________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
(૨) સાધના દ્વારા જ્યારે ભોગેચ્છાના સંસ્કારનો નાશ થાય છે ત્યારે ભોગેચ્છાની વૈકાલિક નિવૃત્તિ થઈ જાય છે. તેથી તે ભોગેચ્છા પહેલા હોતી નથી અને પછી પણ હોતી નથી તેમજ મધ્યમાં પણ ક્યારે ય હોતી નથી. અતીતના સંસ્કાર હોય નહિ તો ભવિષ્યની કલ્પના થતી નથી તથા સંસ્કાર અને કલ્પના વિના વર્તમાનનું ચિંતન થતું નથી.
૧૨
(૩) કોઈ જીવ એવા હોય છે કે જેઓએ ભૂતકાળમાં સમ્યક્ત્વની સ્પર્શના કરી નથી અને ભવિષ્યમાં કરશે નહિ. આગમની પરિભાષામાં તેને અભવ્ય જીવ કહેવાય છે. તેઓને ક્યારે ય સમ્યક્ત્વની સ્પર્શના થતી નથી. તે જીવોને ભૂતકાળ કે ભાવિમાં સમ્યક્ત્વ ન હોય તો પછી એક સમયરૂપ વર્તમાન કાળમાં તો હોય કે જ ક્યાંથી ? અર્થાત્ ન જ હોય. આ જીવોને ક્યારે ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી.
નિષ્કર્ષદર્શીની આરાધના :
३ से हु पण्णाणमंते बुद्धे आरंभोवरए । सम्ममेयं ति पासह । जेण बंध वहं घोरं परियावं च दारुणं । पलिछिंदिय बाहिरगं च सोयं णिक्कम्मदंसी इह मच्चिएहिं । कम्माणं सफलं दट्टुणं तओ णिज्जाइ वेयवी ।
I
શબ્દાર્થ :- - પળાળમત્તે = ઉત્તમશાની છે, બુદ્ધે = તત્ત્વજ્ઞ, આભોવણ્ = જે આરંભથી ઉપશાંત છે, સમ્ભ થૈ = આ સત્ય છે, ત્તિ = આ પ્રમાણે છે, પાસદ = જુઓ, જાણો, લેખ = જેનાથી, જે આરંભથી, વષં = બંધ, વહેં= વધ, ધોŘ= ઘોર, પરિયાનં- પરિતાપ, વાળ = દારુણ દુઃખને પ્રાપ્ત કરે છે, પત્તિછિંવિય - છેદીને, વાહિĪ - બાહ્ય, સોય = સ્રોતને, ખિમ્મવંશી = મોક્ષદર્શી છે, નિષ્કર્મદર્શી, TE = આ લોકમાં, મ—િહૈં = મૃત્યુલોકમાં, માનવદેહના માધ્યમે, મ્માળું = કર્મોની, સતા = સફળતાને, વર્તુળ = જોઈને, જાણીને, તો = કર્મ આસવોથી, ખિજ્ગાર્ = બહાર નીકળે છે, વેચવી = વેદજ્ઞ, આગમના રહસ્યને જાણનાર
ભાવાર્થ :- જે આરંભથી હંમેશાં દૂર રહે છે તે સાધક વાસ્તવમાં પ્રજ્ઞાવાન, બુદ્ધિમાન કે પ્રબુદ્ધ છે. આ તત્ત્વને સમ્યક્ પ્રકારે જાણો, સમજો કે આ આરંભ–હિંસાદિના સેવનના કારણે જ પુરુષ સંસારની યોનિઓમાં બંધ, વધ, ઘોર પરિતાપ અને ભયંકર દુઃખને પ્રાપ્ત કરે છે, માટે પરિગ્રહાદિ બાહ્ય તેમજ રાગ-દ્વેષાદિ આપ્યંતર સ્રોતને બંધ કરીને સંસારમાં આ માનવ શરીરના માધ્યમે તમે નિષ્કર્મદર્શી– કર્મમુક્ત બની જાઓ. કર્મ અવશ્ય ફલદાયી હોય છે, આ જાણીને શાસ્ત્રજ્ઞ મુનિ તે કર્મબંધનોથી અવશ્ય નિવૃત્ત થઈ જાય
છે.
વિવેચન :
પિરમ્નવંતી :- નિષ્કર્મના પાંચ અર્થ છે– (૧) મોક્ષ, (૨) સંવર, (૩) કર્મરહિત શુદ્ધઆત્મા, (૪) અમૃત અને (૫) શાશ્વત. મોક્ષ, અમૃત અને શાશ્વત એ ત્રણ શબ્દો ઘણું કરીને સમાનાર્થક છે. કર્મરહિત આત્મા પોતે અમૃતસ્વરૂપ બની જાય છે અને સંવર એ મોક્ષ પ્રાપ્તિનું એક અનન્ય સાધન છે. જેની સર્વ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org