________________
| લોકસાર અધ્ય-૫, :૧
[ ૧૭૩]
બહુલોભી, ભોગોમાં અત્યંત આસક્ત, નટની જેમ બહુરૂપી અનેક પ્રકારની શઠતા કરનાર, અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરનાર, હિંસાદિ આસવોમાં આસક્ત અને ગુપ્તરીતે દોષ સેવન કરનાર હોય છે અથવા કર્મોથી લિપ્ત હોય છે, છતાં "હું સાધુ ધર્માચરણ માટે ઉપસ્થિત થયો છું, આચારશીલ છું" આ રીતે પોતાની પ્રશંસા કરે છે, બડાઈ મારે છે, પરંતુ મને કોઈ જોઈ ન જાય' એવી શંકાથી છાની રીતે અનાચાર સેવે છે. તે અજ્ઞાન અને પ્રમાદના દોષથી સતત મૂઢ બનેલ છે. તે મોહમૂઢ ધર્મને જાણતો નથી.
વિવેચન :
આ સૂત્રમાં એકલવિહારી અજ્ઞાની સાધકના વિષયમાં કથન છે. એકચર્યા બે પ્રકારની હોય છે. (૧) વિશિષ્ટ તપાચરણની સાધના માટે (૨) પરિસ્થિતિ કે કર્મસંયોગના કારણે. પ્રથમ પ્રકારના એકાકી સાધુ ગુરુ નિશ્રામાં હોય છે જ્યારે બીજા પ્રકારના એકાકી સાધુ ગુરુ નિશ્રામાં હોતા નથી. પરિસ્થિતિવશ સ્વતંત્ર વિચરણ કરનાર એકાકી વિહારી બે પ્રકારના હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. અહીં અપ્રશસ્તનું કથન છે. જે એકચર્યાની પાછળ વિષયલોલુપતા હોય, સ્વાર્થ હોય, બીજા દ્વારા પૂજા–પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો લોભ હોય, કષાયોની ઉત્તેજના હોય, બીજાની સેવા કરવી ન પડે, પોતાના દોષ કે અનાચારની બીજાને ખબર ન પડી જાય, આ કારણોથી એકાકી વિચરણ સ્વીકારવું તે અપ્રશસ્ત એકચર્યા છે.
અહીં સૂત્રમાં અયોગ્ય એકચર્યા કરનારની ખોટી રીતભાતનું, વિવિધ પ્રકારનાં દૂષણોનું નિરૂપણ કર્યું છે. તે સૂત્રના ભાવાર્થથી જ સ્પષ્ટ થઈ જાય છે.
દિત્યવાયું :- આ પદથી એકચર્યા કરનારની મિથ્યા વાતોનું ખંડન કર્યું છે. "હું એકલો એટલા માટે વિચરું છું કે બીજા સાધુઓ શિથિલાચારી છે, હું તો ઉગ્ર આચારી છું, હું તેની સાથે કેવી રીતે રહી શકું?" આ રીતે તે ચારેબાજુ કહેતો ફરે છે પરંતુ આ પ્રકારની તેની આત્મ પ્રશંસામાં ફક્ત તેનું વાક્યાતુર્ય છે. પોતાને સંયમમાં ઉત્થિત બતાવવાની માત્ર માયા જાળ છે. અજ્ઞાનથી મુક્તિની ખોટી પ્રરૂપણા :
७ अट्टा पया माणव !कम्मकोविया,जे अणुवरया अविज्जाए पलिमोक्खमाहु, आवट्टमेव अणुपरियट्टति । त्ति बेमि ।।
| | પદનો ઘેલો સમરો II
શબ્દાર્થ :- અઠ્ઠા = આર્ત, દુઃખી,પય= પ્રજાવર્ગ સર્વપ્રાણીઓ, માવ= હે મનુષ્ય! સ્મોવિયા = કર્મબાંધવામાં નિપુણ, કર્મકોવિદ, ને = જે પુરુષ, અનુવરયા = અનુપરત–પાપથી અનિવૃત્ત, વિના = અવિદ્યાથી, નિનોનું = મોક્ષ, આદુ = બતાવે છે, કહે છે, આવક્નેવ = સંસાર ચક્રમાં જ, અનુપરિયતિ = પરિભ્રમણ કરે છે.
ભાવાર્થ :- હે માનવ ! વિષય-કષાયથી પ્રાણી પીડિત છે, કર્મબંધ કરવામાં કોવિદ છે, પાપકર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org