ત આદિના પ્રકોપથી બીમારી આવી જાય કે અકસ્માત થઈ જાય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય તથા પ્રવચનની હિલના થાય છે. (૨) ક્યારેક સ્ત્રીના પાશમાં, ક્યારેક કુશીલના સંગમાં ફસાઈને ધર્મભ્રષ્ટ થાય છે. (૩) કુતરા આદિ હિંસક પ્રાણીના ઉપસર્ગો આવે ત્યારે હેરાન થાય છે. (૪) અભિમાની સ્વભાવના કારણે અનેક સ્થાને કલેશ કરે, ક્યારેક પ્રસિદ્ધિ માટે દોડાદોડી કરે, ક્યારેક કોઈકની પ્રશંસા સાંભળીને ફુલાઈ જાય, પોતાના આચાર-વિચારને છોડી દે, આવા અનેક પ્રસંગોમાં તે વિવેક જાળવી શકતા નથી.
આ રીતે તે સમુદ્રની બહાર નીકળેલી માછલીની જેમ નાશ પામે છે. સારાંશ એ છે કે ગુર્નાદિકનું નિયંત્રણ ન હોવાથી અવ્યક્ત સાધુનું એકાકી વિચરણ આત્મા અને સંયમ ઉત્થાનમાં હાનિકારક છે. ગુરુના સાન્નિધ્યમાં, ગચ્છમાં રહેવાથી ગુરુના નિયંત્રણમાં અવ્યક્ત સાધુને ક્રોધના સમયે બોધ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org