________________
શીતોષ્ણીય અધ્ય—૩, ૪ : ૩
૧૨૯
- જન્મમરણનો, સંસારનો, તરફ = પાર પામે છે, સહિ = જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્ન પુરુષ, થમ્નમાવાય - શ્રુત ચારિત્રરૂપ ધર્મનો સ્વીકાર કરીને, લેયં - શ્રેયને, આત્મહિતને સમણુપફ્સફ - સમ્યક્ પ્રકારે જુએ છે, ૬મો રાગદ્વેષમાં પીડિત પ્રાણી, નીવિચસ આ જીવન માટે, પરિવુંવળ-માળખ-પૂયળાÇ = વંદનીય, માનનીય, પૂજનીય બનવા માટે, ખંસિ = જેમાં, જ્ઞે કોઈ, પમાયંતિ = પ્રમાદનું સેવન કરે છે, ઋષિર્ = જ્ઞાનાદિથી સહિત, કુવામત્તાણ્ = દુઃખની માત્રાથી, પુકો- સ્પર્શ થતાં, જો જ્ઞજ્ઞાર્ = દ્વેષ કરતો નથી, વ્યાકુળ થતો નથી, રૂમ = આ, પાલ – જુઓ, વિદ્ - શુદ્ધ સંયમી, જોનાલોપનું વાળે - લોકાલોકના પ્રપંચથી, આ લોક પરલોકના પરિભ્રમણથી, મુખ્યરૂ = મુક્ત થાય છે.
=
=
=
=
=
ભાવાર્થ:- હે પુરુષ ! તું સત્ય-સંયમને જ સારી રીતે સમજ. સંયમની આજ્ઞા(મર્યાદા)માં ઉપસ્થિત રહેનાર તે મેધાવી જન્મ,મરણરૂપ સંસારને તરી જાય છે. સમ્યક્ જ્ઞાનાદિથી યુક્ત સાધક સંયમ ધર્મને ગ્રહણ કરીને આત્મહિતનું સમ્યક્ પ્રકારે અવલોકન કરે,
=
સંસારમાં રાગ અને દ્વેષમાં રહેલાં પ્રાણીઓ પોતાના જીવન માટે, વંદના, સન્માન અને પૂજા માટે હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે. કોઇ સાધક સન્માન આદિ માટે પ્રમાદ આચરણ અર્થાત્ પાપકારી પ્રવૃત્તિઓ કરે છે.
જ્ઞાનાદિથી યુક્ત સાધક ઉપસર્ગ કે વ્યાધિ આદિ દ્વારા ઉત્પન્ન દુઃખથી વ્યાકુળ થતાં નથી. આવા આત્મદષ્ટા વીતરાગી પુષોને જુઓ કે જે સંયમ સાધકો આ લોક પરલોકના ભવ ભ્રમણરૂપ સર્વ પ્રપંચોથી મુક્ત થઇ જાય છે. —એમ ભગવાને કહ્યું છે.
। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ॥
વિવેચન :
આ સૂત્રમાં પરમ સત્ય ને ગ્રહણ કરવાની અને તદનુસાર પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપી છે. તેની સાથે સત્ય સાધકની ઉપલબ્ધિઓનું પણ સંક્ષેપમાં દર્શન થાય છે.
સખ્યમેવ સમમિગાળહિ :- અહીં વૃત્તિકારે સત્યના ત્રણ અર્થ કર્યા છે– (૧) પ્રાણીમાત્ર માટે હિતકર—સંયમ (૨) ગુરુસાક્ષીથી ગ્રહણ કરેલ પવિત્ર સંકલ્પ(સોગંદ) (૩) સિદ્ધાંત અથવા સિદ્ધાન્તના પ્રતિપાદક આગમ.
Jain Education International
સાધક કોઇ પણ કિંમતે સત્યને છોડે નહિ, સત્યનું જ સેવન અને આચરણ પ્રતિજ્ઞાપૂર્વક કરે, સર્વ પ્રવૃત્તિઓમાં સત્યને જ આગળ રાખીને ચાલે. સત્ય સ્વીકૃત સંકલ્પ તેમજ સિદ્ધાંત—સંયમ વ્રતનું પાલન
કરે.
કુો(પુખ્ત) :- આ શબ્દના વૃત્તિકારે ચાર અર્થ કર્યા છે– (૧) રાગ અને દ્વેષથી (૨) સ્વ અને પરના નિમિત્તે (૩) આ લોક અને પરલોક માટે (૪) રાગ અને દ્વેષ આ બંનેથી જે હણાયેલ છે, તે દુર્હત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org