________________
| ૧૯૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
માટે શક્ય નથી. મોહભાવથી પરાજિત, નિર્બળ મનવાળા, ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત, વક્રાચારી, એશ આરામમાં કે અસંયમના આચરણમાં લીન, પ્રમાદી અને ગૃહસ્થતુલ્ય પરિણામી, એવા મુનિઓને માટે સમ્યક્ સંયમ પાલન કરવું શક્ય નથી અને તેથી તેઓ ભાવ સાધુત્વમાં નથી. અહીં પર શબ્દ જાણવા અને સમજવાના અર્થમાં પ્રયુક્ત છે.
૨ વતિ :- સાધુત્વના સ્વીકાર પછી મુનિએ નિરંતર કર્મક્ષય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તેણે શરીરનો મોહ છોડીને સામાન્ય અને રૂક્ષ આહારનું સેવન કરવું જોઈએ. આવા સમત્વદર્શી, વીર અને સંયમાચારમાં રમણ કરનાર મુનિ સંસાર સમુદ્રને તરી જાય છે. તે સાધક વાસ્તવમાં તીર્ણ, મુક્ત અને વિરત કહેવાય છે. આ પ્રકારે આ સૂત્રમાં સાધુતાના અનેક ગુણોની પ્રેરણા આપી છે. આ રીતે આ સંપૂર્ણ ઉદ્દેશકમાં સમત્વ પ્રધાન મુનિધર્મ–મુનિઆચાર પાલનની પ્રેરણા છે. વંજ સમાચાર્દ વંક શબ્દના વિવિધ અર્થ છે– (૧) માયાવી (૨) માયાદિ કષાયોનું સેવન કરનાર (૩) એશઆરામમાં રહેનાર (૪) અસંયમાચરણ કરનાર. દિwાદિ - જેનું મન નિર્બળ હોય, પ્રજ્ઞા અલ્પ હોય, દઢ સંકલ્પી ન હોય, કોઈ કાંઈ કહે ત્યારે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના પ્રવાહમાં વહી જવાના સ્વભાવવાળા હોય, તેમજ વિચાર્યા વિના શીઘ માની લે, એવા અતિ નમ્ર આદ્ર સ્વભાવી હોય, તે બધાને અહીં આદ્રીયમાન શબ્દથી સંયમાચારની સફળ સાધના માટે અયોગ્ય કહ્યાં છે.
રાવલદિ:- આ શબ્દનો ગૃહસ્થ અર્થ ન કરતાં સાધક અર્થ ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે સંયમ પાલનમાં અસમર્થ સાધકના લક્ષણોનું અહીં વર્ણન છે. આ શબ્દનો ભાવ એ છે કે જે ગૃહસ્થતુલ્ય પરિણામવાળા, ગૃહસ્થ જેવી પ્રવૃત્તિ કરનારા અથવા સંયમનો ત્યાગ કરી ગૃહસ્થના જીવનમાં જવાના સંકલ્પવાળા.
આવા વિવિધ વિશેષણોથી સૂત્રકારનો આશય પ્રગટ થાય છે કે સંયમાચારનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન દઢ મનોબળથી, દઢ પ્રતિશ સ્વભાવથી અને વૈરાગ્ય ભાવિત સંયમની અંતર લાગણીથી જ શક્ય અને સફળ થઈ શકે છે, માટે સાધકે સંયમ ગ્રહણ કરવાની વૈરાગ્યધારા અને ઉત્સાહ તથા શુરવીરતાને ટકાવી સંયમના નિયમોની સાચી આરાધના કરવી જોઈએ, તો જ સાચી સાધુતા ટકી શકે છે.
I અધ્યયન-પ/૩ સંપૂર્ણ II ccc પાંચમું અધ્યયન : ચોથો ઉદ્દેશક અપરિપકવ ભિક્ષુના એકલ વિહારની દશા - | १ गामाणुगामं दूइज्जमाणस्स दुज्जायं दुप्परक्तं भवइ अवियत्तस्स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org