________________
| ૧૨૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- હે પુરુષ ! (આત્મન્ !) તું જ તારો મિત્ર છે, તો પછી તું બહાર, તારાથી અન્ય મિત્રને શા માટે શોધે છે?
જે (આત્મા)ને તમે કર્મોની તીવ્રતાથી ક્ષય કરનારા જાણો છો તેને જ મોક્ષ પ્રાપ્ત કરનાર કે મોક્ષના સાધક જાણો. જેને તમે દૂર-મોક્ષમાર્ગમાં સ્થિત સમજો છો, તેને તમે અત્યંત કર્મક્ષય કરનાર સમજો.
હે પુરુષ! પોતાના આત્માનો જ નિગ્રહ કર. આ વિધિથી તું દુઃખથી (કર્મથી) મુક્તિ પ્રાપ્ત કરી શકીશ.
વિવેચન :૩ળ્યાલક્ય તૂરાફુ - ત્ + વાર્તયં / ૩૮ = પ્રત્યેન = પ્રબળતાથી, વાય- કર્મો ને આત્માથી દૂર કરનાર અર્થાત્ કર્મક્ષય કરનાર. દૂર–મોક્ષ, તેને પ્રાપ્ત કરાવનાર સંયમ જ દૂરાલયિક છે. સંયમપ્રાપ્ત જીવન મોક્ષગામી છે.
તેનું તાત્પર્ય એ છે કે જે કર્મક્ષય કરવામાં તત્પર છે તે સંયમવાન છે અને જે સંયમી સાધક છે તે હંમેશાં કર્મક્ષય કરતા રહે છે.
અહીં આત્માની અનંત શક્તિનો નિર્દેશ છે. જે આત્મશક્તિ કર્મોને આત્માથી દૂર કરે છે, તે આત્મશક્તિ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આત્મશક્તિ-સામર્થ્ય દ્વારા કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય
કર્મક્ષયના કારણરૂપ કોઇ પણ પ્રકારનું બાહ્ય કે આત્યંતર તપ ચાલુ રહે તો જ સાધકની સંયમ સાધના પ્રગતિશીલ બને. તપ નિર્જરા વિના સંયમની નિરાબાધ પ્રગતિશીલતા રહેવી કઠિન છે તેથી સંયમી સાધકે હંમેશાં નિર્જરાકારી તપ-ધ્યાનાદિમાં લીન રહેવું જોઇએ.
સત્ય-સંયમથી મુક્તિ :| ५ पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए उवट्ठिए से मेहावी मार तरइ । सहिए धम्ममादाय सेय समणुपस्सइ । दुहओ जीवियस्स परिवंदण-माणण-पूयणाए, जंसि एगे पमायति । सहिए दुक्खमत्ताए पुट्ठो णो झंझाए । पासिमं दविए लोगालोगपवंचाओ मुच्चइ । त्ति बेमि ।
! તો ૩ઘેલો સમરો | શબ્દાર્થ :- સવમેવ = સત્યને જ, સંયમને જ, સમગજાદિ = સમ્યક પ્રકારે જાણો, સંયમ આરાધના કરો, સવસ = સંયમ સંબંધી, આ = આજ્ઞામાં, ૩વકિ = ઉપસ્થિત, ઉદ્યમવંત, મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org