________________
શીતોષ્ણીય અધ્ય-૩, ૬: ૨
_
| ૧૧૭ |
અને માનસિક દુઃખના ભાગી, મેહુ પિ = કામભાગોમાં આસક્ત, ળિયું વતિ- સંચય કરે છે, શિવના = કર્મોના સંચયથી ભારે બનેલ જીવ, પુનતિ = વારંવાર પ્રાપ્ત કરે છે, એ = ગર્ભવાસને.
વિ તે = ફરી તે વિષયી જીવ, હાલHI = = હાંસી મજાકમાં, હંસા વિ = જીવોને મારીને પણ, વાતિ = આનંદ, મા = માને છે, વાનસ્લ સોઇ અન્ન = અજ્ઞાનીના સંગથી બસ છે, દૂર રહેવું, અપ્યો પોતપોતાની સાથે, વેર વ - વેર વધારે છે.
આયંજલી = નરકાદિના દુઃખના કારણ અને પરિણામના દષ્ટા, મ વ = ભવોપગ્રાહી કર્મ, અઘાતિકર્મ, મૂલં = અસંયમ, મૂળગુણના ઘાતક ઘાતકર્મને,
વિવકર્મોનાં પરિણામને દૂર કર, ધીરે - ધીરપુરુષ, છિયા = સંપૂર્ણ કર્મ ક્ષયકરીને, કર્મબંધનોને કાપીને, નિવેમ્બવલી = નિષ્કર્મા, કર્મરહિત થઈ જાય છે, જગતના દષ્ટા બની જાય છે.
પણ મરણ = આ સાધક મરણથી, પમુખ્ય = મુક્ત થઈ જાય છે, તે = તે નિશ્ચયથી, ૯િમા = સાતભયને જોનાર, (ભયદર્શી), પરમવલી= મોક્ષદર્શી, વિવિઘળીવી = ભાવથી રાગદ્વેષ રહિત, દ્રવ્યથી સ્ત્રી, પશુ, નંપુસકાદિથી રહિત સ્થાનમાં, ડેવલતે = ઉપશાંત, સન = પાંચ સમિતિ યુક્ત, સહિર = જ્ઞાનાદિ સહિત, સયા = હંમેશાં, ના = યત્નાવાન, શાનથી = મરણ સુધી, પરિધ્વ = સંયમમાં વિચરે, પહે= કર્યા છે, અવનિ = સત્ય-સંયમમાં, fધ = ધીરતાને, ધ્વદ = રાખો, કરો, પલ્યોવ૨૫ = આ સંયમમાં સ્થિત, જ્ઞોએ = ક્ષય કરી દે છે.
ભાવાર્થ :- હે આર્ય! તું આ સંસારમાં જન્મ અને વૃદ્ધિને જો. તું પ્રાણીઓના વિષયમાં જાણ કે સર્વ જીવો શાતાની ઇચ્છા કરે છે તેથી ઉત્તમ જ્ઞાની, સમત્વદર્શી સાધક મોક્ષમાર્ગ રૂપ સંયમને જાણીને, સ્વીકાર કરીને, સર્વ જીવોને પોતાના આત્મા સમાન સમજીને પાપાચરણ કરે નહિ, પ્રાણીવધ કરે નહિ.
આ મૃત્યુ લોકના માનવીઓની સાથે જે રાગાદિ બંધન છે તેને તોડી નાખ અથવા હે મુમુક્ષુ! આ માનવ શરીરને પ્રાપ્ત કરી એના દ્વારા રાગાદિ બંધનને તોડી નાખ કારણ કે આ લોકમાં હિંસાદિ પાપરૂપ આરંભ કરનાર પ્રાણી શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત કરે છે. આવા તે પ્રાણીઓ કામભોગોમાં આસક્ત થઇને કર્મોનો સંચય કરે છે અને કર્મોના મૂળનું વારંવાર સિંચન કરીને ફરીફરી જન્મ ધારણ કરે છે.
તે કામભોગાસક્ત મનુષ્ય હાંસી-મજાકને આધીન થઈને જીવોનો વધ કરી ખુશી મનાવે છે. એવા અજ્ઞાની જીવોના સંસર્ગથી આત્મા વેરની વૃદ્ધિ કરે છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ.
આ રીતે ઉત્તમ જ્ઞાની અને નરકાદિ દુર્ગતિના દુઃખોને જાણનાર આતંકદર્શી પુરુષ સંયમને જાણીને, સ્વીકાર કરીને હિંસાદિ પાપકર્મનું આચરણ કરતા નથી. હે વીર ! તું આ દુઃખના અગ્ર અર્થાતુ-કર્મનો અને દુઃખનું મૂળ એટલે અસંયમનો વિવેક કરીને ત્યાગ કર. આ રીતે સાધક તપ, સંયમ દ્વારા કર્મોનું પૂર્ણ રીતે છેદન કરી નિષ્કર્મદર્શી બને છે, કર્મરહિત બની જગતના દષ્ટા થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org