________________
૧૬૮
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શિકાર કરવામાં આવે; મનુષ્યને ભૂખ્યા સિંહ આગળ ધકેલી દેવામાં આવે; મરઘાં, સાંઢ, ભેંસાદિને પરસ્પર લડાવવામાં આવે; આ સર્વ નિરર્થક નિપ્રયોજન હિંસા છે. ચૂર્ણિકારે કહ્યું છે કે- બાત પર સમય હેતુ અ૬, તે –પોતાના, પરના કે બન્નેના પ્રયોજનને સિદ્ધ કરવા માટે કરાતી હિંસા પ્રયોજનભૂત છે અને પ્રયોજન વિના કરાતી હિંસા નિરર્થક કે અનર્થક હિંસા છે. પ્રયોજન વિના આદતના કારણે કે અવિવેકના કારણે જે ત્રસ–સ્થાવર જીવોની હિંસાની પ્રવૃત્તિઓ કરવામાં આવે તે પણ અનર્થક હિંસા છે, જેમ કે– માર્ગ હોવા છતાં લીલોતરી પર ચાલવું, જરૂર વિના લાઈટ પંખા ચાલુ રાખવા, પાણીના નળ ખુલ્લા મૂકવા, માખી-મચ્છર વગેરેને હાથમાં પકડવા, મારવા આદિ પ્રવૃત્તિઓ. દુત્યાજ્ય કામભોગ :| २ गुरु से कामा । तओ से मारस्स अंतो । जओ से मारस्स अंतो, तओ से दूरे । શબ્દાર્થ :- વાન = કામભોગોનો ત્યાગ કરવો કઠિન છે, તો = તેથી, નારસ સંતો = જન્મમરણના પ્રવાહમાં પ્રવહમાન, નમો = જેથી, દૂર = મોક્ષના ઉપાયથી દૂર છે, સુખથી દૂર છે. ભાવાર્થ :- શબ્દાદિ કામ-ભોગનો ત્યાગ કરવો પ્રાણીઓ માટે ઘણો કઠિન છે અને તેથી જ તેઓ જન્મ મરણના પ્રવાહમાં વહે છે. જન્મમરણના ચક્રમાં ફરતા તેઓ મોક્ષ કે મોક્ષના ઉપાયોથી દૂર રહે
વિવેચન :ગુરુ તે મા :- અજ્ઞાની અને અલ્પ સામર્થ્યવાન વ્યક્તિઓ માટે કામેચ્છા દુયાજ્ય હોય છે અને તેઓ માટે કામેચ્છાનું અતિક્રમણ કરવું પણ સહેલું નથી. તેવી અલ્પ આત્મશક્તિવાળી વ્યક્તિ કામની કામનામાં જ અથવા તેનાં ભોગમાં જ ફસાઈ જાય છે.
નો સે નારસ સંતો :- સુખાર્થી કામભોગનો ત્યાગ કરી શકતો નથી. કામભોગના ત્યાગ વિના તે મૃત્યુની પકડમાં આવી જાય છે. મૃત્યુની પકડના કારણે જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિથી ઘેરાયેલા રહે છે. તેની અને સુખથી વચ્ચે સેંકડો ગાઉનું અંતર પડી જાય છે. બાલજીવોની અવસ્થાઓ :| ३ णेव से अंतो णेव से दूरे । से पासइ फुसियमिव कुसग्गे पणुण्णं णिवइयं वाएरियं । एवं बालस्स जीवियं मंदस्स अवियाणओ। कूराई कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ, मोहेण गब्भ मरणाइ एइ । एत्थ मोहे पुणो पुणो ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org