________________
[ ૮૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વિચાર કરનારો હોય.
સાધુ જીવન પસાર કરતાં મમત્વથી કેવી રીતે દૂર રહેવું. તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ આ સૂત્રમાં બતાવેલ છે–
વસ્ત્ર, પાત્ર, આહારાદિ જીવન ઉપયોગી વસ્તુઓ વિના જીવનનો નિર્વાહ થઈ શકતો નથી. સાધુએ આ વસ્તુઓની યાચના ગૃહસ્થ પાસે કરવી પડે છે, પરંતુ સાધક પરિગ્રહસંજ્ઞાથી તેનું ગ્રહણ કરે નહિ. સચિત્ત પરિગ્રહમાં શિષ્ય તેમજ અચિત્તમાં સંયમોપયોગી ઉપકરણોમાં મમત્વ નહિ રાખતાં સાધક સંયમમાં રહે અને બાહ્ય સાધનોનું ગ્રહણ પણ સંયમનિર્વાહની દષ્ટિએ કરે. શરીર અને સંયમના ઉપયોગી ઉપકરણમાં મમત્વ હોય તો તે પણ પરિગ્રહ બની જાય છે.
અનેકાંતદષ્ટિ પણ એકાંત નથી. પ્રત્યાખ્યાનમાં અનેકાંત માનવું યોગ્ય નથી. વિવશતા કે દુર્બળતાના કારણે પ્રત્યેક અપવાદનું સેવન અનેકાંત હોતું નથી. જેમ સમુદ્રને પાર કરવા માટે નાવની જરૂર રહે છે પરંતુ સમુદ્રયાત્રી નાવને સાધ્ય કે લક્ષ્ય માનતા નથી, તેમાં આસક્ત પણ થતા નથી, તેને સાધન માત્ર સમજે છે અને સામે કાંઠે પહોંચીને નાવને છોડી દે છે. તેવી જ રીતે સાધક વિવશતાએ સ્વીકારેલી પ્રવૃત્તિ અને ગ્રહણ કરેલા ધર્મનાં ઉપકરણોને પરિસ્થિતિ સમાપ્ત થતાં છોડી દે છે.
૩Mાં- અવગ્રહ. આ શબ્દના બે અર્થ છે. (૧) સ્થાન ઉપાશ્રય (૨) આજ્ઞા લઈને કોઈપણ વસ્તુ ગ્રહણ કરવી. આજ્ઞાના અર્થમાં પાંચ અવગ્રહ છે– (૧) દેવેન્દ્ર અવગ્રહ (૨) રાજ અવગ્રહ (૩) ગૃહપતિ અવગ્રહ (૪) શય્યાતર અવગ્રહ (૫) સાધર્મિક અવગ્રહ. આ પાંચ અવગ્રહનું વર્ણન ભગવતી સૂત્ર અને આચારાંગ સૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધમાં છે.
નવું ગ m :- માત્રાને જાણવી. માત્રા એટલે આહારના પરિમાણને જાણે. સામાન્ય રીતે ભોજનની માત્રાનું કોઈ નિશ્ચિત માપ હોઈ શકે નહિ કારણ કે આહારનો સંબંધ સુધા સાથે હોય છે. સર્વની ભૂખ કે ખોરાક એક સરખા હોતા નથી. તેથી ભોજનની મર્યાદા પણ સમાન નથી. 'માત્રા' આ શબ્દ આહાર સિવાય વસ્ત્ર, પાત્ર આદિ, ઉપકરણોની સાથે પણ જોડવો જોઈએ. ભિક્ષુ પ્રત્યેક ગ્રાહ્ય વસ્તુની આવશ્યક્તા તેમજ શાસ્ત્રોક્ત માત્રાને સમજે તથા તેમાં પણ આવશ્યકતા હોય તેટલું જ ગ્રહણ કરે.
સાધુને ગોચરી કરતાં સમયે ત્રણ માનસિક દોષો લાગવાની સંભાવના હોય છે. (૧) અભિમાનઆહારાદિ પર્યાપ્ત માત્રામાં મળી જવા પર પોતાના પ્રભાવ કે લબ્ધિ આદિનો ગર્વ થાય. (૨) પરિગ્રહઆહારાદિ વિપુલ પ્રમાણમાં મળતા જોઈને તેના સંગ્રહની ભાવના જાગે અથવા તેમાં આસક્તિ થાય. (૩) શોક- ઈચ્છિત વસ્તુ ન મળે તો પોતાના ભાગ્યને અથવા ગામના લોકોને નિંદે, તેના ઉપર રોષ કરે તથા આક્રોશ કરે તેમજ મનમાં દુઃખી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org