________________
| લોક વિજય અધ્ય-૨, : ૫
[ ૮૧ ]
મvy i :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) વસ્તુના ઉપયોગમાં ગૃહસ્થથી અન્ય ભાવ (૨) પરિગ્રહ પ્રતિ ગૃહસ્થથી અન્ય ભાવ.
(૧) જેમ સામાન્ય ગૃહસ્થ(અજ્ઞાની મનુષ્ય) વસ્તુનો ઉપયોગ કરે છે તે રીતે ઉપયોગ કરે નહિ. જ્ઞાની અને અજ્ઞાની બંને વસ્તુઓનો ઉપયોગ તો કરે છે પરંતુ તેઓના ઉદ્દેશ્ય, ભાવના તથા વિધિમાં ઘણું અંતર હોય છે. જ્ઞાની પુરુષ આત્મવિકાસ તેમજ સંયમ યાત્રા માટે અનાસક્ત ભાવનાની સાથે યત્ના તેમજ વિધિપૂર્વક ઉપયોગ કરે છે. અજ્ઞાની મનુષ્ય પૌદ્ગલિક સુખને માટે આસક્તિપૂર્વક અસંયમ તથા અવિધિથી વસ્તુનો ઉપયોગ કરે છે. જ્ઞાનીનું ચિંતન અને આચરણ અજ્ઞાની કરતા 'અન્યથા દષ્ટિવાળું અર્થાત્ ઉપેક્ષા વૃત્તિવાળું હોય છે. (૨) ધન, પરિગ્રહને ગૃહસ્થ સંગ્રહ દૃષ્ટિથી જુએ છે અને સાધક તેનાથી વિપરીત ઉપેક્ષા દષ્ટિથી જુએ છે તથા અન્ય દષ્ટિથી જોતાં તેનો ત્યાગ કરે, ગ્રહણ અને સંગ્રહ કરે નહિ. પરિદા :- 'પરિહાર' શબ્દથી પણ ચૂર્ણિકારે બે પ્રકારની દષ્ટિ બતાવી છે– (૧) ધારણા પરિહારબુદ્ધિથી વસ્તુનો ત્યાગ–મમત્વ ત્યાગ કરવો તે છે. (૨) ઉપભોગ પરિહાર–શરીરથી વસ્તુના ઉપયોગનો ત્યાગ (વસ્તુ–સંયમ)તે ઉપભોગ પરિહાર છે. પરિહારે વિહો ધારણા પરિવારને ૧ ૩વમોન પરિહારો -આચા. ચૂર્ણિ.]
આ મોક્ષમાર્ગ ઉપર ચાલનાર કુશળ પુરુષની જલકમળવત્ નિર્લેપ જીવન જીવવાની જીવન કળા છે. તે પરિગ્રહમાં લપાતો નથી.
દુત્યાજ્ય કામભોગ અને તેનું પરિણામ :| ५ कामा दुरतिक्कमा । जीवियं दुप्पडिबूहगं । कामकामी खलु
अयं पुरिसे, से सोयइ जूरइ तिप्पइ पिट्टइ परितप्पइ । શબ્દાર્થ :- વાના = કામ વાસનાનો, કુતિવમા = ત્યાગ કરવો અત્યંત કઠિન છે, નલિયે = ગૃહસ્થ જીવન, કુણઠિe = ચલાવવું, નિર્વાહ કરવો, ઘણો કઠિન છે, વામાન = કામભોગોની લાલસા રાખનાર, અય = આ પુરુષ, સંસારના પ્રાણીઓ, ને સોય = તે શોક કરે છે, રડું = ઝૂરણા કરે છે, તિપ્રક્ = આંસુ ટપકાવે છે, પિટ્ટ-પિ = પીટે છે, દુઃખી થાય છે, પરતપ્રક્ = પરિતાપ પામે છે, વિશેષ કષ્ટ પામે છે. ભાવાર્થ :- કામવાસનાને જીતવી મુશ્કેલ છે. ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો પણ અતિ કઠિન છે. કામભોગોની ઈચ્છા રાખનાર ખરેખર આ પુરુષ(સંસારના પ્રાણીઓ) તે કામભોગો માટે શોક કરે છે, ઝૂરે છે, રડે છે, પીટે છે(પીડિત થાય છે), પરિતાપ પામે છે.
વિવેચન :
આ સુત્રમાં કામભોગોનાં કડવાં ફળોને બતાવ્યાં છે. ટીકાકાર આચાર્ય શીલાંકે કામના બે ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org