________________
લોકસાર અધ્ય—૫, ૯ : ૧
પાંચમું અધ્યયન-લોકસાર પહેલો ઉદ્દેશક
જીવહિંસાનું પરિણામ :
१ आवंती केयावंती लोयंसि विप्परामुसंति, अट्ठाए अणट्ठाए वा, एतेसु चेव विप्परामुसंति ।
૧૬૭
=
શબ્દાર્થ :- આવંતી = જે, જેટલા, જેયાવંતી - કોઈ મનુષ્ય, પ્રાણી, તોલિ = આ લોકમાં, વિપ્પાનુસંતિ = પ્રાણીઓનો ઘાત કરે છે, અઠ્ઠાÇ = પ્રયોજન પૂર્વક, અળદ્રુાર્ - નિષ્પ્રયોજન, તેલુ ચેવ = તે તે પ્રાણીઓની યોનિમાં જ, વિઘ્નામુëતિ = વિવિધ જન્મ ધારણ કરે છે, જન્મ મરણના
પ્રવાહમાં પ્રવહમાન રહે છે.
ભાવાર્થ:- આ લોકમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન કે નિષ્પ્રયોજન જીવોની હિંસા કરે છે, તેઓ તે જીવોની ગતિમાં જ ઉત્પન્ન થઈ જન્મ મરણના વિવિધ દુઃખોને પામે છે.
વિવેચન :
આ સૂત્રમાં પંચેન્દ્રિય વિષયક કામભોગો અને તેની પૂર્તિ માટે કરવામાં આવતા હિંસાદિ પાપકર્મોની તથા આવા મૂઢ અજ્ઞાનીના જીવનની સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે.
Jain Education International
विप्रासिं :– આ ક્રિયાપદનો સૂત્રમાં બે વાર પ્રયોગ થયો છે. (૧) જે વિભિન્ન અભિલાષાઓથી પ્રાણીઓની વિવિધ પ્રકારે હિંસા કરે છે. (૨) હિંસા કરનાર તે હિંસાના પરિણામે પોતે પણ તે વિવિધ યોનિઓમાં ભિન્ન—ભિન્ન પ્રકારે દુઃખ અને મરણને પ્રાપ્ત કરે છે.
અટ્ઠાત્ અળકાવ્ :- 'અર્થ' એટલે કે પ્રયોજન કે કારણ. હિંસાના ત્રણ પ્રયોજન છે– કામ, અર્થ અને ધર્મ. વિષય ભોગોના સાધનોને મેળવવા માટે બીજા જીવોનો વધ કરવામાં આવે છે કે તેને વિશેષ પીડા આપવામાં આવે છે તે કામાર્થક હિંસા છે. વ્યાપાર ધંધા, યંત્ર કારખાના કે ખેતી આદિના માટે હિંસા કરાય છે તે અર્થાર્થક હિંસા છે. બીજા ધર્મ-સંપ્રદાયવાળાને મારવામાં આવે કે સતાવવામાં આવે, તેઓ પર અન્યાય અને અત્યાચાર ગુજારવામાં આવે, ધર્મના નામે કે ધર્મના નિમિત્તે પશુની બિલ દેવામાં આવે, અથવા ત્રસ કે સ્થાવર કોઈપણ પ્રાણીની હિંસા કરવામાં આવે તો તે ધર્માર્થક હિંસા છે. આ ત્રણે ય પ્રકારની હિંસા પ્રયોજન સહિત છે શેષ હિંસા અનર્થક છે, જેમ કે– મનોરંજન માટે નિર્દોષ પ્રાણીઓનો
For Private Personal Use Only
www.jainelibrary.org